• Gujarati News
  • Lifestyle
  • The Driver Said The Woman Does Not Sit, The Riders Said Madam, The Iron Mesh Gives The Feeling Of Being A Prison

પિંક ઓટો:ડ્રાઈવરે કહ્યું, રિક્ષામાં લોખંડની જાળી હોવાથી મહિલાઓને સેફ ફીલ નથી થતું, પણ ડર લાગે છે

દીપ્તિ મિશ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં પિંક ઓટો રસ્તા પર દોડે છે

નોઈડા અને ગાઝિયાબાદમાં પીળા-લીલા રંગની રિક્ષાની વચ્ચે પિંક ઓટો પણ દેખાઈ રહી છે, પરંતુ હવે તેમનું સ્ટેરિંગ મહિલાઓના હાથમાં હશે. ઉત્તર પ્રદેશ સરકારે મિશન શક્તિના ત્રીજા લેવલમાં ડિવિઝનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, ગાઝિયાબાદે પિંક ઓટો પરમિટ માટે મહિલાઓ પાસેથી 20 નવેમ્બર સુધીમાં અરજી માગી છે. સવાલ એ થાય છે કે, 5 વર્ષથી મહિલાઓને પરમિટ કેમ ના આપી? વર્ષ 2016થી રસ્તા પર દોડતી ઓટોની શું સ્થિતિ છે? પરમિટ આપતી વખતે શું ધ્યાન રાખવું ? વાંચો, પિંક ઓટોને લઈને ભેગી કરેલી માહિતીઓ...

ભાસ્કરની ટીમ સવારે 10 વાગ્યે નોઈડા સેક્ટર-62 પહોંચી તો ત્યાં ઘણી પિંક ઓટો સવારી બેસાડીને તેમને મંજિલ સુધી પહોંચાડવા જઈ રહી હતી. ઓફિસ જનારા ઓટો ડ્રાઈવરને ઉતાવળ હતી આથી તેઓ ઊભા રહીને વાત કરવા તૈયાર ના થયા. જોવાની વાત એ હતી કે દરેક પિંક ઓટોમાં બેઠેલા ગ્રાહકો પુરુષ હતા.

‘લોખંડની જાળીને લીધે લોકો રિક્ષામાં બેસતા નથી’
ટીમે CNG માટે લાઈનમાં ઊભેલા પિંક ઓટોના ડ્રાઈવર રાજુ શર્મા સાથે વાત કરી. ઉત્તર પ્રદેશના રહેવાસી રાજુએ કહ્યું, હું નોકરીની શોધમાં વર્ષ 2015માં નોઈડા આવ્યો હતો. અહીં રિક્ષા ભાડે લઈને ચલાવવા લાગ્યો. બે વર્ષ પહેલાં એક સેકન્ડ હેન્ડ પિંક ઓટો અને પરમિટ લીધી. રાજુએ કહ્યું કે, વર્ષ 2016 પછીથી પરિવહન વિભાગે પિંક ઓટોને પરમિટ આપવાનું બંધ કર્યું હતું. તે સમયે નવી પરમિટ મળવી મુશ્કેલ હતી. ઓટોમાં આજુબાજુ લોખંડની જાળી છે એટલે લોકો જલ્દી બેસતા નથી. આ જાળી કાઢ્યા પછી હવે બેસે છે. હું રોજ 700થી 1000 રૂપિયાની કમાણી કરું છું.

‘કેદી જેવું લાગે છે’
મહિલા સવારીએ કહ્યું, મેડમ આ રિક્ષામાં બેઠા પછી અમે ચારેબાજુથી પેક થઈ ગયા હતા. અમને જેલમાં બેઠા હોય તેવું લાગતું હતું તેવામાં સુરક્ષિત નહીં પણ ડર વધારે લાગતો હતો. અન્ય એક મહિલાએ કહ્યું, આ પિંજરામાં કેદ હોય તેવું લાગતું હતું.

પ્રાયોરિટીમાં મહિલા સવારી, પુરુષો પણ બેસી શકે છે
નોઈડામાં સવારીની રાહ જોઈ રહેલા પિંક ઓટો ડ્રાઈવરે અશોક ચૌહાણે કહ્યું કે, હું વર્ષ 2011માં નોઈડા આવ્યો હતો. ત્યારથી રિક્ષા ચલાવું છું. વર્ષ 2016માં મને આ સ્પેશિયલ રિક્ષા માટે પરમિટ મળી ગઈ. જો કે, આ રિક્ષા મહિલા ડ્રાઈવર માટે હતી એટલે મહિલા સવારી પણ ઘણા કલાક પછી મળતી હતી. જો પુરુષને બેસાડતા તો પોલીસ મેમો ફાડતા હતા. હું માંડ 300 રૂપિયા કમાતો હતો, તેનાથી પરિવારનું ગુજરાન થતું નહોતું. પુરુષને રિક્ષામાં બેસાડવાની પરવાનગી મળી, પણ પ્રાયોરિટી તો મહિલાઓને જ આપવાની.

પિંક ઓટોની જરૂર કેમ પડી?
નિર્ભય ગેંગરેપ પછી દેશના ઘણા શહેરમાં મહિલાઓને સુરક્ષિત રાખવા માટે પિંક ઓટો અને બસ ચલાવવાની પહેલ કરવામાં આવી. આ વાહન સંપૂર્ણ ગુલાબી રંગના હોય છે. તેમાં કેમેરા, હેલ્પલાઇન નંબર, પેનિક બટન અને GPS ટ્રેકિંગ સિસ્ટમ પમ છે. તેની શરૂઆત 2013માં રાંચીમાં થઇ. એ પછી દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં પિંક ઓટો રસ્તા પર દોડતી દેખાઈ છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પહેલ
ગુજરાતમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું મેનેજમેન્ટ સંભાળતી ઓથોરિટીએ પિંક ઓટોની પહેલ કરી છે. કેવડિયા રહેવાસી જૈનિશ પ્રજાપતિએ કહ્યું કે, પિંક ઓટો પ્રોજેક્ટ માટે સ્થાનિક પ્રશાસને આદિવાસી મહિલાઓની પસંદગી કરી છે. તેમની ટ્રેનિંગ આપીને ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવડાવ્યું. હાલ કેવડિયામાં 10 પિંક ઓટો ચાલી રહી છે.

‘પિંક રિક્ષાની સેફ સફર’
ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના સેક્રેટરી અરુણ વાષ્ણેયે જણાવ્યું કે, શરૂઆતમાં 250થી 300 પરમિટ જાહેર કરવામાં આવશે. ટ્રાયલ પછી પિંક રેવોલ્યુશન લાવવા ઝડપથી કામ કરવામાં આવશે જેથી લોકોના મનમાં રિક્ષાને લઈને ડર ભાગી જાય. જે મહિલાઓએ અરજી કરી છે તેમની ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે. ટેસ્ટમાં પાસ મહિલાઓને પરમિટ મળશે.

અન્ય સમાચારો પણ છે...