તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Cause Of Diabetes Is A Gene Called 'GIGYF1', Which Increases The Risk Of Type 2 Diabetes By 6 Times.

કેમ્બ્રિજ યુનિવર્સિટીનું રિસર્ચ:ડાયાબિટીસ થવાનું કારણ 'GIGYF1' નામનું જનીન, તે ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ 6ગણું વધારે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્સ્યુલિન કન્ટ્રોલ કરતું આ જનીન દર 3 હજારમાંથી 1 વ્યક્તિમાં જોવા મળે છે
  • બ્રિટનની બાયોબેંકમાંથી 80 હજાર પુરુષોના જિનેટિક ડેટાનો અભ્યાસ કરી રિસર્ચ કરવામાં આવ્યું

ડાયાબિટીસ થવાનું વધુ એક કારણ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 'GIGYF1' નામનું જનીન ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ 6ગણું વધારે છે. તે ઈન્સ્યુલિન કન્ટ્રોલ કરે છે અને દર 3 હજારમાંથી 1 વ્યક્તિમાં જોવા મળે છે.

ટાઈપ-2 ડાયાબિટીસની સ્થિતિમાં બ્લડ સુગર લેવલ શરીરમાં વધે છે. તેને કન્ટ્રોલ કરવા માટે શરીરમાં ઈન્સ્યુલિન બની શકતું નથી. મોટા ભાગના લોકોમાં મેદસ્વિતા અને ફેમિલી હિસ્ટ્રી ડાયાબિટીસનું કારણ બને છે.

એકથી બીજી પેઢીમાં પહોંચે છે જનીન
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય તો આગલી પેઢીને તેની થવાની સંભાવના છે. બીમારીને એકથી બીજી પેઢીમાં પહોંચાડવાનું કામ જનીન કરે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ GIGYF1 જનીનને ડાયાબિટીસનું કારણ ગણાવ્યું છે. જોકે તેનાં પર હજુ વધારે રિસર્ચ કરવાની જરૂર છે.

બીમારીઓનું કારણ પણ બની શકે છે જનીન
સંશોધક ડૉ. જોન પેરી કહે છે કે, ટાઈપ-2 ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ થવા માટે જનીન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આવા જનીન પુરુષ અને મહિલા બંનેમાં જોવા મળે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, મૉડર્ન ટેક્નોલોજીને કારણે માણસમાં રહેલા 20 હજારથી વધારે જનીનનાં DNA સીક્વન્સને રીડ કરી શકાય છે અને સમજી શકાય છે. તેની તપાસ કર્યા બાદ જાણી શકાય છે કે કયું જનીન બીમારીઓનું કારણ બની શકે છે.

80 હજાર લોકોનાં જનીન પર અભ્યાસ કરવામાં આવ્યો

રિસર્ચ માટે બ્રિટનની બાયોબેંકમાંથી 80 હજાર પુરુષોના જિનેટિક ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમાં સામે આવ્યું કે Y ક્રોમોસોમનું કનેક્શન ઉંમરથી જોડાયેલી બીમારીઓ જેમ કે કેન્સર અને ટાઈપ-2 ડાયાબિટીસ સાથે છે. આ સિવાય GIGYF1 જનીનને કારણે Y ક્રોમોસોમને નુક્સાન થાય છે.

દુનિયાભરમાં ડાયાબિટીસના 46 કરોડ દર્દી છે. માત્ર બ્રિટનમાં જ 40 લાખથી વધારે લોકો તેનાથી પીડિત છે. તેમાંથી 90% લોકો મેદસ્વિતાથી પીડિત હતા. અહીં 2025 સુધી મેદસ્વિતાને કારણે ડાયાબિટીસના દર્દીઓના આંકડા 50 લાખ સુધી પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...