• Gujarati News
  • Lifestyle
  • The Club Rents A Jet Plane To Couples To Get Intimate At An Altitude Of 5280 Feet In The Sky, An Hourly Fare Of Rs 1.11 Lakh.

અમેરિકા:આ ક્લબ કપલ્સને આકાશમાં 5280 ફૂટની ઊંચાઈએ ઈન્ટિમેટ થવા માટે જેટ પ્લેન ભાડે આપે છે, એક કલાકનું ભાડું 1.11 લાખ રૂપિયા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાસ વેગસનું ક્લબ આકાશમાં ઈન્ટિમેટ થવા માટે જેટ પ્લેન ભાડે આપે છે
  • રોમાન્ટિક ડિનર અને બેડની પણ સુવિધા મળે છે

જાતીય આનંદ માણવા માટે દરેક કપલની અલગ અલગ ફેન્ટસી હોય છે. પૃથ્વીની ઉપર આકાશમાં પ્લેનમાં જે કપલ્સ ઈન્ટિમેટ થવા માગતા હોય તેના માટે 'માઈલ હાઈ ક્લબ'એ એક સર્વિસ શરૂ કરી છે. અમેરિકાના લાસ વેગસનું માઈલ હાઈ ક્લબ કપલ્સની ઈન્ટિમેટ ઈચ્છાઓ પૂરી કરવા માટે સર્વિસ આપે છે.

45 મિનિટનું ભાડું 74,000 રૂપિયા

આ ક્લબે એક સ્પેશિયલ પ્રાઈવેટ જેટ ડિઝાઈન કર્યું છે. કપલ તેને 45 મિનિટ સુધી હાયર કરી શકે છે અને સ્ટ્રેટોસ્ફિયરમાં ઈન્ટિમેટ થઈ શકે છે. 'લવ ક્લાઉડ' જેટ હાયર કરવા માટે કપલે $995 (આશરે 74,000 રૂપિયા) આપવા પડશે.

કપલ્સની ઈચ્છાઓને ધ્યાનમાં રાખી પ્લેન ડિઝાઈન કરાયું

આ પ્લેનમાં ટ્વિન એન્જિન છે. કપલ્સની સુવિધાને ધ્યાનમાં રાખી તેમાં પથારી સાથે ઓશિકાંઓ આપવામાં આવ્યા છે. એટલું જ નહિ વિવિધ સેક્સ પોઝિશનમાં સેટ થવા માટે કપલ્સને જુદા જુદા ઓશિકાં મળે છે.

પ્લેનમાં કપલને રોમાન્ટિક ડિનર પણ મળશે. આટલું જ નહિ આ ક્લબ જેટ પ્લેનમાં વેડિંગ સેરેમની પણ ઓર્ગેનાઈઝ કરે છે.

એક ઉડાન 45 મિનિટની છે. જે કપલે 45 મિનિટથી વધારે પ્લેનમાં પસાર કરવી હોય તેમણે કલાકના $1,495 (આશરે 1.11 લાખ રૂપિયા) આપવા પડશે. કપલની પ્રાઈવસીને ધ્યાનમાં રાખી પાયલટને નોઈઝ કેન્સલેશનવાળા હેડફોન પહેરાવાશે અને પાયલટ કપલ્સને જોઈ ન શકે તે માટે પડદો અટેચ કરાયો છે.