તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Bride Was Warmly Welcomed In Sasari, Spectacular Fireworks Were Set Off In The Sky, 2 Lakh People Watched The Video

સાસરીમાં ભવ્ય સ્વાગત:સાસરીમાં દુલ્હનનું જોરદાર વેલકમ કરવામાં આવ્યું, આકાશમાં અદ્દભૂત આતિશબાજી કરવામાં આવી, 2 લાખ લોકોએ વીડિયો જોયો

4 મહિનો પહેલા

સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વીડિયો જોવા મળે છે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જાવ છો. આજકાલ લોકો લગ્નમાં નવા રીત-રિવાજોની સાથે વેડિંગ ડેકોરેશન પર પણ ખાસ ધ્યાન આપે છે. તાજેતરમાં ટ્વિટર પર એક દુલ્હનનો વીડિયો વાઈરલ થયો છે, જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

દુલ્હનના સ્વાગતે લોકોનું દિલ જીતી લીધું
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં લગ્નની દરેક ક્ષણને ખાસ બનાવવા માગે છે, જેથી તે યાદગાર બની જાય. વર અને કન્યા બંને પક્ષના લોકો તેને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડતા નથી. સોશિયલ મીડિયા પર એક દુલ્હનની એન્ટ્રીનો વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હન જ્યારે પોતાની સાસરીમાં પહોંચે છે તો તેના ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવે છે. તેના યાદગાર વેલકમ માટે આકાશમાં આતિશબાજી કરવામાં આવી.

લગભગ 2 લાખ લોકોએ વીડિયો જોયો
આ વીડિયોને અત્યાર સુધી લગભગ 2 લાખ લોકો જોઈ ચૂક્યા છે. તેમજ લગભગ દોઢ હજાર લોકોએ આ વીડિયો પર રીટ્વીટ પણ કરી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- દરેક છોકરીના સપનાની એન્ટ્રી (Dream Entry Of Every Girl). આ વીડિયો પર યુઝર્સ રમુજી કમેન્ટ કરી રહ્યા છે. તમામ લોકો વરરાજાના પક્ષની પ્રશંસા કરી રહ્યા છે. દરેકને એન્ટ્રીનો આ શાનદાર અંદાજ ઘણો પસંદ આવ્યો છે.

કોરોનાકાળમાં લગ્નમાં ધ્યાન રાખો
આ દિવસોમાં દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જો તમે પણ કોઈ લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હોવ તો ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને માસ્ક પહેરવો. તેમજ સમયાંતરે હાથને સેનિટાઈઝ કરતા રહેવું.

અન્ય સમાચારો પણ છે...