આજે લોકોમાં ઓનલાઇનનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે, એમાં પણ હવે કોરોના મહામારી પછી તો કંકોત્રીઓ પણ ઓનલાઇન મોકલવામાં આવી રહી છે. હવે લગ્નની સીઝન ચાલુ થઇ ગઇ છે, તમને પણ કંકોત્રીઓ તો આવી જ હશે તો શું તમને પોસ્ટમેન તમારા ઘરે લગ્નની કંકોત્રી લઇને લાવ્યો છે કે પછી તમને વોટ્સએપ, મેઇલ કે મેસેન્જર પર મેસેજ કંકોત્રી આવી છે? અથવા કોઈ સંબંધીએ પોતે આવીને લગ્નમાં આવવાની ધમકી આપી છે.
લગ્નની કંકોત્રીની વાત કરવામાં આવે તો આજે પત્રિકાનો ચહેરો સાવ બદલાઈ ગયો છે. આ લગ્ન પત્રિકાના અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને સમાજશાસ્ત્ર બધા વિશે વિગતે જાણીએ. મોટાભાગે લગ્નનું નિમંત્રણ કંકોત્રી દ્વારા જ આપવામાં આવતું હોય છે, પરંતુ આજના 5Gના યુગમાં પણ લોકો ગણેશજીની સુંદર તસવીરો અને અને સંસ્કૃત મંત્રોના સુંદર તસવીરોવાળી કંકોત્રીનું આકર્ષણનું કેન્દ્ર છે.
છોકરાનાં લગ્નમાં સોપારી અને છોકરીનાં લગ્નમાં પીળા ચોખા મોકલવામાં આવે છે.
દેશમાં લગ્ન પત્રિકાના આગમન પહેલાં આમંત્રણ મોકલવાની ઘણી સ્વદેશી રીતો હતી. જેમ કે ઉત્તર ભારતનાં ગામડાંઓમાં કંકોત્રી આપવાનું કામ વાળંદ કરતા હતા.
વાળંદ ઘરે ઘરે જઈને લગ્ન માટે લોકોને આમંત્રણ આપતો અને આ સાથે તે વર-કન્યાના પરિવાર, ગામ, અને આર્થિક સ્થિતિ વિશે માહિતી આપતો હતો. જો કે ઘણી વાર આ માહિતી ચર્ચાનો મુદ્દો પણ બની જતી હતી
જૂના જમાનામાં વાળંદ કોઈની પ્રતિષ્ઠા સાચવવામાં કે ખરાબ કરવામાં અગત્યની ભૂમિકા ભજવતા હતા
મૌખિક આમંત્રણની સાથે-સાથે વાળંદ છોકરાના લગ્નમાં સોપારી અને છોકરીના લગ્નમાં પીળા ચોખા આપતા. તેના વળતર રૂપે તેને દરેક ઘરમાંથી અનાજ અને પૈસા મળતા હતા. હજુ પણ ઘણી જગ્યાએ વાળંદ લગ્નની કંકોત્રી પહોંચાડે છે .
પત્ર મોકલીને જાણ કર્યા બાદ કંકોત્રી મોકલવાની પ્રથા
મૌખિક રીતે જાણ કર્યા બાદ પત્રના રૂપમાં આમંત્રણ આપવામાં આવતું હતું .સગા- સંબંધીઓમાં છોકરા કે છોકરીનાં લગ્ન નક્કી કરવાની વાત આ રીતે મૂકવામાં આવતી હતી.
પત્રમાં લખવામાં આવ્યું હોય કે આપને લગ્નની કંકોત્રી પણ મોકલવામાં આવશે , પહેલાં માત્ર પત્ર મોકલે તો એવું માનવામાં આવતું કે લગ્નમાં આમંત્રણ આપવાની સામેવાળા પક્ષની લગ્નમાં બોલાવવાની ઈચ્છા નથી.
આગળ વધીએ તે પહેલાં કંકોત્રીના સમાજશાસ્ત્રને સમજીએ
નદી, દેવી- દેવતાઓ અને પૂર્વજોને પણ લગ્ન પત્રિકા મોકલવામાં આવતી
જ્યારે કંકોત્રી બનીને આવે ત્યારે પરિવારના સભ્યો સાથે મળીને પત્રિકા ગણેશજીનાં ચરણોમાં મૂકે છે. ત્યાર બાદ પિતૃઓને, કુળદેવતા, ગ્રામદેવતા ઘરના પૂજાસ્થાન પર કંકોત્રી રાખવામાં આવે છે.
કેટલાક વિસ્તારોમાં, સ્થાનિક નદીઓ અને મંદિરોમાં પણ કંકોત્રી મૂકવાની પ્રથા છે. પત્રિકા પર સામાન્ય રીતે દેવી- દેવતા અથવા નદીનું નામ લખવામાં આવે છે.
આ પરથી ખબર પડે છે કે, આપનું સામાજિક જીવન પર્યાવરણ અને પ્રકૃતિ સાથે સુમેળમાં ચાલે છે અને સમગ્ર શુભ પ્રસંગને સફળ બનાવવા તેમની પાસેથી આશીર્વાદ માગવામાં આવે છે.
મિત્રનાં ઓનલાઈન શુકન
લગ્ન હોય અને કોઈ ફુવા મોં ન ચઢાવે તો લગ્નની મજા જ અધૂરી રહી જાય છે. તેઓ ભલે કામ એક પણ ન કરે પણ તેમ છતાં સૌથી વધારે વ્યસ્ત હોય અને લગ્ન ભલે સુખરૂપ સંપન્ન થાય પણ ખરી ફુવાના ચહેરા પરનો સોજો વર્ષો સુધી ના ઉતરે. એક મિત્રએ ઓનલાઇન કંકોત્રી મોકલી તો શુકનના પૈસા પણ મિત્રએ ઓનલાઇન જ ટ્રાન્સફર કરી દીધા.
તમામ પ્રકારની ડિજિટલ ટેક્નોલોજીનો યુગ હોવા છતાં શું તમને લાગે છે આજના સમયમાં ભારતીય લોકો કંકોત્રી વગર જ લગ્ન પતાવી શકે? ના, આ વાત શક્ય નથી.
12 વર્ષ પહેલાં વોટ્સએપ પર કંકોત્રી મોકલવાની શરૂઆત કરી
2009થી આપણા જીવનના વોટ્સઅપનો પ્રવેશ થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. ભાગદોડ ભરેલા જીવનમાં લોકોએ સમયના અભાવ અને મુસાફરીથી બચવા માટે વોટ્સએપ પર કંકોત્રી મોકલવાનું શરુ કર્યું અને એટલું જ નહીં વ્હોટ્સએપ પર કાર્ડ મોકલ્યા બાદ પણ જો 4 વખત ફોન ન કરી તો આમંત્રણ અધૂરું લાગે .
વર્ષ 2019માં હિસારમાં એક યુવકને તેના મિત્રે વોટ્સએપ લગ્ન પત્રિકા મોકલી હતી અને મિત્રને આ વાતનું એટલું માઠું લાગી ગયું કે તેને વોટ્સએપ પર લગ્નનો ચાંદલો મોકલાવી આપ્યો છે. આ સમગ્ર ઘટનાનો ફોટો લાંબા સમય સુધી સોશિયલ મીડિયા પર ફરતો રહ્યો હતો .
આજકાલ વર્ચ્યુઅલ લગ્નની કંકોત્રી પણ ચલણમાં છે એપમાંથી જાતે જ ડિઝાઇન કરી શકાય
જો કે કેટલાક સંબંધીઓ વોટ્સએપ પર કંકોત્રી જોઈને ચોક્કસ નારાજ થાય છે, પરંતુ બીજી તરફ નવી પેઢીમાં આ ચલણ ઘણું વધ્યું છે. દિલ્હીના ચાંદની ચોકમાં કાર્ડ ડિઝાઇનિંગની ઘણી દુકાનો છે, જ્યાં ફક્ત 500 થી 1000 રૂપિયાના નજીવા દરે કંકોત્રી ડિઝાઇન કરી આપે છે.
ગ્રાફિક ડિઝાઇનર અને વેડિંગ ફોટોગ્રાફર બિજેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર જેને ઇ-કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે
સામાન્ય રીતે પીડીએફ અથવા વીડિયો ફોર્મેટમાં દુલ્હા અને દુલ્હનનના ફોટાઓથી શણગારેલા વિડિયોમાં મંત્રો અને રોમેન્ટિક ગીતો પણ ઉમેરવામાં શકાય છે, ફક્ત એક વીડિયો તમે ઇચ્છો તેટલા લોકોને મોકલી શકો છો
એવી ઘણી એપ્લિકેશન ઉપલબ્ધ હોય છે જેનાથી કંકોત્રી ઓનલાઇન તૈયાર કરી શકાય છે.
વર્ચ્યુઅલ અને અસલી કંકોત્રીમાં ઘણો તફાવત જોવા મળે છે
શું આવનારા સમયમાં કંકોત્રીનું સ્થાન વર્ચ્યુઅલ વેડિંગ કાર્ડ લઇ શકશે? આનો પ્રશ્નનો જવાબ આપતા બિજેન્દ્ર કહે છે- વર્ચ્યુઅલ કાર્ડ સસ્તું અને મોકલવામાં સરળ છે. તેમ છતાં બહુ ઓછા લોકો આ પ્રકારની પત્રિકા બનાવડાવે છે. વોટ્સએપ પર મોકલવામાં આવેલી પત્રિકા ઘણા ફોરવર્ડ કરેલા મેસેજના કારણે ધ્યાને આવતી નથી અને અવગણી શકાય છે , આ ઉપરાંત દરેક વર્ચ્યુઅલ કાર્ડ પર મહેમાનનું નામ લખવું શક્ય નથી.
ગેરફાયદો પણ છે કે તે વ્યક્તિના લગ્નમાં હાજરી કદાચ ના પણ આપે.
આજકાલ પેપર કાર્ડ પ્રિન્ટ કરાવે તેવું ચલણ ચાલે છે, તેમજ દુકાનદાર પાસેથી તેની સોફ્ટ કોપી લઈને દૂર-દૂરના મિત્રો અને સંબંધીઓને વોટ્સએપ પર પત્રિકા મોકલે છે. ઘણા લોકો ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વર્ચ્યુઅલ કાર્ડ મોકલતા હોય છે ,જ્યાં તેમના હજારો મિત્રો છે. કારણ કે તેઓ જાણે છે કે મોટાભાગના લોકો આ કાર્ડ્સને ગંભીરતાથી લેતા નથી અને પોતાને આમંત્રિત માનતા નથી.
કંકોત્રીમાં પણ રાજકારણ તો ક્યાંક મોદીની તસવીર
છેલ્લા ઘણા સમયથી કંકોત્રી આમંત્રણની સાથે અભિવ્યક્તિનું એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે. ઘણા લોકો કંકોત્રીમાં પણ રાજકારણ લાવે છે.ખેડૂત આંદોલન દરમિયાન હરિયાણા, પંજાબ અને પશ્ચિમ યુપીમાં કંકોત્રી પર આંદોલન સંબંધિત સૂત્રો લખવામાં આવ્યા હતા. તો ઘણી જગ્યાએ ભાજપના લોકોને લગ્નમાં આવવાની જ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી.તો બીજી તરફ બીજેપીના એક સમર્થકની લગ્નની કંકોત્રી પાર પીએમ મોદીની તસવીર છાપવામાં આવી હતી, એ જ રીતે કંકોત્રીમાં આજકાલ શાયરી અને ટહુકાની જગ્યાએ બાબા સાહેબ આંબેડકરના સુવિચારો જોવા મળે છે.
ડોક્ટરે દવાના પેકેટ પર, તો વકીલે કાયદાના પુસ્તક પર છપાવી લગ્નની કંકોત્રી!
લગ્નની કંકોત્રી છપાવ્યા પછી પણ લોકો તેમના વ્યવસાયમાંથી પાછા ફરી શકતા નથી. ડોક્ટરની દવાનાં પેકેટ પર તો વકીલ અને વકીલ કાયદાની પુસ્તક પર લગ્નની કંકોત્રી છપાવ્યાના સમાચાર પણ ચર્ચામાં રહે છે.
કેટલાક એવા પણ છે વ્યક્તિઓ છે કે જેમણે માચિસ બોક્સ પર આધાર કાર્ડ પર અને બોટલ પર લગ્નનાં કાર્ડ છપાવ્યાં છે .
બધાના ઘરમાં કાલું કાલું બોલતું બાળક હોય છે
આ મંત્રો વિના લગ્નની કંકોત્રી અધૂરી માનવામાં આવતી
શું તમને વિશ્વાસ આવશે કે ભારતીય લગ્નોમાં અભિન્ન ભાગ બની ગયેલી આ લગ્ન કંકોત્રી અંગ્રેજોની પરંપરા છે. 20મી સદી પહેલા આજની જેમ ભાગ્યે જ કોઈ લગ્નની કંકોત્રી ચંપાવત છપાવતા હતા. લગ્નની કંકોત્રી મોકલવી સ્વદેશી પરંપરા નથી પરંતુ અંગ્રેજો તેને ભારતમાં લાવ્યા હતા
15મી સદીમાં પ્રિન્ટીંગ પ્રેસ ઈંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું. આ સાથે જ કંકોત્રી છપાવવાનું શરુ થયું, શરૂઆતમાં તે શ્રીમંત અંગ્રેજો પૂરતું મર્યાદિત હતું. શ્રીમંતોને હાથથી બનાવેલા મોંઘી કંકોત્રી બનાવડાવતાં અને કંકોત્રી પર કીમતી નંગ લગાવતા હતા.
1980 સુધી સાદા કાર્ડનો ઉપયોગ થતો હતો, ઋષિ-નીતુના લગ્નની કંકોત્રી સફેદ હતી
કાગળ પર લખીને કે છાપીને આમંત્રણ મોકલવાની પ્રથા અંગ્રેજો દ્વારા ભારતમાં આવી. દેશમાં પોસ્ટલ વિભાગના આગમન પછી પોસ્ટ કાર્ડ દ્વારા લગ્નના આમંત્રણો મોકલવાનું ચલણ શરૂ થયું હતું
1970-80 સુધી દેશમાં રંગબેરંગી કંકોત્રી પ્રચલિત ન હતી. આ કંકોત્રીઓ માહિતીસભર અને સરળ હતી. તે ગામડાઓ સુધી પણ પહોંચી ન હતી.
પરંતુ ત્યાર બાદ કંકોત્રીઓનું ભારતીય કરણ થયું અને સૌ પ્રથમ, લગ્નના કાર્ડમાં તેજસ્વી રંગો આવ્યા. કંકોત્રીની અંદર ગણેશજી અને રાધા-કૃષ્ણને મુકવામાં આવ્યા અને મોરના પીંછાં, હાથી-ઘોડા અને પાલખીઓ સજાવીને કંકોત્રીઓને ભારતીય કન્યાની જેમ શણગારવામાં આવી હતી.
પાકિસ્તાનમાં નથી છપાતું કંકોત્રીમાં દુલ્હનનું નામ , રાજસ્થાનમાં દુલ્હનની દાદી-નાનીનું નામ છપાય છે
ભારતીય લોકોના લગ્નનની કંકોત્રીઓની ખાસિયત એ છે કે કંકોત્રીમાં બંને પરિવારોના સહિત વર અને વધુ પક્ષની સંપૂર્ણ માહિતી કંકોત્રી પર લખેલી હોય છે.
રાજસ્થાનના અનેક વિસ્તારોમાં યુવતીના મામા પક્ષના સભ્યોના નામ પણ કંકોત્રીમાં લખવામાં આવે છે. પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં સ્થિતિ સાવ વિપરીત છે, ત્યાં કંકોત્રીમાં કન્યાનું નામ શોધવાથી પણ નહિ મળે.છોકરી ની જગ્યાએ તેના પિતાનું નામ લખવામાં આવે છે . કંકોત્રી પર છોકરીનું નામ જે પરિવારો છપાવે છે તે પરિવારને આધુનિક વિચારસરણી વાળા માનવામાંઆવે છે.
લગ્નની કંકોત્રીનું સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિષે તો જાણ્યું હવે કંકોત્રીનું અર્થશાસ્ત્ર સમજીએ.
મુઘલોના સમયમાં આ જગ્યા રાજવીઓ માટે વૈભવી જગ્યા હતી.
જ્યારે દિલ્હી પર અંગ્રેજોનો કબજો હતો, ત્યારે મોગલિયા રાયસી અને કોઠા બંનેનો અંત આવ્યો હતો. દિલ્હી વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 1840માં અહીં પહેલું જથ્થાબંધ બજાર ખોલવામાં આવ્યું હતું. જેમાં પિત્તળ, તાંબુ, લોખંડ અને કાગળનું કામ કરવામાં આવ્યું હતું. પાછળથી, આ કાર્ડ 'હાર્ડવેર' તરીકે ઓળખાવા લાગ્યું હતું. તમને આ દિવસોમાં લગ્નની ઘણી કંકોત્રીઓ જોવા મળશે.અને શક્ય છે કે તમારા ઘરમાં લગ્ન હોય અને તમે કંકોત્રી આપવા માટે બહાર જાવ. આ વાર્તામાં, તમે ઇતિહાસ, અર્થતંત્ર અને સમાજશાસ્ત્ર જેવા કાર્ડના તમામ પાસાઓથી વાકેફ થયા છો. હવે પછી કંકોત્રી આપતી કે લેતી વખતે તમે આનંદ અનુભવશો અને સ્મિત સાથે લગ્નમાં હાજરી આપશો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.