સોશિયલ મીડિયામાં એક વ્હોટ્સએપ ચેટ વાઇરલ થઇ રહી છે, જેમાં સ્વિગીના ડિલિવરી બોયએ મહિલાને કહ્યું કે ' તમે ખુબ જ સુંદર છો', 'તમને યાદ કરી રહ્યો છું', 'આંખ બહુ જ સુંદર છે', આ પ્રકારના મેસેજ કરી રહ્યો છે. મહિલાએ આ મામલે સર્વિસ પ્રોવાઇડરએન ફરિયાદ કરી છે. યુઝર્સ ટ્વિટર પર સ્વિગીને આડે હાથ લઈ રહ્યા છે તો મહિલાને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી રહ્યા છે.
શું છે મામલો
ગુરુવારે, ટ્વિટર યુઝર્સ @prapthi_m એ ટ્વિટર પર સ્વિગીના ડિલિવરી બોયના મેસેજના સ્ક્રીનશૉટ્સ શેર કર્યા હતા, લખ્યું કે હું માનું છું કે દરેક મહિલાએ આવા મેસેજનો સામનો કરવો પડ્યો હશે. મંગળવારે રાત્રે @SwiggyInstamart તરફથી કરિયાણાની ડિલિવરી મળી હતી. આજે ડિલિવરી બોયએ મને વ્હોટ્સએપ પર અશ્લીલ અને ગંદા મેસેજ મોકલ્યા હતા, જેનાથી હું ડરી ગઈ હતી. આવું ન તો પહેલી વખત બન્યું છે કે ન તો છેલ્લી વખત.
ડિલિવરી બોયએ મહિલાને 'મિસ યુ લોટ', 'નાઇસ યોર બ્યુટી', 'નાઇસ બિહેવિયર' જેવા મેસેજ મોકલ્યા હતા.
કડક કાર્યવાહીની ખાતરી
શુક્રવારે શેર કરાયેલ અપડેટમાં, મહિલાએ લખ્યું છે કે સ્વિગીની ટીમ અને તેમની સીઈઓ ઓફિસે આ મામલે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. આવી ઘટના ફરી ન બને તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે.
ફૂડ ઓર્ડર કરતાં મહિલા ડરી જાય છે
મહિલાના ટ્વિટ મુજબ, આ પહેલીવાર નથી કે જ્યારે તેને કોઈ ડિલિવરી બોય દ્વારા હેરાન કરવામાં આવી હોય, પરંતુ આ વખતે મેં ફરિયાદ કરવાનું નક્કી કર્યું અને સ્વિગી સપોર્ટને ફરિયાદ કરી હતી. આ ઘટનાએ મને હચમચાવી નાખી છે અને હવે હું મોડી રાત્રે અથવા જ્યારે હું એકલી હોય ત્યારે ફૂડ ઓર્ડર કરતાં ડરું છું. ટ્વિટર પર કમેન્ટ કરનારાઓએ સ્વિગીને વિનંતી કરી છે કે, આવી ઘટના ફરીથી ન બને. તો તે જ સમયે, કેટલાક યુઝર્સ મહિલા દ્વારા થતી હેરાનગતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની વાત કરી રહ્યા છે.
યુઝર્સે મહિલાને ફરિયાદ નોંધાવવાની સલાહ આપી. સ્વિગી પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.