તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Who Is The Cute Kashmiri Girl Who Went Viral By Complaining To PM Modi About More Homework? Such Information Came Out

વાઇરલ વીડિયો:PM મોદીને વધુ હોમવર્કની ફરિયાદ કરીને વાઇરલ થનારી ક્યૂટ કાશ્મીરી ગર્લ કોણ છે? બહાર આવી માહિતી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ક્યૂટ કાશ્મીરી ગર્લે PM મોદીને વધુપડતા હોમવર્કની ફરિયાદ કરી. - Divya Bhaskar
આ ક્યૂટ કાશ્મીરી ગર્લે PM મોદીને વધુપડતા હોમવર્કની ફરિયાદ કરી.

31 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં છ વર્ષની એક ક્યૂટ કાશ્મીરી ગર્લ વધુપડતા હોમવર્કની ફરિયાદ સીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને કરી રહી હતી. મનોજ સિંહાએ આ વીડિયોની નોંધ લઇને સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને 48 કલાકની અંદર જ બાળકોનું હોમવર્ક ઘટાડવાનો આદેશ આપ્યો. ત્યારથી ચર્ચા ચાલુ થઈ કે આ ક્યૂટ ટેણી છે કોણ.

માહિરાનો વીડિયો તેના પિતાએ બે અઠવાડિયાં પહેલાં વ્હોટ્સએપમાં શૅર કરેલો.
માહિરાનો વીડિયો તેના પિતાએ બે અઠવાડિયાં પહેલાં વ્હોટ્સએપમાં શૅર કરેલો.

હવે માહિતી બહાર આવી છે કે આ છ વર્ષની સ્કૂલ ગર્લનું નામ માહિરા ઇરફાન છે, જે શ્રીનગરમાં રહે છે. છ વર્ષની માહિરા શ્રીનગરના અલોચીબાગ એરિયામાં આવેલી ‘મિન્ટો સર્કલ સ્કૂલ’માં ભણે છે. વીડિયોમાં માહિરાની ફરિયાદ હતી કે તેને બહુબધું ઓનલાઇન ભણવું પડે છે અને હોમવર્ક પણ કરવું પડે છે. દરઅસલ, માહિરાની સ્કૂલનું ઑફલાઇન એજ્યુકેશન છેક ઑગસ્ટ 2019માં કલમ-370ની નાબૂદી થઈ ત્યારથી વેરવિખેર થયેલું છે. ત્યાર બાદ માર્ચ, 2020થી કોરોનાને કારણે લૉકડાઉન આવ્યું અને સ્કૂલનું શિક્ષણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું અને ઑનલાઇન એજ્યુકેશન લેવાનો વારો આવ્યો.

માહિરા શ્રીનગરના અલોચીબાગ એરિયામાં આવેલી ‘મિન્ટો સર્કલ સ્કૂલ’માં ભણે છે.
માહિરા શ્રીનગરના અલોચીબાગ એરિયામાં આવેલી ‘મિન્ટો સર્કલ સ્કૂલ’માં ભણે છે.

માહિરાની સ્કૂલના સત્તાધીશોએ પણ સ્વીકાર્યું કે છેલ્લાં ત્રણ વર્ષથી તેમની સ્કૂલ બંધ પડી છે, જેથી ઓનલાઇન ક્લાસીસ સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.

ઘરમાં ‘માયરુ’ના લાડકા નામથી સંબોધાતી માહિરાનો આ વીડિયો બે અઠવાડિયાં પહેલાં તેના પિતાએ પોતાના મિત્રોને વ્હોટ્સએપમાં શૅર કર્યો હતો. ત્યારે તેમને ખ્યાલ નહોતો કે તેમની દીકરી ઇન્ટરનેટ સેન્સેશન બની જશે.

આ વીડિયો નમ્રતા વાખલુ નામની ટ્રાવેલ બ્લોગરે સોશિયલ મીડિયામાં શૅર કર્યો અને એને જમ્મુ-કાશ્મીરના લેફ્ટ. ગવર્નરે શૅર કરીને શિક્ષણ વિભાગને બે દિવસમાં હોમવર્ક ઘટાડવાનો આદેશ આપ્યો. આ સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગનો આદેશ પણ આવી ગયો કે પ્રી-પ્રાઇમરીના વર્ચ્યુઅલ ક્લાસ 30 મિનિટ અને પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓના વર્ચ્યુઅલ ક્લાસ 90 મિનિટથી વધારે ન હોવા જોઇએ. એ જ રીતે આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ દરરોજ 30-45 મિનિટનાં બે સેશનથી વધુ ન હોવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...