તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Couple Got Married With Only 3 Guests And 40 Thousand Rupees To Buy Their House, The Bride Also Wore A Dress For 2 Thousand Rupees

લગ્ન કરતાં વ્હાલું ઘર:પોતાનું ઘર ખરીદવા કપલે માત્ર 3 મહેમાન અને 40 હજાર રૂપિયા ખર્ચીને લગ્ન કર્યાં, દુલ્હનનો ડ્રેસ પણ 2 હજાર રૂપિયાનો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન પહેલાં આ કપલને એક બાળક પણ હતું અને બીજું બાળક આવે તે પહેલાં ઘર ખરીદવું હતું

બ્રિટનમાં રહેતા બેથ બેટ્સ અને જેકે પોતાનું ઘર ખરીદવા માટે રૂપિયા બચાવવાનો નિર્ણય કર્યો અને તેમના લગ્નમાં ભારે કાપ મુક્યો. બ્રિટનમાં આ કપલના લગ્નમાં માત્ર ત્રણ મહેમાનો આવ્યાં અને ફોટા પાડવાનું કામ પણ થોડા અજાણ્યા લોકોએ કર્યું. સોશિયલ મીડિયામાં આ કપલની સ્ટોરી ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.

ધ સન ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, દુલ્હને પોતાના લગ્નનો ડ્રેસ પણ 2 હજારમાં ખરીદ્યો હતો. મોટાભાગે બ્રિટનમાં એક લગ્નમાં લગભગ 30 લાખ રૂપિયા ખર્ચ થઇ જાય છે. પરંતુ આ કપલના લગ્નમાં કુલ 40 હજાર રૂપિયા જ ખર્ચ થયાં.

દુલ્હને પોતાના લગ્નનો ડ્રેસ પણ 2 હજારમાં ખરીદ્યો હતો
દુલ્હને પોતાના લગ્નનો ડ્રેસ પણ 2 હજારમાં ખરીદ્યો હતો

લગ્નમાં રૂપિયા બચાવવાના કારણે કપલે બ્રિટનના એસેક્સમાં ત્રણ બીએચકેનો ફ્લેટ ખરીદી લીધો. બેથના જણાવ્યા પ્રમાણે લગ્ન પહેલાં તેને બાળક હતું અને બીજું બાળક જન્મે તે પહેલાં તેમને ઘર ખરીદવું હતું.

લગ્ન પહેલાં આ કપલને એક બાળક હતું
લગ્ન પહેલાં આ કપલને એક બાળક હતું

બેથના જણાવ્યા પ્રમાણે પરિવારના લોકોએ લગ્નમાં વિવિધ પ્રકારના આયોજન યોજવા માટે ઘણું દબાણ કર્યું હતું. પરિવારના લોકોએ દૂરના સંબંધીઓને આમંત્રિત કરવા માટે કહ્યું, લગ્નમાં દારૂની વ્યવસ્થાની માગ પણ કરી હતી.

બીજું બાળક આવે તે પહેલાં પોતાનું ઘર વસાવવું હતું
બીજું બાળક આવે તે પહેલાં પોતાનું ઘર વસાવવું હતું

ત્યાં જ, બેથે જ્યારે લગ્નનો નિર્ણય લીધો, તેના ચાર મહિના પછી પોતાના સંબંધીઓને જણાવ્યું કે તેઓ પોતાની રીતે જ આયોજન કરશે. ઘણાં સંબંધીઓને આ વાત શોકિંગ લાગી, પરંતુ કપલના માતા-પિતા ખૂબ જ ખુશ હતાં.

અન્ય સમાચારો પણ છે...