કૂતરાંને પાલતુ પ્રાણી તરીકે રાખવું એ જીવનની સૌથી આનંદદાયક બાબતોમાંની એક હોઈ શકે છે, કારણકે કૂતરાં સાથે દિવસ ક્યારેય બોરિંગ હોતો નથી, તે તમને હંમેશા સાથ આપે છે અને તેની નાની-નાની રમતોથી તમને મનોરંજન પૂરું પાડે છે. જ્યારે કૂતરાંઓ તેમના માલિક પ્રત્યે ખૂબ જ પ્રેમ અને સ્નેહ દર્શાવે છે ત્યારે તેના માલિકની પણ તેના પ્રત્યે એક મોટી જવાબદારી છે. પાલતુ પ્રાણીના માતા-પિતા જાણે છે કે, જો તેમને ક્યાંક બહાર જવું હોય તો કૂતરાંને ઘરે એકલું છોડીને જવું કેટલું મુશ્કેલ સાબિત થઈ શકે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, એક જવાબદાર કૂતરાંના માલિક કેવી રીતે બનવું?
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ postothezippypuppy દ્વારા 15 મેના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેને અત્યાર સુધીમાં 1.7 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે પાલતુ કૂતરાંના માતા-પિતા તેનો કૂતરો બીમાર પડતાં તેની સાર-સંભાળ રાખવા માટે પરિવારના એક મહત્વપૂર્ણ લગ્ન ચૂકી ગયા હતા. આ વીડિયોમાં વોઈસઓવર દ્વારા સમજાવવામાં આવે છે કે, કૂતરાંના માતા-પિતા કોલકાતામાં પરિવારના એક સભ્યના લગ્નમાં જવા માટે તૈયાર હતા. તેમનો 'પોસ્ટો' નામનો કૂતરો છેલ્લી ઘડીએ બીમાર પડી ગયો અને લગ્નમાં જવાની યોજના રદ થઈ. પોતાના પાલતું પ્રાણીની તબિયત બગડતાં એક ભાઈ પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપી શક્યો નહોતો. કૂતરાને ચેપ લાગ્યો હતો અને તેણે કંઈપણ ખાવાની ના પાડી દીધી હતી.
'પેટ પેરેન્ટિંગ' એક મોટી જવાબદારી.. તમને શું લાગે છે? વીડિયોના કેપ્શનમાં આ લાઈન લખવામાં આવી છે. 'એકદમ સાચી વાત.. પાલતુ પ્રાણીનું પેરેન્ટિંગ સરળ નથી... તે એક મોટી જવાબદારી છે! બાબાને સલામ' એક ઇન્સ્ટાગ્રામ યુઝરે ટિપ્પણી કરી. 'બિલકુલ.તમારું પોસ્ટો ઝડપથી સાજું થાય.' બીજાએ લખ્યું, 'તમારા પરિવારને ખૂબ જ પ્રેમ.' એક ત્રીજી વ્યક્તિએ ટિપ્પણી કરી, 'દરેક પાલતુ પ્રાણીને આવા માતા-પિતા મળવા જોઈએ... પોસ્ટો બેટા, જલદી સાજો થઈ જા.' તમે આ વીડિયો વિશે શું વિચારો છો?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.