શિયાળામાં ત્વચાનું આ રીતે રાખો ધ્યાન:ત્વચાની પોપડી ઉતરી રહી છે આ ઉપયોગ કરવાથી નહીં થાય નુકસાન, તો ડાયટમાં પણ કરો ફેરફાર

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિયાળાની ફૂલ ગુલાબીની ઠંડીની શરૂઆત થઇ ગઈ છે. શિયાળામાં જો સૌથી વધુ સમસ્યા હોય તો તે છે સ્કિનની સમસ્યા. વાતાવરણ ઠંડુ હોવાને કારણે સ્કિન ડ્રાય અને ફ્લેકી થઇ જાય છે, તો વાતાવરણમાં ભેજ ન હોવાને કારણે સ્કિન પર ફાઈન લાઇન્સ, રિંકલ્સ, રેશિઝ થવા લાગે છે, ઘણાં લોકોની સ્કિન તો એટલી ડ્રાય થઇ જાય છે કે, ત્વચા પરથી પોપડી ખરવા લાગે છે. ફાઈન લાઈન્સ, કરચલીઓ, ફોલ્લીઓ શરૂ થઈ જાય છે. ઘણા લોકોની ત્વચા એટલી ડ્રાય થઈ જાય છે કે ત્વચાની પોપડી ઉતરવા લાગે છે. બ્યુટી એક્સપર્ટ શહનાઝ હુસૈન જણાવી રહ્યા છે, શિયાળામાં ડ્રાય ફ્લેકી સ્કિનથી છુટકારો મેળવવાના સરળ ઉપાય.

જેમ-જેમ ઋતુમાં ફેરફાર થાય છે તેમ તેમ સ્કિનમાં પણ ફેરફાર થાય છે, તેથી શિયાળામાં ત્વચાનું ખાસ ધ્યાન રાખો.

શિયાળામાં ડ્રાય-ફ્લકી સ્કિનથી બચવા માટે ખાસ ધ્યાન રાખો...

ડ્રાય સ્કિન પર ઠંડી હવાઓની અસર સૌથી વધુ જોવા મળે છે, અને શિયાળામાં ત્વચા રુક્ષ થઇ જાય અને ત્વચાની પોપડી ઉતરવા લાગે છે. જો તમારી ત્વચા ડ્રાય હોય તો શિયાળામાં સાબુનો ઉપયોગ ટાળો. એલોવેરા ધરાવતી ક્લીન્ઝિંગ ક્રીમ અથવા જેલનો ઉપયોગ કરો. એલોવેરા બેસ્ટ મોઈશ્ચરાઈઝર અને એન્ટીઓક્સીડેન્ટ છે. લોશનને બદલે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમનો ઉપયોગ કરો.

તડકામાં જતા પહેલા હાઈ એસપીએફ 40 વાળું સનસ્ક્રીન લગાવો. ત્વચાને હંમેશા મોઈશ્ચરાઈઝ રાખો અને મેકઅપ દરમિયાન મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. ક્રીમને દૂર કરવા માટે ભીના રૂનો ઉપયોગ કરી શકો છો. ત્વચાની ચમક માટે દરરોજ મોઈશ્ચરાઈઝ લગાવો, જેનાથી સ્કિન સોફ્ટ રહેશે. ત્વચાને સન ટેન અને ભેજથી બચાવવા માટે સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર બંનેનો દરરોજ ઉપયોગ કરો.

રાતે સૂતા પહેલાં સ્કિનને સાફ કર્યા બાદ નાઈટ ક્રીમનો ઉપયોગ કરવાથી સ્કિન સારી રહેશે.

આંખની આસપાસ સ્ક્રીન ડ્રાય થાય છે તો ફાઇનલાઇન્સ, કરચલની સંભાવના વધી જાય છે. તેથી સૂતા પહેલાં આઈ ક્રીમ લગાવવાનું ન ભૂલો.

હોઠની સ્કિન બહુ જ પાતળી હોય છે. ઓઇલ ગ્લેડ્સ ન હોવાને કારણે ઠંડી હવાની અસર સૌથી વધુ હોઠ પર જોવા મળે છે. ક્લિઝિંગ જેલનો ઉપયોગ કરીને જ લિપસ્ટિક હટાવવી જોઈએ. ક્લિઝિંગ કર્યા બાદ હોઠપર શુદ્ધ બદામનું તેલ લગાવવાથી ફાયદો થાય છે, હોઠ સોફ્ટ બને છે. જો બદામનું તેલ ન હોય તો તમે લિપબામ પણ લગાવી શકો છો. તો ઘરગથ્થુ ઉપચાર તરીકે તમે દૂધની મલાઈ પણ ટ્રાય કરી શકો છો.

તો હેલ્ધી સ્કિન માટે તમે શિયાળામાં ડાયટમાં વિટામિન સીથી ભરપૂર વસ્તુઓ જેવી કે, સંતરા, મોસંબી, લીંબુને પણ સામેલ કરી શકો છો. આ સિવાય તમે લીલા શાકભાજી, ડ્રાયફ્રૂટ્સ પણ સામેલ કરી શકો છો.