તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનો અનોખો નજારો હાવડાની એક મીઠાઈની દુકાન પર જોવા મળ્યો. આ દુકાનમાં ચૂંટણીમાં ઊભા રહેલા ત્રણ પ્રમુખ દળના નેતાના પૂતળા મીઠાઈમાંથી બનાવ્યા છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મમતા બેનર્જી સહિત અન્ય નેતાઓના પૂતળા સામેલ છે. આ મીઠાઈ બનાવવામાં હલવાઈએ તેની ક્રિએટિવિટીનો ભરપૂર ઉપયોગ કર્યો. નેતાના કપડાં, તેમની બેસવાની રીત અને હેરસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખીને બનાવ્યા છે.
આ વખતે ચૂંટણીમાં મમતા બેનર્જીને પગમાં ઈજા થવાને લીધે તેઓ વ્હીલ ચેર પર બેસીને પ્રચાર કરી રહ્યા છે. મીઠાઈમાં પણ મમતા બેનર્જીને વ્હીલ ચેર પર બેસાડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાફ કુર્તો પહેરાવ્યો છે.
West Bengal: A sweet shop in Howrah has made 'sweet' statuettes of PM Modi, CM Mamata Banerjee & leaders of Sanjukta Morcha along with sweets etched with logos of political parties
— ANI (@ANI) April 2, 2021
"What could be better than sweets to encourage people to vote," said sweet shop owner (02.04) pic.twitter.com/UwgcZ5e9dq
ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન દુકાનનાં માલિકે જણાવ્યું, આ મીઠાઈના પૂતળાને 6 મહિના સુધી કઈ નહિ થાય. તેના આકારમાં કોઈ ચેન્જ નહિ આવે. મીઠાઈના માધ્યમથી લોકોને વોટ આપવાનો સંદેશ આપ્યો છે. તમે ભલે ગમે તે રાજકીય પાર્ટી માટે વોટ કરો, પરંતુ મતદાનની પ્રક્રિયા શાંતિથી થવી જોઈએ. અહીં ગમે તે સરકાર આવે, તે યોગ્ય વિકાસ કરે એવી આશા છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.