• Gujarati News
  • Lifestyle
  • The Gangster Has Been On The Run From Jail For The Past 20 Years, With Police Arrest By Just Using Google Street View

ઈટાલી:આ ગેંગસ્ટર છેલ્લાં 20 વર્ષથી જેલમાંથી ફરાર હતો, પોલીસે હાઈ ટેક ઓપરેશન નહિ પરંતુ ગૂગલની મદદથી ફરી જેલ ભેગો કર્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈટાલીના રોમની જેલમાંથી ગેંગસ્ટર 2002માં ભાગી ગયો હતો
  • તે નવું નામ અને નવી ઓળખ સાથે સ્પેનમાં દુકાન ચલાવી રહ્યો હતો
  • ગૂગલ સ્ટ્રીટ વ્યૂની મદદથી પોલીસે ફરી તેને જેલમાં ધકેલ્યો

તમને અભ્યાસમાં કોઈ મુંઝવણ હોય કે પછી ઓફિસના કામમાં અટવાયા હો તો તમે ગૂગલને તમારો સવાલ પૂછતા હશો. તમારા નાના મોટા સવાલોના જવાબ આપતા ગૂગલની મદદથી ઈટાલીની પોલીસે 20 વર્ષથી ફરાર ગુનેગારની શોધ કરી છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ગૂગલ મેપ્સ સ્ટ્રીટ વ્યૂના ફોટોઝમાં પોલીસને મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર એક દુકાનની બહાર દેખાયો અને પોલીસે તેને જેલ ભેગો કરી નાખ્યો.

ભાગેડું કેદીએ ઓળખાણ બદલી હતી
રિપોર્ટ પ્રમાણે Gioacchino Gammino નામનો વ્યક્તિ હત્યાના ચાર્જમાં જેલમાં હતો. 2002માં તે રોમની જેલમાંથી ભાગી છુટવામાં સફળ રહ્યો હતો અત્યાર સુધી પોલીસે એડીચોટીનું જોર લગાવ્યા છતાં તે રડારમાં આવ્યો નહિ. આખરે પોલીસે તેને ગૂગલ સ્ટ્રીટ વ્યૂની મદદથી પકડી પાડ્યો.

આ કેદી સ્પેનમાં એક અલગ ઓળખાણ ઊભી કરી જીવતો હતો. તેણે પોતાની એક દુકાન ખોલી હતી. તેને નામ પણ બદલી કાઢ્યું હતું. આ ગુનેગાર સ્પેનમાં 'મન્યુલ' નામથી રહેતો હતો.

આ રીતે ઓળખાણ થઈ
'ગૂગલ સ્ટ્રીટ વ્યૂ'માં પોલીસને એક દુકાનની બહાર મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હોવાની શંકા ગઈ. પોલીસે સઘન તપાસ કરી તો પુરવાર થયું કે આ વ્યક્તિ 20 વર્ષ પહેલાં જેલમાંથી ભાગેલો કેદી છે. ગેંગસ્ટરની હડપચી પરના નિશાન પરથી પોલીસે તેની ઓળખ કરી.

20 વર્ષ સુધી પોલીસના રડારમાં ન આવતા અચાનક ગયા ડિસેમ્બર મહિનામાં તેને પોલીસ અરેસ્ટ કરવા આવી તે જોઈ આ વ્યક્તિના હોંશ ઉડી ગયા. 20 વર્ષથી અલગ જ ઓળખ ઊભી કરી મોજથી જીવન પસાર કરતા ગેંગસ્ટરે પોલીસને પૂછ્યું કે, 'આખરે તમે મારી ઓળખ કેવી રીતે કરી, મેં તો વર્ષોથી પરિવાર સાથે વાત પણ નથી કરી.' 20 વર્ષ બાદ ફરી ગેંગસ્ટર પોલીસના સંકજામાં છે અને હત્યાના ગુનામાં આજીવન જેલમાં રહેશે.