વર્લ્ડ રેકોર્ડ:કૂતરાએ 12.38 ઈંચ લાંબા કાનના કારણે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લૂના કાનની લંબાઈ સામાન્ય કૂતરાઓ કરતાં ઘણી વધારે છે તેથી તેને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યો. - Divya Bhaskar
લૂના કાનની લંબાઈ સામાન્ય કૂતરાઓ કરતાં ઘણી વધારે છે તેથી તેને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યો.
  • કૂતરાનું નામ લૂ છે અને તેના કાનની લંબાઈ સામાન્ય કૂતરાની સરખામણી કરતા ઘણી વધારે છે
  • 3 વર્ષના કૂતરા લૂના કાનની લંબાઈ 12.38 ઈંચ છે

વિશ્વમાં એકથી એક અજીબોગરીબ રેકોર્ડ છે. આવો જ રેકોર્ડ અમેરિકામાં રહેતા એક કૂતરાના નામે નોંધાયો છે. કૂતરાનું નામ લૂ છે અને તેના કાનની લંબાઈ સામાન્ય કૂતરાની સરખામણી કરતા ઘણી વધારે છે. આ જ કારણે તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓના અનુસાર, 3 વર્ષના કૂતરા લૂના કાનની લંબાઈ 12.38 ઈંચ છે. લૂના કાનની લંબાઈ સામાન્ય કૂતરાઓ કરતાં ઘણી વધારે છે તેથી તેને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યો છે. લૂ ઓરેગનમાં પોતાના માલિકની સાથે રહે છે. તેના માલિકનું કહેવું છે કે, તે હંમેશાથી જાણતી હતી કે લૂના કાન અસાધારણ રીતથી લાંબા હતા, પરંતુ પહેલા તેને ક્યારેય માપ્યા નહોતા.

કાન કૂતરાને સુંદર બનાવે છે
કૂતરાના માલિક પેગ ઓલસેનના જણાવ્યા પ્રમાણે, તેને જ્યારે પહેલી વખત લૂને જોયો ત્યારે જ લૂ તેમને ગમી ગયો અને તેને એડોપ્ટ કરી લીધો. તે તેના લાંબા કાનને હંમેશાંથી નોટિસ કરતી હતા. આખરે કોરોના મહામારી દરમિયાન તેમને કાનની લંબાઈ માપવાનો નિર્ણય કર્યો. જ્યારે લૂના કાન માપવામાં આવ્યા તો તે 34 સેન્ટિમીટર એટલે કે 12.38 ઇંચ હતા. આખરે લૂનું નામ આ ઉપલબ્ધિ માટે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગયું. બ્લેક અને ટેન કલરના લૂના કાનની લંબાઈ તેની સુંદરતા વધારે છે.

ડોગ શોનો વિનર રહી ચૂક્યો છે લૂ
પેગ ઓલસેન જાતે એક પશુ ચિકિત્સાકર્મી છે. તેનું કહેવું છે કે લૂની પ્રજાતિના કૂતરાના કાન બીજા કૂતરાની તુલનામાં લાંબા અને મોટા હોય છે. તેમનું કહેવું છે કે લૂના લાંબા કાન તેના માટે કોઈ શારીરિક સમસ્યા નથી. જે પણ તેને જુએ છે તેના લાંબા કાનને સ્પર્શ કરે છે અને તેની તરફ આકર્ષિત થઈ જાય છે. ઓલસેન જણાવે છે કે, તેને કૂતરો ડોગ શોમાં ભાગ લે છે. તે અમેરિકન કેનેલ ક્લબ અને રેલી ઓબેડિયન્સમાં ખિતાબ જીતી ચૂક્યો છે.