તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The Effigies Of The Leaders Created At A Sweet Shop In Howrah In West Bengal, The Shopkeeper Claimed That These Mannequins Should Remain Like This For 6 Months

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિએટિવિટી:પશ્ચિમ બંગાળમાં એક દુકાનદારે લોકોને મત આપવા પ્રોત્સાહિત કરવા નેતાઓનાં મીઠાઈનાં પૂતળાં બનાવ્યાં, મમતા બેનર્જીને વ્હીલ ચેરમાં પ્રચાર કરતા દેખાડ્યાં

એક મહિનો પહેલા
  • દુકાનદારનો દાવો-આ મીઠાઈના પૂતળાને 6 મહિના સુધી કઈ નહિ થાય
  • તેના આકારમાં કોઈ ચેન્જ નહિ આવે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનો અનોખો નજારો હાવડાની એક મીઠાઈની દુકાન પર જોવા મળ્યો. આ દુકાનમાં ચૂંટણીમાં ઊભા રહેલા ત્રણ પ્રમુખ દળના નેતાના પૂતળા મીઠાઈમાંથી બનાવ્યા છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મમતા બેનર્જી સહિત અન્ય નેતાઓના પૂતળા સામેલ છે. આ મીઠાઈ બનાવવામાં હલવાઈએ તેની ક્રિએટિવિટીનો ભરપૂર ઉપયોગ કર્યો. નેતાના કપડાં, તેમની બેસવાની રીત અને હેરસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખીને બનાવ્યા છે.

આ વખતે ચૂંટણીમાં મમતા બેનર્જીને પગમાં ઈજા થવાને લીધે તેઓ વ્હીલ ચેર પર બેસીને પ્રચાર કરી રહ્યા છે. મીઠાઈમાં પણ મમતા બેનર્જીને વ્હીલ ચેર પર બેસાડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાફ કુર્તો પહેરાવ્યો છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન દુકાનનાં માલિકે જણાવ્યું, આ મીઠાઈના પૂતળાને 6 મહિના સુધી કઈ નહિ થાય. તેના આકારમાં કોઈ ચેન્જ નહિ આવે. મીઠાઈના માધ્યમથી લોકોને વોટ આપવાનો સંદેશ આપ્યો છે. તમે ભલે ગમે તે રાજકીય પાર્ટી માટે વોટ કરો, પરંતુ મતદાનની પ્રક્રિયા શાંતિથી થવી જોઈએ. અહીં ગમે તે સરકાર આવે, તે યોગ્ય વિકાસ કરે એવી આશા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો