• Gujarati News
  • Lifestyle
  • The Famous Model Went Shopping With Her 6 Wives, Bought Gifts Worth Millions Of Rupees For The Wives; 'Free Love' Came Into The Discussion

એક પતિ આવો પણ:ફેમસ મોડલ પોતાની 6 પત્નીઓ સાથે શોપિંગ કરવા ગયો, પત્નીઓ માટે લાખો રૂપિયાની ગિફ્ટ ખરીદી; 'ફ્રી લવ'થી આવ્યો હતો ચર્ચામાં

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રાઝિલિયન વેલેન્ટાઈન ડે 12 જૂને મનાવવામાં આવે છે

આજના જમાનામાં એક એવો વ્યક્તિ પણ છે જે પોતાના ઘરમાં આઠ પત્નીઓની સાથે રહે છે અને બધાને ખુશ રાખવા માટે નવી નવી રીત અપનાવે છે.

આર્થર ઓ ઉર્સો બ્રાઝિલમાં એક પ્રખ્યાત મોડલ છે અને 8 યુવતીઓ સાથે લગ્ન કરી તે ચર્ચામાં આવ્યો છે. તેને તાજેતરમાં જ કહ્યું હતું કે હું ખાસ પ્રસંગ પર જ્યારે મારી પત્નીઓને ગિફ્ટ આપું છું તો તેનું સંપૂર્ણ ધ્યાન રાખું છું કે તે બધા માટે એક જેવી હોય. તેમજ પત્નીઓ વચ્ચે ઝઘડા ન થાય તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખું છું.

બ્રાઝિલિયન વેલેન્ટાઈન ડે પર 8.5 લાખ રૂપિયાની ગિફ્ટ
બ્રાઝિલિયન વેલેન્ટાઈન ડે નિમિતે મેં 8.5 લાખ રૂપિયા મારી પત્નીઓ પર ખર્ચ કર્યા. બ્રાઝિલિયન વેલેન્ટાઈન ડેનું આયોજન દર વર્ષે 12 જૂને કરવામાં આવે છે. બ્રાઝિલિયન વેલેન્ટાઈન ડેની શોપિંગ માટે આર્થર પોતાની 6 પત્નીઓ સાથે શોપિંગ કરવા ગયો હતો. જ્યાં તેને પોતાની પત્નીઓ માટે ગિફ્ટ્સ પણ ખરીદી હતી. બ્રાઝિલના મીડિયામાં આર્થર ઓ ઉર્સો ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે નવ લગ્ન 'ફ્રી લવ' સેલિબ્રેટ કરવા માટે કર્યા હતા. હાલમાં જ તેને એક પત્ની સાથે છૂટાછેડા લીધા છે.

આર્થર ઓ ઉર્સોએ કહ્યું, હું અત્યારે આ બધું શીખી રહ્યો છું, પરંતુ હું વધુ સારું કરવાનો પ્રયાસ કરું છું.
આર્થર ઓ ઉર્સોએ કહ્યું, હું અત્યારે આ બધું શીખી રહ્યો છું, પરંતુ હું વધુ સારું કરવાનો પ્રયાસ કરું છું.

સંબંધોને સાચવવા માટે પ્રયાસ કરે છે
સંબંધો વિશે વાત કરતા આર્થર ઓ ઉર્સોએ કહ્યું, હું અત્યારે આ બધું શીખી રહ્યો છું, પરંતુ હું વધુ સારું કરવાનો પ્રયાસ કરું છું. કેમ કે, મારી એકથી વધુ પત્નીઓ છે તેથી મારે તે બધા માટે વધુ સારું કરવાની જરૂર હોય છે. હું કમાઉં છું અને તેથી તેમના માટે સારું કરવામાં હું કોઈ કસર છોડતો નથી.

સોશિયલ મીડિયા યુઝર નજર રાખે છે
એક પ્રખ્યાત મોડલ હોવાથી ઉર્સોના અંગત જીવન પર તમામ લોકોની નજર રહે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા યુઝર આ મામલે વધારે ધ્યાન આપે છે.

આવી સ્થિતિમાં આર્થર ઉર્સોની પહેલી પત્ની લુઆના તેમના સંબંધો વિશે જણાવે છે કે, મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે અમે આટલી બધી જગ્યાએ ચર્ચાનો વિષય બનીશું. અમે બસ અમારા દિલની વાત સાંભળી છે અને બાકીનું બધું તમારી સામે છે. આ બધું અમારા માટે ગાંડપણ કહી શકાય, પરંતુ ઘણા લોકો અમારા વિશે એ જાણવા માગે છે કે આખરે તેઓ કેવી રીતે રહે છે અને તેમની રૂટિન લાઈફ કેવી છે.

આર્થર પોતાની યુનિક લાઈફસ્ટાઈલના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેનું ફેન ફોલોઈંગ સારું છે. જ્યાં તે પોતાના ફોટોઝ અને વીડિયો શેર કરતો રહે છે.

અન્ય સમાચારો પણ છે...