• Gujarati News
  • Lifestyle
  • The Bridegroom's Friends Made A Strange Contract With The Bride, Stating That She Would Be Able To Come Back With Her Friends Till 9 Pm.

વેડિંગ કોન્ટ્રાક્ટ વાઇરલ:વરરાજાના મિત્રોએ દુલ્હન પાસે કરાવ્યો વિચિત્ર કોન્ટ્રાકટ, લખાવ્યું કે, રાતે 9 વાગ્યા સુધી મિત્રો સાથે ફરી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે આપણે કોઇ જમીન ખરીદીએ કે અન્ય કોઇ વસ્તું ખરીદીએ છીએ ત્યારે કોન્ટ્રાકટ સાઇન કરાવીએ છીએ. આ કોન્ટ્રાકટમાં અમુક શરતો હોય છે જે, બંને પક્ષે માનવાની હોય છે. પરંતુ આજકાલ સોશિયલ મીડિયામાં વિચિત્ર વેડિંગ કોન્ટ્રાકટ વાઇરલ થઇ રહ્યા છે. લગ્નમાં થનાર કોન્ટ્રાકટ રિવાજો સિવાય પતિ-પત્નીની શરતો પર કરવામાં આવે છે. આ પ્રકારનો જ એક 'વેડિંગ કોન્ટ્રાક્ટ' સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જે વરરાજાના મિત્રો દ્વારા દુલ્હન માટે બનાવવામાં આવે છે.

50 રૂપિયાના સ્ટેંમ્પ પેપર કરવામાં આવ્યો કોન્ટ્રાકટ
જે કપલનો આ 'વેડિંગ કોન્ટ્રાક્ટ' વાઇરલ થયો છે તેમાં વરરાજાનું નામ રઘુ એસ કેડીઆર અને કન્યાનું નામ અર્ચના એસ. છે. તેમના લગ્નનો આ કોન્ટ્રાક્ટ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરવામાં આવ્યો છે. પરંતુ આ કોન્ટ્રાક્ટ મલયાલમ ભાષામાં લખેલો હોય વાંચવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. આ કોન્ટ્રાક્ટમાં વરરાજાના મિત્રોની એવી શરત છે કે લગ્ન પછી પણ વરરાજા તેના મિત્રો સાથે રાત્રે 9 વાગ્યા સુધી હેંગઆઉટ કરી શકે છે, જ્યારે વરરાજા બહાર હોય ત્યારે રઘુ બહાર હોટ તો પત્ની અર્ચના વારંવાર ફોન કરશે નહીં. આ કોન્ટ્રાક્ટના સ્ટેમ્પ પેપર પર 5 નવેમ્બરની તારીખ પણ જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટ પર કન્યા સહિત બે સાક્ષીઓની સહીઓ પણ છે.

આ સમગ્ર ઘટના કેરળની છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાઇરલ 'વેડિંગ કોન્ટ્રાક્ટ' કેરળના એક કપલનો છે. તેમના લગ્ન 5 નવેમ્બરે પલક્કડના કાંજીકોડમાં થયા હતા.રઘુના મિત્રોએ 'વેડિંગ કોન્ટ્રાક્ટ' ગિફ્ટ તરીકે આપ્યો હતો. જેમાં આ તમામ શરતો લખવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રઘુ કાંજીકોડમાં એક પ્રાઈવેટ ફર્મમાં કામ કરે છે અને અર્ચના બેંકની પરીક્ષાની તૈયારી કરીરહી છે.

આ પ્રકારનો વેડિંગ કોન્ટ્રાક્ટ અગાઉ પણ વાઇરલ થયો છે
આવો જ એક વેડિંગ કોન્ટ્રાક્ટ અગાઉ પણ વાઇરલ થયો હતો. જેમાં વર-કન્યા લગ્ન પછી એક જગ્યાએ બેઠા હતા અને કોન્ટ્રાક્ટ પર સહી કરી રહ્યા હતા.આ કોન્ટ્રાક્ટમાં આઠ શરતો હતી.ઉદાહરણ તરીકે,વર-કન્યા મહિનામાં ફક્ત એક જ પિઝા ખાશે. લગ્ન પછી વરરાજા નાઇટ પાર્ટી કરી શકે છે, પરંતુ ફક્ત તેની પત્ની સાથે. બંનેને રોજ જિમ જવું પડશે. વરરાજાને દર રવિવારે નાસ્તો બનાવવો પડશે. આ કોન્ટ્રાક્ટમાં બીજી ઘણી રસપ્રદ શરતો હતી.