તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછીમારની લોટરી લાગી:આ માછીમારની કિસ્મત ચમકી ઊઠી, દુર્લભ માછલીએ એક જ ઝટકામાં અમીર બનાવી દીધો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનના માછીમારના જાળમાં 48 કિલોગ્રામ વજનની એક દુર્લભ ક્રોકર માછલી ફસાઈ જેની હરાજી કરીને તે અમીર બની ગયો. - Divya Bhaskar
પાકિસ્તાનના માછીમારના જાળમાં 48 કિલોગ્રામ વજનની એક દુર્લભ ક્રોકર માછલી ફસાઈ જેની હરાજી કરીને તે અમીર બની ગયો.
  • બલૂચિસ્તાનના ગ્વાદરના જિવાની વિસ્તારમાં એક માછીમાર રાતો-રાત લખપતિ બની ગયો
  • તેની જાળમાં 48 કિલોગ્રામ વજનની એક દુર્લભ ક્રોકર માછલી ફસાઈ, જેની હરાજીમાં તેને 72 લાખ રૂપિયા મળ્યા

ભગવાન જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આવું જ કંઈક પાકિસ્તાનના બલૂચિસ્તાનના ગ્વાદરના જિવાની વિસ્તારમાં એક માછીમાર સાથે થયું અને તે રાતો-રાત અમીર બની ગયો. તેની જાળમાં 48 કિલોગ્રામ વજનની એક દુર્લભ ક્રોકર માછલી ફસાઈ ગઈ હતી, જેની હરાજી રવિવારે કરીને તે અમીર બની ગયો. ડૉનના રિપોર્ટ અનુસાર, આ ક્રોકર માછલીને જે બોટમાંથી પકડવામાં આવી હતી તે બોટના માલિકનું નામ સાજિદ હાજી અબાબકર છે. માછલી પકડતી વખતે માછીમાર બોટ ચલાવી રહ્યો હતો.

72 લાખ રૂપિયામાં હરાજી થઈ
ગ્વાદરમાં ફિશરીઝના ડેપ્યુટી ડાયરેક્ટર અહેમદ નદીમે પુષ્ટી કરી છે કે અત્યાર સુધી તેમને ક્યારેય કોઈ માછલીને આટલા ઉંચા ભાવે વેચાયેલી જોઈ નથી. આ માછલી 72 લાખ પાકિસ્તાની રૂપિયા (ભારતીય રૂપિયા પ્રમાણે લગભગ 30 લાખ)માં વેચાઈ.

બોટના માલિક અબાબકરે જણાવ્યું કે, હરાજી વખતે આ માછલીની કિંમત 86.4 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી પરંતુ અમારી પરંપરા પ્રમાણે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તેથી આ માછલી માટેની ડીલ 72 લાખ રૂપિયામાં થઈ હતી.

યુરોપ અને ચીનમાં આ માછલીની માગ વધારે છે
જણાવી દઈએ કે, મોટી ક્રોકર માછલીની યુરોપ અને ચીનમાં ઘણી ડિમાન્ડ છે. કેટલીક માછલીઓ પોતાના મીટના કારણે મોંઘી હોય છે. પરંતુ ક્રોકર માછલીના માંસનો ઉપયોગ મેડિસિન અને સર્જરીમાં થાય છે, તેના કારણે તેની કિંમત વધારે હોય છે.

થોડા સમય પહેલા અબ્દુલ હક નામના એક માછીમારના હાથે પણ ક્રોકર માછલી લાગી હતી પરંતુ તેને માત્ર 7.80 લાખ રૂપિયા જ મળ્યા હતા.