તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The First 3D Printing House Was Built In 5 Days, The New Technique Will Save 30% Less Cost, Time And Also Reduce Pollution.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IIT મદ્રાસની સફળતા:પ્રથમ 3D પ્રિન્ટિંગ હાઉસ 5 દિવસમાં બન્યું, નવી ટેક્નિકથી 30% ઓછો ખર્ચ, સમયની બચત અને પ્રદૂષણ પણ ઓછું થશે

16 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • કૉપી લિંક
જે રીતે ખેડૂતો બોરવેલ ભાડે લે છે, તેમ મકાન બનાવવા માટે 3D પ્રિન્ટર પણ ભાડે લઇ શકાશે - Divya Bhaskar
જે રીતે ખેડૂતો બોરવેલ ભાડે લે છે, તેમ મકાન બનાવવા માટે 3D પ્રિન્ટર પણ ભાડે લઇ શકાશે
  • આઈડિયા, ડિઝાઈનથી લઈને દરેક વસ્તુ મેડ ઇન ઇન્ડિયા છે
  • 600 વર્ગફૂટમાં બનેલા આ ઘરમાં બેડરૂમ, હોલ, કિચન અને અન્ય જરૂરી પાર્ટ છે

IIT મદ્રાસના પૂર્વ વિદ્યાર્થીઓએ 3D પ્રિન્ટરથી માત્ર 5 દિવસની અંદર સિમેન્ટ કોન્ક્રીટનું ઘર બનાવ્યું છે. ચેન્નાઈ કેમ્પસમાં 600 વર્ગફૂટ એરિયામાં એક માળનું ઘર બનાવવામાં સામાન્ય નિર્માણ ખર્ચ કરતાં આશરે 30% ખર્ચ ઓછો થયો.

મહત્ત્વની વાત તો એ છે કે, આઈડિયા, ડિઝાઈનથી લઈને ફિનિશ્ડ ઘર બનાવવાની દરેક વસ્તુ મેડ ઇન ઇન્ડિયા છે. હાઉસિંગ ક્ષેત્રમાં આને ક્રાંતિકારી ટેક્નિક માનવામાં આવે છે. ભવિષ્યમાં સસ્તા અને મજબૂત ઘર બનાવવા માટે બિલ્ડને બદલે પ્રિન્ટ શબ્દનો ઉપયોગ થઇ શકે છે.

ઘર બનાવવા માટે વિશાળ 3D પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કમ્પ્યુટરાઈઝ્ડ થ્રી ડાયમેંશનલ ડિઝાઈન ફાઈલને સ્વીકારી આઉટપુટ આપે છે. મટિરિયલમાં તેમાં સિમેન્ટ, કોન્ક્રીટનો ઉપયોગ કર્યો હતો.

આ ટેક્નિક IIT મદ્રાસના મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ત્રણ પૂર્વ વિદ્યાર્થીઓ આદિત્ય વીએસ, વિદ્યાશંકર સી અને પરિવર્તન રેડ્ડીએ વિકસિત કરી છે.

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરીને કહ્યું, દેશને આવા કન્સ્ટ્રકશનની જરૂર છે
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરીને કહ્યું, દેશને આવા કન્સ્ટ્રકશનની જરૂર છે

તેમણે ઘરના અલગ-અલગ ભાગ વર્કશોપમાં પ્રિન્ટ કર્યા અને પછી ક્રેનની મદદથી ચેન્નાઈ કેમ્પસમાં જોડ્યા. 600 વર્ગફૂટમાં બનેલા આ ઘરમાં બેડરૂમ, હોલ, કિચન અને અન્ય જરૂરી ભાગ છે. આ ટેક્નિકથી પ્રદૂષણ ઓછું થશે.

IIT મદ્રાસના પ્રોફેસર ભાસ્કર રામમૂર્તિએ કહ્યું, જે રીતે ખેડૂતો બોરવેલ ભાડે લે છે, તેમ મકાન બનાવવા માટે 3D પ્રિન્ટર પણ ભાડે લઇ શકાય છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સરકારને આ ટેક્નિક વિશે પહેલેથી ખબર હોત તો ઘણા શહેરોમાં થઇ રહેલા બાંધકામમાં આ તેનો ઉપયોગ કરી શકીએ તેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો