તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The First Radish Crop To Be Grown In Space, It Will Be Brought To Earth In 2021; NASA Shared A Photo

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતરિક્ષમાં ખેતી:પહેલી વખત અંતરિક્ષમાં મૂળાનો પાક ઉગાડવામાં આવ્યો, 2021માં તેને પૃથ્વી પર લાવવામાં આવશે; નાસાએ ફોટો શેર કર્યો

5 મહિનો પહેલા
  • નાસાના ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં 27 દિવસમાં મૂળાનો પાક ઉગાડવામાં આવ્યો
  • ઘણા કેમેરા અને 180 સેન્સરથી મૂળાના પાક પર દેખરેખ રાખવામાં આવી

પહેલી વખત અંતરિક્ષમાં મૂળાનો પાક ઉગાડવામાં આવ્યો છે. 2021માં તેને પૃથ્વી પર લાવવામાં આવશે. નાસાની અવકાશયાત્રી અને ફ્લાઈટ એન્જિનિયર કેટ રુબિન્સે પહેલી વખત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઉગાડેલા મૂળોના પાકની લણણી કરી છે. 2021માં પૃથ્વી પર લાવવા માટે કેટે મૂળાના 20 છોડને પેક કરીને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા છે.

27 દિવસમાં તૈયાર થયો મૂળાનો પાક
નાસાએ આ એક્સપેરિમેન્ટનું નામ પ્લાન્ટ હેબિટેટ-02 રાખ્યું છે. મૂળાને સ્પેસ સ્ટેશનમાં ઉગાડવા માટે એટલા માટે પસંદ કરવામાં આવ્યો કેમ કે, વૈજ્ઞાનિકોને વિશ્વાસ હતો કે, તે 27 દિવસમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. મૂળાના આ પાકમાં પોષક તત્ત્વો પણ છે અને ખાવા લાયક પણ છે.

એટલા માટે મૂળાનો પાક ઉગાડવામાં આવ્યો
નાસાના પ્રોગ્રામ મેનેજર નિકોલ ડુફોરના જણાવ્યા પ્રમાણે, પાંદડાવાળા શાકભાજીમાં મૂળો અલગ પ્રકારનો પાક છે. આ અગાઉ અંતરિક્ષમાં ઘઉં ઉગાડવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડીને તે ચેક કરવામાં આવી રહ્યું છે કે અહીં કયા છોડ ઉગાડી શકાય છે જે લાંબા સમય સુધી અહીં રહેતા અંતરિક્ષ યાત્રીઓ માટે મદદરૂપ થઈ શકે.

તેને ઓછી સંભાળની જરૂર હોય છે
નાસાના જણાવ્યા પ્રમાણે, મૂળાને ઉગાડવામાં ઓછી સંભાળ રાખવાની જરૂર પડે છે. સ્પેસમાં જે ચેમ્બરમાં તેને ઉગાડવામાં આવે છે, ત્યાં લાલા, વાદળી અને લીલી અને વ્હાઈટ LED લાઈટનો પ્રકાશ પાડવામાં આવે છે જેથી છોડનો ગ્રોથ સારો થાય. અંતરિક્ષમાં ઉગાડવામાં આવેલા મૂળાની તુલના ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાં ઉગાડવામાં આવેલા મૂળા સાથે કરવામાં આવશે.

180 સેન્સર અને કેમેરા જે પાક પર નજર રાખે છે
ચેમ્બરમાં એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જે સમયાંતરે છોડ સુધી પાણી પહોંચાડે છે. ચેમ્બરમાં કેમેરા અને 180 સેન્સર લાગેલા છે. નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી છોડના ગ્રોથ પર સતત નજર રાખવામાં આવે છે. ચેમ્બરમાં કેટલો ભેજ છે, તેનું તાપમાન કેટલું છે અને કાર્બન ડાયોક્સાઇડનું લેવલ કેટલું છે, તે પણ ચેક કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો