એક બેકરી કંપનીમાં કામ કરનાર વ્યક્તિને વારંવાર હાથ ધોવા માટે મજબૂર કરવામાં આવ્યો ત્યારબાદ ત્વચા સંબંધિત બીમારીનો ભોગ બન્યો. કર્મચારીએ કંપનીની વિરુદ્ધ કેસ કરી દીધો જેમાં તે જીતી ગયો અને હવે તેને 43,81,495 રૂપિયા મળશે. કંપનીને આ પૈસા કર્મચારીને આપવા પડશે.
સ્પીડીબેકમાં કામ કરતો હતો
હકીકતમાં 59 વર્ષથી સુસાસ રોબિન્સને વેસ્ટ યોર્કશાયરના વેકફીલ્ડમાં એક ફેક્ટરી સ્પીડીબેકમાં કામ કર્યું હતું, જે મોટા સુપરમાર્કેટ માટે મફિન્સ, કપકેક અને અન્ય બેક્ડ કરવામાં આવેલી વસ્તુઓ બનાવે છે. કંપનીની તરફથી તેણે કામ કરવા માટે દિવસમાં લગભગ 20 વખત હોથ ધોવા માટે મજબૂર કરવામાં આવ્યો તેના કારણે તેના હાથમાં ત્વચા સંબંધિત બીમારી થઈ ગઈ.જ્યારે તેને કંપનીના માલિકને તેની ફરિયાદ કરી તો રોબિન્સનની ફરિયાદને નજર અંદાજ કરવામાં આવી. ત્યારબાદ તેના હાથમાં ફોલ્લીઓ થઈ ગઈ અને હાથામાંથી લોહી વહેવા લાગું.
હાથ લાલ અને ફોલ્લીઓ થઈ ગઈ
SWNS ન્યૂઝ એજન્સીના અનુસાર, છ મહિનાની અંદર રોબિન્સને જોયું કે તેના હાથ લાલ અને ફોલ્લીઓ થઈ રહી હતી, જેના કારણે તેણે દિવસમાં 17 વખત હાથ ધોવા માટે કહેવામાં આવ્યું. પોન્ટેફ્રેક્ટ હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ પુષ્ટિ થઈ ગઈ તેના હાથની ત્વચાના રાસાયણિક સંપર્કમાં આવતી હોવાથી કારણે તેણે ખરજવા જેવું થઈ ગયું હતું.
રોબિન્સને કંપનીને પોતાના હાથની સુરક્ષા માટે ઘણી સૂચના આપી હતી, જેમાં બેરિયર ક્રિમ અને પાતળા ગ્લવ્ઝ સામેલ હતા. પરંતુ રાંધેલો ખોરાક દૂષિત હોવાની આશંકાના કારણે કંપની આ કેસને યોગ્ય રીતે ઉકેલવામાં નિષ્ફળ રહી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.