તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Customer Reached The Restaurant To Eat And Was Happy With The Waiter's Service And Gave Rs 7 Lakh In Tip, The Hotel Owner Got Emotional

ઉદારતા:રેસ્ટોરાંમાં 10 હજારનું બિલ ને 7 લાખની ટિપ, વેઇટરની સર્વિસ અને ગ્રાહકની ઉદારતા પર આખું ઇન્ટરનેટ ફિદા

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કસ્ટમર રેસ્ટોરાંમાં પહોંચ્યો.કસ્ટમરે આવીને ઓર્ડર કર્યો અને શાંતિથી ખાવાનું ખાધું જ્યારે બીલ આવ્યું તો તે વ્યક્તિએ 140 ડોલર એટલે કે 10,389 રૂપિયાના બીલની સામે વેઈટરને 7 લાખ રૂપિયાની ટિપ આપી. - Divya Bhaskar
કસ્ટમર રેસ્ટોરાંમાં પહોંચ્યો.કસ્ટમરે આવીને ઓર્ડર કર્યો અને શાંતિથી ખાવાનું ખાધું જ્યારે બીલ આવ્યું તો તે વ્યક્તિએ 140 ડોલર એટલે કે 10,389 રૂપિયાના બીલની સામે વેઈટરને 7 લાખ રૂપિયાની ટિપ આપી.
  • 10,389 રૂપિયાના બીલની સામે વેઈટરને 7 લાખ રૂપિયાની ટિપ આપી
  • કસ્ટમરની ઉદારતા જોઈને હોટેલ માલિક પણ ભાવુક થઈ ગયો

જ્યારે તમે રેસ્ટોરાંમાં જાવ છો તો વેઈટરની સર્વિસ જોઈને ટિપમાં તેને રૂપિયા આપો છો, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે સ્ટાફથી ખુશ થઈને ટિપમાં લાખો રૂપિયા આપ્યા હોય? હા, કંઈક આવું જ અમેરિકાના ફ્લોરિડાની એક રેસ્ટોરાંમાં જોવા મળ્યું છે. ફ્લોરિડાની એક રેસ્ટોરાંમાં એક કસ્ટમરે સ્ટાફને $10,000 ડોલર એટલે (લગભગ 7 લાખ 42 હજાર રૂપિયાથી વધારે)ની ટિપ આપી. સ્ટાફની સર્વિસ જોઈને કસ્ટમર ખુશ થઈ ગયો અને તેની મહેનતની પ્રશંસા કરવાની સાથે ટિપમાં આટલા બધા પૈસા આપ્યા.

આ ઘટના અમેરિકાના ફ્લોરિડાની છે. કસ્ટમર રેસ્ટોરાંમાં પહોંચ્યો.કસ્ટમરે આવીને ઓર્ડર કર્યો અને શાંતિથી ખાવાનું ખાધું જ્યારે બિલ આવ્યું તો તે વ્યક્તિએ 140 ડોલર એટલે કે 10,389 રૂપિયાના બિલની સામે વેઈટરને 7 લાખ રૂપિયાની ટિપ આપી.

1400 રૂપિયાના બિલની સામે 7 લાખની ટિપ
બ્રિટિશ ન્યૂઝ વેબસાઇટ ‘ડેઇલી મિરર’ના રિપોર્ટના અનુસાર, જ્યારે તે વ્યક્તિ રેસ્ટોરાં પહોંચ્યો તો તેને ખાવાનું બિલ માગ્યું. એણે મંગાવેલી વાનગીઓનું બિલ લગભગ 10,389 રૂપિયાનું હતું. બાદમાં તે વ્યક્તિએ આખા સ્ટાફને વાત કરવા માટે કહ્યું. ત્યાંના કર્મચારીઓ ડાઈનિંગ એરિયામાં ભેગા થયા, જ્યાં તે વ્યક્તિએ તેમના સારા કામની સાથે સખત મહેનત કરવા બદલ તેમનો આભાર માન્યો. Gainesvilleમાં રેસ્ટોરાં 'ધ વાહુ સીફૂડ ગ્રિલ'એ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી આ જાણકારી આપી હતી.

રેસ્ટોરાંનો માલિક ભાવુક થઈ ગયો
બધાની સાથે વાત કર્યા બાદ તે વ્યક્તિએ જાહેરાત કરી કે તે 10 વર્કરમાંથી પ્રત્યેકને 1,000 ડોલરની ટિપ આપશે. એટલે કે સ્ટાફના તમામ વર્કરને 10 હજાર રૂપિયાની ટિપ આપી. માલિક શોન શેફર્ડે પોતાની પોસ્ટમાં લખ્યું, આમ તો હું ઇમોશનલ વ્યક્તિ નથી, પરંતુ કસ્ટમરનું આ વર્તન જોઈને વાસ્તવમાં હું ઈમોશનલ થઈ ગયો. અમે બધા તેની ઉદારતાથી ઘણા ખુશ થઈ ગયા.