• Gujarati News
  • Lifestyle
  • The Couple Stole A 215 year old Bottle Of Wine From The Hotel, Which Was As Expensive As A Ferrari Car

સ્પેન:કપલે હોટલમાંથી 215 વર્ષ જૂની વાઈનની બોટલ ચોરી કરી, ફરારી કાર જેટલી મોંઘી હતી વાઈન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
કપલે લગભગ દારૂની 45 બોટલની ચોરી કરી હતી, જેમાં એક 215 વર્ષ જૂની બોટલ પણ સામેલ હતી. એકલી આ બોટલની કિંમત જ ત્રણ કરોડ રૂપિયા કરતા વધુ છે. - Divya Bhaskar
કપલે લગભગ દારૂની 45 બોટલની ચોરી કરી હતી, જેમાં એક 215 વર્ષ જૂની બોટલ પણ સામેલ હતી. એકલી આ બોટલની કિંમત જ ત્રણ કરોડ રૂપિયા કરતા વધુ છે.
  • આરોપી કપલે લગભગ દારૂની 45 બોટલની ચોરી કરી હતી, જેમાં એક 215 વર્ષ જૂની બોટલ પણ સામેલ હતી
  • હોટલના માલિકે કપલ પર ચોરીનો આરોપ લગાવ્યો છે

સ્પેનમાં એક હોટેલમાં હોબાળો મચી ગયો જ્યારે કરોડો રૂપિયાની દારૂની બોટલોની ચોરી થવાની વાત સામે આવી. ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ હોટેલમાં રોકાયેલું કપલ જ હતું. આરોપી કપલે લગભગ દારૂની 45 બોટલની ચોરી કરી હતી, જેમાં એક 215 વર્ષ જૂની બોટલ પણ સામેલ હતી. એકલી આ બોટલની કિંમત જ ત્રણ કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ રીતે ચોરીને અંજામ આપ્યો
આ ઘટના સ્પેનના એટ્રિઓ નામની એક પ્રખ્યાત હોટેલની છે. આ હોટેલ પોતાની કિમતી વાઈન કલેક્શન માટે પ્રખ્યાત છે. આ હોટેલમાં એક કપલ રોકાવવા માટે આવ્યું હતું અને તક મળતા જ તેને દારૂની બોટલોની ચોરી કરી દીધી. રિપોર્ટ્સના અનુસાર, જ્યારે કપલ હોટેલના રેસ્ટોરાંમાં જમી રહ્યું હતું, ત્યારે તેને ચોરીને અંજામ આપ્યો. હકીકતમાં થયું એવું કે જેવો હોટેલનો સ્ટાફ મહિલાને ખાવાનું સર્વ કરી રહ્યો હતો, ત્યારે તેનો પતિ ત્યાંથી નીકળ્યો અને બધાની નજરથી બચીને બોટલો ચોરી કરી લીધી.

હોટેલના સ્ટાફને પણ ખબર ન પડી
કપલે એટલી ચાલાકીથી દારૂની બોટલો ચોરી કરી કે હોટેલના સ્ટાફને શંકા પણ ન ગઈ. આશ્ચર્યચકિત બાબત એ પણ હતી કે સિક્યોરિટી કેમેરા પર પણ કોઈનું ધ્યાન ન ગયું. ત્યારબાદ બંને હોટેલમાંથી નીકળી ગયા. થોડા સમય બાદ જ્યારે બોટલ પોતાની જગ્યાએ ન દેખાઈ તો હોબાળો મચી ગયો. ત્યારબાદ CCTV કેમેરા જોવામાં આવ્યા, જેમાં કપલ ચોરીની વારદાતને અંજામ આપતું દેખાઈ રહ્યું છે. બાદમાં એ પણ સ્પષ્ટ થયું કે માત્ર એક નહીં પરંતુ ધીમે ધીમે 45 બોટલ ચોરવામાં આવી છે.

19મી સદીની વાઈન પણ સામેલ
હોટેલ સ્ટાફના જણાવ્યા પ્રમાણે, ચોરી કરવામાં આવેલી કેટલીક બોટલોમાં 19મી સદીની વાઈન પણ હતી. 1806ની Chateau Diaquem Wines નામની વાઈનની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ હતી. આ તમામ બોટલો આ હોટેલનું ખાસ કલેક્શન હતી. હોટેલના માલિકે કપલ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. હોટેલ એટ્રિઓ ના માલિક જોસ પોલોએ જણાવ્યું કે કપલે હોટેલમાં ચેક-ઇન કર્યું હતું અને હોટેલની પોતાની મેશલિન રેસ્ટોરન્ટમાં ડિનર લીધું હતું. જ્યારે હોટેલનો સ્ટાફ મહિલાને ભોજન આપી રહ્યો હતો. ત્યારે તેનો પતિ ધીમે ધીમે હોટલના ભોંયરામાં, જ્યાં દારૂની બોટલો રાખવામાં આવે છે ત્યાં ઘૂસી ગયો અને ત્યાંથી કિંમતી બોટલોની ચોરી કરી હતી.