તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Couple Was Annoyed By Guest Absence At The Reception Despite Spending Behind The Guest; Send Them Bill

જો જો આવી ભૂલ ન કરતા:મહેમાન પાછળ ખર્ચો કર્યો હોવા છતાં રિસેપ્શનમાં તેમની ગેરહાજરીથી કપલને ગુસ્સો આવ્યો; ₹17,000નું બિલ ફટકાર્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના શિકાગોમાં રહેતા ડાઉગ અને ડેડ્રાએ મહેમાનને બિલ મોકલ્યું
  • તેમની સીટ કન્ફર્મ થઈ હોવા છતાં મહેમાને હાજરી ન આપતા કપલને ગુસ્સો આવ્યો
  • કપલે મહેમાન પર કરવામાં આવેલાં ખર્ચાનું બિલ મોકલી ઓનલાઈન પેમેન્ટ કરવા કહ્યું

અમેરિકાનું એક કપલ તેમનાં વેડિંગ રિસેપ્શન ડિનરમાં મહેમાનની ગેરહાજરીથી સખત નારાજ થયું. તેમની નારાજગી એટલી વધી કે તેમણે મહેમાનના ડિનરના પૈસાનો ખર્ચો તેમની પાસેથી માંગ્યો. ડાઉગ અને ડેડ્રાએ ડિનર અટેન્ડ ન કરનાર મહેમાનને $240 (આશરે 17,600 રૂપિયા)નું બિલ ફટકાર્યું.

કારણ જણાવી કપલે પૈસા માગ્યા
આ બિલનું ટાઈટલ 'No Call, No Show Guest' અર્થાત વેડિંગ રિસેપ્શનમાં ન હાજરી ન આપવા માટે અને તે અંગે ફોન ન કરવા માટે રાખ્યું છે. કપલે બિલમાં કારણ પણ જણાવ્યું છે કે શા માટે તેઓ પૈસા માગી રહ્યા છે.

ઈન્વોઈસમાં લખવામાં આવ્યું છે કે, આ બિલ એટલા માટે મોકલવામાં આવ્યું કે તમે ડિનરમાં હાજર રહેવા માટે તમારી સીટ કન્ફર્મ કરી હતી. આ રકમ તેના જ પૈસા છે. તમે અમને ન તો કોલ કર્યો કે ન અગાઉથી કોઈ જાણ કરી કે તમે કોઈ કારણોસર આ ફંક્શનમાં હાજર રહેવાના નથી. આ એ જ રકમ છે જે અમે તમારા માટે ખર્ચી હતી.

કપલે આ અમાઉન્ટ કેવી રીતે ચૂકતે કરવી તે પણ જણાવ્યું છે. ઈન્વોઈસમાં ગેરહાજર રહેનારા મહેમાનને પેમેન્ટ માટે Zelle અને PayPalનો ઓપ્શન અપાયો છે.

કોઈ બીજાના ભાગના પૈસા દુલ્હો પોતાના ખિસ્સાંમાંથી આપવા નહોતો માગતો
નવાઈની વાત તો એ છે કે આ ઈન્વોઈસને નંબર 1 ક્રમાંક અપાયો છે. તેના પરથી અંદાજો લગાવી શકાય કે કપલે લિસ્ટ બનાવ્યું હશે અને અન્ય ગેરહાજર મહેમાનોને પણ આ રીતે બિલ ફટકાર્યું હશે. દુલ્હાનું કહેવું છે કે, કદાચ તેનું આ વલણ અવ્યવહારિક હોઈ શકે છે પરંતુ તે એટલો પણ તુચ્છ નથી કે કોઈ બીજા કોઈના પૈસા પોતાના ખિસ્સાંમાંથી કાઢે.

કપલે બિલ મોકલીને વિચિત્ર કામ એટલા માટે કર્યું કારણ કે આ તેમના ડ્રીમ વેડિંગ હતા અને તેમણે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. તેમના લગ્નમાં 100 મહેમાનોને આમંત્રિત કરાયા હતા. કપલના લગ્ન જમૈકા સ્થિત એક રિસોર્ટમાં થયા હતા.

જમૈકાના રોયલ્ટન રિસોર્ટમાં કપલે રિસેપ્શન રાખ્યું હતું
જમૈકાના રોયલ્ટન રિસોર્ટમાં કપલે રિસેપ્શન રાખ્યું હતું
અન્ય સમાચારો પણ છે...