• Gujarati News
  • Lifestyle
  • The Couple's Intimate Scene Went Viral On Social Media Due To A Mistake, The Woman's Father Also Watched The Video

અમેરિકા:એક ભૂલના કારણે કપલનો ઈન્ટિમેન્ટ સીન સો.મીડિયા પર વાઈરલ થયો, મહિલાના પિતાએ પણ વીડિયો જોઈ કાઢ્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
જ્યારે મહિલા બેડરૂમમાં પોતાની અંગત પળોને મોબાઈલમાં કેદ કરી રહી હતી, ત્યારે ભૂલથી તેને ફેસબુક લાઈવ કરી દીધું. - Divya Bhaskar
જ્યારે મહિલા બેડરૂમમાં પોતાની અંગત પળોને મોબાઈલમાં કેદ કરી રહી હતી, ત્યારે ભૂલથી તેને ફેસબુક લાઈવ કરી દીધું.
  • મહિલા બેડરૂમમાં પોતાની અંગત પળોને મોબાઈલમાં કેદ કરી રહી હતી
  • વીડિયોને લગભગ 46 લોકોએ જોયો

અમેરિકામાં રહેતી મહિલાને પોતાની અંગત પળોને રેકોર્ડ કરવાનું ભારે પડ્યું. રેકોર્ડિંગ દરમિયાન તેનાથી એક એવી ભૂલ થઈ ગઈ કે જેના કારણે તે શરમમાં મૂકાઈ ગઈ. મહિલાએ સોશિયલ મીડિયા પર જ્યારે આ ઘટના વિશે જાણકારી આપી તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં મહિલા પોતાના પાર્ટનરની સાથે પસાર કરેલી અંગત પળોને હંમેશાં સાચવીને રાખવા માગતી હતી. તેના માટે તેને કેમેરા ઓન કરી દીધા અને પાર્ટનરની સાથે ઈન્ટિમેટ થવા લાગી. ત્યારે એક એવી ભૂલ થઈ ગઈ જેના કારણે તેણે શરમનો સામનો કરવો પડ્યો.

બેડરૂમ સીન અચાનક લાઈવ થયો
રિપોર્ટ્સના અનુસાર, જ્યારે મહિલા બેડરૂમમાં પોતાની અંગત પળોને મોબાઈલમાં કેદ કરી રહી હતી, ત્યારે ભૂલથી તેને ફેસબુક લાઈવ કરી દીધું. બાદમાં મહિલાએ ખુદ આ વિશે જાણકારી આપી. તેને સોશિયલ મીડિયા પર પોતાની આપબીતી વર્ણવી. તેને જણાવ્યું કે એક ભૂલના કારણે તેને શરમનો સામનો કરવો પડ્યો. તે પોતાની અંગત પળોને કેમેરામાં રેકોર્ડ કરી રહી હતી ત્યારે અચાનક ફેસબુક પર લાઈવ શરૂ થઈ ગયું. તે એક અઠવાડિયા સુધી રડતી રહી અને બાદમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું.

પિતાએ પણ લાઈવ વીડિયો જોયો
મહિલાએ જણાવ્યું કે, તેના ફેસબુક લાઈવને લગભગ 46 લોકોએ જોયો છે, જેમાં તેના પિતા પણ સામેલ હતા. આ ભૂલના કારણે મહિલા એટલી બધી ભાંગી પડી કે તે એક અઠવાડિયા સુધી ઘરની બહાર ન નીકળી અને રડતી રહી. મહિલાએ કહ્યું કે, મેં મારો ફોન લોક કર્યા વગર જ રાખી દીધો હતો અને રોમાન્સ કરવા લાગી. ખબર જ ના પડી કે ક્યારે ફેસબુક લાઈવ શરૂ થઈ ગયું.

ઘણા દિવસ સુધી તે આંખ મિલાવી શકી નહીં
સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને લઈને વિવિધ પ્રકારની કમેન્ટ કરી છે. કેટલાક યુઝર્સે કહ્યું તેમને નવા પ્રકારના જોખમ વિશે ખબર પડી ગઈ છે, તો કેટલાક યુઝર્સે કહ્યું હવે અમે ભવિષ્યમાં સાવધ રહીશું. મહિલાનું કહેવું છે કે ઘટના બાદ તે ઘણા સમય સુધી પોતાના પિતાની સમક્ષ આંખ મિલાવી શકી નહોતી.

મહિલાએ કહ્યું કે, “મને લાગ્યું કે મારું જીવન હવે પૂરું થઈ ગયું છે,” મહિલાએ માતા સમક્ષ પોતાની ભૂલ કબૂલ કરી. મારા પિતાએ મારાથી નારાજ ન થઈને મને સપોર્ટ કર્યો અને તેને ભૂલ ગણાવી. મહિલાએ જણાવ્યું કે જ્યારે તે ફેસબુક બ્રાઉઝ કરી રહી હતી ત્યારે તેના પતિએ અચાનક કિસ કરવાનું શરૂ કરી દીધું જેના પછી બંને ઈન્ટિમેટ થઈ ગયા. વીડિયોમાં કોઈ સેક્સ સીન રેકોર્ડ નથી થયો પરંતુ કપલના રોમાન્સ વખતે જે અવાજ આવી રહ્યો હતો તે મોટેથી અને સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો.