• Gujarati News
  • Lifestyle
  • The Effect Of The Antibiotic Given To The Cow Was Observed In The Milk, But Not In The Milk Drinker

ગાયના દૂધની માગમાં વધારો:ગાયને અપાતી એન્ટિબાયોટિકની અસર દૂધમાં જોવા મળી રહી છે, જોકે દૂધ પીનાર પર દવાની અસર નહીં

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં ડેરી પ્રોડક્ટસની માગ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ગાયનાં દૂધની માગ સૌથી વધારે છે. તેને પહોંચી વળવા અને ઉત્પાદન વધારવા ગાયોને એન્ટિબાયોટિકના ઇન્જેક્શન વારંવાર અપાઇ રહ્યા છે. પરિણામે એન્ટિબાયોટિકની અસર દૂધ પર દેખાવા લાગી છે.

સામાન્ય રીતે એવું ન થવુંં જોઇએ પણ હેવી ડોઝનાં કારણે આવી સ્થિતિ સર્જાય છે. જ્યારે આ દૂધનો ઉપયોગ લોકો કરે છે તો તેમના શરીરમાં આ એન્ટિબાયોટિક થોડીક થોડીક માત્રામાં પહોંચતી રહે છે. જે રોગપ્રતિકારક ક્ષમતાને અસર કરે છે. જેથી તેમને બીમારીના સમયે અપાતી એન્ટિબાયોટિક દવાની અસર થતી નથી.

કોર્નેલ યુનિવર્સિટીમાં તાજેતરના અભ્યાસમાં આ અંગે ખુલાસો થયો છે. મોટા ભાગના લોકો ગાયના દૂધનો ઉપયોગ બીમારીના સમય વધારે કરે છે. આવી સ્થિતિમાં બીમારી માટે અપાતી એન્ટિબાયોટિક દવાની અસર ઓછી થઇ જાય છે.

રિસર્ચ કરનાર ડો. રેનાટા ઇવાનેકે કહ્યું છે કે દુનિયામાં મોટા ભાગના લોકો એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ડેરી ઉદ્યોગમાં વધારે ઉત્પાદન માટે કરી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે એન્ટિબાયોટિક પ્રતિરોધનો સામનો કરવા ડેરીમાં ગૌવંશમાં એન્ટિબાયોટિકનો ઉપયોગ ઘટાડવામાં આવે તે જરૂરી છે. અમેરિકી લોકો પર એક અભ્યાસ કરાયો હતો. એન્ટિબાયોટિકવાળા દૂધના ડબ્બા પર આરએયુ લેબલ લગાવાયા હતા. જેમાં જાણ થઈ કે લોકોમાં લેબલવાળા દૂધ ખરીદવાની ઇચ્છા વગર લેબલવાળા જેટલી જ હતી.

આંતરડામાં દેખાતા બેક્ટેરિયાની વૃદ્ધિ ઓછી થાય છે

એન્ટિબાયોટિકનુ વધારે પ્રમાણ ગાયના આંતરડામાં જોવા મળતા બેક્ટેરિયાની વૃદ્ધિને ઓછી કરે છે. આ બેક્ટેરિયા પશુનાં આંતરડામાં જોવા મળે છે. જેની અસર દૂધની ગુણવત્તા પર પડી શકે છે.

ગાયનું દૂધ અનેક બીમારીને કરે છે દૂર
જ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે લોકોને ગાયનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. પ્રોબાયોટીક્સ દૂધમાં જોવા મળે છે. આ પ્રોબાયોટિક્સની મદદથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. અન્ય ઘણા પ્રકારના ઇન્ફેક્શનનું જોખમ પણ ઘટે છે. જે લોકોને વાળ ખરવાની સમસ્યા હોય તે લોકો માટે ગાયનું દૂધ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાળ ખરવા પાછળનું કારણ શરીરમાં વિટામિન-ડી અને ઝિંક જેવા પોષક તત્વોની ઉણપ છે.