• Gujarati News
  • Lifestyle
  • The Couple Won The Lottery For Rs 31 Crore But Did Not Get The Lottery Money And The Couple Got Divorced.

અનલકી કપલ:કપલને 31 કરોડની લોટરી લાગી પરંતુ લોટરીના પૈસા ન મળ્યા અને પતિ-પત્નીની વચ્ચે છૂટાછેડા થઈ ગયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્રિટનમાં એક લોટરી ટિકિટ પતિ-પત્નીની વચ્ચે છૂટાછેડાનું કારણ બની ગઈ. - Divya Bhaskar
બ્રિટનમાં એક લોટરી ટિકિટ પતિ-પત્નીની વચ્ચે છૂટાછેડાનું કારણ બની ગઈ.
  • લોટરી ટિકિટ પતિ-પત્નીની વચ્ચે છૂટાછેડાનું કારણ બની
  • બન્નેને બ્રિટનના સૌથી અનલકી કપલ જાહેર કરવામાં આવ્યાં

બ્રિટનમાં એક લોટરી ટિકિટ પતિ-પત્નીની વચ્ચે છૂટાછેડાનું કારણ બની ગઈ. હકીકતમાં કપલને 3 મિલિયન પાઉન્ડ (લગભગ 31 કરોડ રૂપિયા)ની લોટરી લાગી હતી. પરંતુ જીતીને પણ બન્ને હારી ગયાં છે. તેનું કારણ લોટરી ટિકિટનું ન મળવું છે. બન્નેએ અદાલતનો દરવાજો પણ ખટખટાવ્યો, પરંતુ કોઈ રાહત ન મળી. લોટરી કંપનીએ કહ્યું કે ઈનામની રકમ મેળવવા માટે ટિકિટ લાવવી જરૂરી છે. કપલ ટિકિટ ન આપી શક્યું માટે પ્રાઈઝની મની તેમને ન આપવામાં આવી.

કપલ ટિકિટ ન આપી શક્યું, માટે પ્રાઈઝની મની તેમને ન આપવામાં આવી
કપલ ટિકિટ ન આપી શક્યું, માટે પ્રાઈઝની મની તેમને ન આપવામાં આવી

કંપનીએ આપ્યો નિયમોનો હવાલો
મિરરના રિપોર્ટ અનુસાર, મોર્ટિન અને ટોટને 2001 નેશનલ લોટરી ડ્રોના છ મહિના બાદ ખબર પડી કે તેમને 3 મિલિયન પાઉન્ડનું ઈનામ લાગ્યું છે. ત્યાર બાદ તેમણે લોટરી કંપનીનો સંપર્ક કર્યો, પરંતુ બન્ને મૂળ ટિકિટ બતાવી શક્યાં નહીં. તેમણે કમ્પ્યુટર રેકોર્ડ વગેરે આપીને એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે વિજેતા ટિકિટ તેમની હતી, પરંતુ કંપનીએ નિયમોનો હવાલો આપતાં ચૂકવણી કરવાની ના પાડી.

કોર્ટમાં દલીલ કામ ન આવી
કંપનીએ ના પાડ્યા બાદ બન્નેએ કોર્ટની મદદ લીધી. ઘણા સેલિબ્રિટિઝે પણ તેમના પક્ષમાં અપીલ કરી, પરંતુ લોટરી કંપની પોતાની વાત પર અડગ રહી. આ ઘટનાને લઈને કંપની વચ્ચે મતભેદ થઈ ગયો અને છેલ્લે હવે બન્નેએ પોતાના સંબંધનો અંત લાવી દીધો. બન્નેને બ્રિટનના સૌથી અનલકી કપલ જાહેર કરવામાં આવ્યાં છે. કોર્ટે કપલને કહ્યું કે તેમની અસલી ટિકિટ ખોવાઈ ગઈ છે, પરંતુ તેમણે પોતાના સ્થાનિક વિક્રેતા પાસેથી ટિકિટ ખરીદવાના કમ્પ્યૂટરાઈઝ્ડ રેકોર્ડ રજૂ કર્યા હતા. તેના પર કંપનીએ તર્ક આપ્યો કે નિયમો અનુસાર ટિકિટ ખોવાઈ જવાના 30 દિવસની અંદર તેની જાણ કરવી જોઈએ પરંતુ આ કેસમાં આવું ન થયું.

ટિકિટ ખોવાઈ જવાના કારણે પતિ-પત્નીમાં અણબનાવ વધી ગયો હતો.
ટિકિટ ખોવાઈ જવાના કારણે પતિ-પત્નીમાં અણબનાવ વધી ગયો હતો.

કપલની વચ્ચે અણબનાવ વધી ગયો
રિપોર્ટના અનુસાર, ટિકિટ ખોવાઈ જવાના કારણે પતિ-પત્નીમાં અણબનાવ વધી ગયો હતો. તેના કારણે બંનેએ બ્રેકઅપ કરી લીધું. બંનેને બ્રિટનમાં અનલકી કપલ તરીકે ઓળખવામાં આવી રહ્યાં છે. જો કે, કોર્ટમાં કેસ હારી ગયા બાદ ટોટે કહ્યું કે, તેને પૈસા ન મળવાનું દુઃખ જરૂરથી થયું છે, પરંતુ તેનાથી તેનું જીવન અટકશે નહીં. તેને કહ્યું, 'ખબર નહીં કે લોટરીના પૈસા તેમના જીવનમાં ખુશી લાવી શક્યા હોત કે નહીં.'