8 જુલાઈ 2021ના રોજ આ વર્ષે પ્રથમ વખત કેરળની એક 24 વર્ષની ગર્ભવતી મહિલામાં ઝીકા સંક્રમણની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ કાનપુરમાં એવા ઘણા કેસ સામે આવ્યા, જ્યાં ગર્ભવતી મહિલાઓ આ વાઈરસની ઝપેટમાં આવી. નિષ્ણાતોના અનુસાર, પ્રેગ્નન્ટ મહિલાઓએ આ વાઈરસથી સાવધાન રહેવાની જરૂર છે. જો કોઈ મહિલા પ્રેગ્નન્સીના પહેલા 3 મહિનામાં ઝીકા વાઈરસથી સંક્રમિત થાય છે, તે તેનું બાળક માનસિક રીતે કમજોર હોઈ શકે છે.
ઝીકાથી સંક્રમિત થવા પર પ્રેગ્નન્ટ મહિલા અને ગર્ભમાં રહેલા બાળકને કેવા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે? તેનાથી બચવા માટે શું કરી શકાય છે? તેને કેવી રીતે ડાયગ્નોઝ કરી શકાય છે? આવા તમામ સવાલોના જવાબ જાણવા માટે દૈનિક ભાસ્કર ટીમે હેલ્થ એક્સપર્ટ્સ સાથે વિગતવાર વાત કરી છે.
ઝીકા ગર્ભમાં રહેલા બાળક પર આખી જીંદગી અસર કરી શકે છે
કાનપુરના ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજના પ્રાચાર્ય પ્રો.સંજય કાલાએ જણાવ્યું કે, ગર્ભવતી મહિલાઓના શરીરમાં ઓર્ગન પહેલા ત્રણ મહિનામાં ડેવલપ થાય છે. જો તે સમયે તેઓ સંક્રમિત થઈ જાય છે તો ઝીકા વાઈરસ બાળકના નર્વ સેલ્સ પર અસર કરી શકે છે.
ઘણા કેસમાં બાળકને માઈક્રોસેફેલી નામની એક સમસ્યા થાય છે, જેમાં ગર્ભમાં રહેલા બાળકનું મગજ અને માથું સામાન્ય કરતા આકારમાં નાનું હોય છે. તેમજ બાળકના માનસિક વિકાસ સિવાય જોવાની અને સાંભળવાની ક્ષમતા પર અસર પડે છે. ક્યારેક ક્યારેક સાંધાની સમસ્યા પણ થઈ શકે છે. એટલે કે જો બાળક ઝીકાની ઝપેટમાં આવે તો તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે.
1 લાખમાં 1 બાળકને જોખમ, અલ્ટ્રાસાઉન્ટમાં માથાની સાઈઝ જોઈને જાણી શકાય છે
સંજય કાલા જણાવે છે કે, અમારા ત્યાં ઝીકા વાઈરસ એશિયન વેરાયટી છે, જે આફ્રિકન વેરાયટી કરતા ઘાતક છે. એક લાખમાં એક બાળકને આ પ્રકારની વિસંગતતા થવાનું જોખમ રહેલું છે. પ્રેગ્નન્સીના ત્રણ મહિના બાદ બાળકોની હેલ્થનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.
જો કોઈપણ પ્રેગ્નન્ટ મહિલાને વાઈરસના કોઈ લક્ષણ દેખાય રહ્યા છે તો તેને તરત ડૉક્ટરને બતાવવું જોઈએ. ઘણા રેપિડ ડિટેક્શન ટેસ્ટ પણ છે, જેનાથી સંક્રમણની જાણકારી મેળવી શકાય છે. પ્રેગ્નન્ટ મહિલાઓએ ઓછામાં ઓછા 6 મહિના નિરીક્ષણ કરાવવું જરૂરી છે. જો ગર્ભસ્થ શિશુના માથાનો આકાર નાનો હોય છે તો દર ચોથા અઠવાડિયે તેનો અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવશે.
ઝીકાના લક્ષણ તાવ માથામાં દુખાવો આંખો લાલ થવી સાંધામાં દુખાવો સ્નાયુઓમાં પેન થાક ગભરામણ
શું પ્રેગ્નન્ટ મહિલાઓને ઝીકાથી સંક્રમિત થવાનું વધારે જોખમ છે?
જયપુરના ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલની એડિશનલ ડાયરેક્ટર અને ગાયનેકોલોજિસ્ટ ડૉ. શાલુ કક્કડ જણાવે છે કે ઝીકા વાઈરસનો વાહક એડિસ એજિપ્ટી મચ્છર છે. આ મચ્છરના કારણથી જ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા પણ ફેલાય છે. તેમાં 70થી 80% લોકોમાં લક્ષણ એકદમ માઈલ્ડ હોય છે. એ એટલો પણ જોખમકારક નથી, જેટલો લાગી રહ્યો છે. ઝીકા વાઈરસ સંક્રમણ પ્રેગ્નન્ટ મહિલાઓને કોઈપણ ત્રિમાસિકમાં થઈ શકે છે.
એ વાતના હજી સુધી કોઈ પુરાવા નથી મળ્યા કે પ્રેગ્નન્ટ મહિલાઓને તેના સંક્રમણનું વધારે જોખમ હોય અથવા ઝીકા પોઝિટિવ માતાથી જન્મેલા દરેક બાળકને તેનાથી સંબંધિત હેલ્થ ઈશ્યુ થાય. એટલા માટે કોઈ વ્યક્તિ પોઝિટિવ આવે છે તો ડરવાની જરૂર નથી. સામાન્ય સ્થિતિમાં ગર્ભવતીની અલ્ટ્રાસાઉન્ટ તપાસ પહેલા, ત્રીજા, છઠા અને નવમાં મહિનામાં કરવામાં આવે છે.
પ્રેગ્નન્ટ મહિલાઓએ આટલી બાબતોનું ધ્યાન રાખવું
ઝીકા ઈન્ફેક્શન થવાથી બ્રેસ્ટફીડિંગ કરાવવું કે ન કરાવવું WHOના અનુસાર બાળકને જન્મના છ મહિના સુધી માત્ર માતાનું દૂધ પીવડાવવાની સલાહ આપવામાં આવે છે. માતા પોતાના બાળકને બ્રેસ્ટફીડ કરાવી શકે છે, કેમ કે, સ્તનપાનના ફાયદા ઝીકાના જોખમ કરતા વધારે છે. નિષ્ણાતોના અનુસાર, બ્રેસ્ટ મિલ્કથી શિશુઓને ઝીકા વાઈરસથી સંક્રમિત થવાના કોઈ પુરાવા નથી મળ્યા. કોઈપણ પ્રકારનો ડર અથવા શંકા હોય તો ડૉક્ટરનો અભિપ્રાય જરૂરથી લો.
વાનરમાં સૌથી પહેલા વાઈરસ મળ્યો હતો
વર્ષ 1947માં આફ્રિકન દેશ યુગાંડાના ઝીકા જંગલમાં ઝીકા સંક્રમણનો પહેલો કેસ વાનરમાં જોવા મળ્યો હતો. તેના કારણે તેનું નામ ઝીકા રાખવામાં આવ્યું. બાદમાં તે મનુષ્યમાં ફેલાયો અને દુનિયાના અન્ય ભાગ સુધી પહોંચ્યો.
અમુક સ્ટડીના અનુસાર વર્ષ 1954માં આ વાઈરસે દેશમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2016 અને 2017માં ગુજરાત અને તમિલનાડુમાં ઝીકાના કેસ સામે આવ્યા. તેમજ 2018માં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ઝીકાના 200થી વધારે કેસ જોવા મળ્યા.
આ રાજ્યોમાં ઝીકા વાઈરસનો પ્રકોપ
કેવી રીતે જાણવું કે તમે ઝીકાની ઝપેટમાં આવ્યા છો કે નહીં
ગૌતમ બુદ્ધ નગરના ચીફ મેડિકલ ઓફિસર (CMO) ડૉ. સુનિલ કુમાર શર્મા જણાવે છે કે, ઝીકા, ડેન્ગ્યુ, અને કોરોનામાં લક્ષણ એક જેવા જ હોય છે. પરંતુ કોરોનામાં તાવની સાથે ખાવાનો ટેસ્ટ, સુંઘવાની સમસ્યા અને શ્વાસની સમસ્યા થઈ શકે છે. જ્યારે ડેન્ગ્યુમાં બ્લ્ડ પ્લેટલેટ્સ કાઉન્ટ ઝડપથી ઘટી જાય છે. ઝીકાને ડાયગ્નોઝ કરવા માટે ડૉક્ટર તમારી ટ્રાવેલ હિસ્ટ્રી અને લક્ષણો વિશે પૂછે છે. ટેસ્ટ માટે બ્લડ અથવા યુરિન કલેક્ટ કરે છે.
ઝીકાથી સંક્રમિત થવા પર આટલું કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.