સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વરરાજા પોતાની દુલ્હનને પોતાના ખભા પર ઉંચકીને નદી પાર કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના શનિવારની છે. કિશનગંજમાં કનકઈ નદીના પલસા ઘાટનો એક વીડિયો અત્યારે ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વરરાજા દુલ્હનને પોતાના ખભા પર ઉંચકીને નદી પર કરાવતો જોવા મળે છે.
કિશનગંજમાં દિગલબેંક બ્લોક વિસ્તારના સિંઘિમારી કનકાઈ નદીના પલસા ઘાટ પર એક વરરાજાએ પોતાની દુલ્હનને ખભા પર ઉંચકીને નદી પાર કરાવી. શનિવારે શિવા કુમાર સિંહ નામનો વરરાજા લોહાગાડા ગામથી જાન લઈને પલસા ગામ પહોંચ્યો હતો. રવિવારે જાન પરત ફરતા સમયે અડધી નદી તો હોડી દ્વારા પાર કરી દીધી પરંતુ ત્યારબાદ હોળી આગળ ન જઈ શકી. ત્યારે વરરાજાએ પોતાની નવી નવેલી દુલ્હનને પોતાના ખભા પર ઉંચકી લીધી અને નદી પર કરવા લાગ્યો.
પલસા સરહદી ગામ છે, ત્યાંથી આગળ જતા નેપાળની સરહદ શરૂ થાય છે. જેના કારણે કનકઈ નદી પર કોઈ પુલ નથી બન્યો. અહીં પહોંચવા માટે 6 મહિના બોટ અને 6 મહિના પુલની મદદ લેવી પડે છે. આવી સ્થિતિમાં તમામ જાનૈયાઓએ ચાલીને નદી પાર કરવા લાગ્યા પરંતુ દુલ્હનને નદી પાર કરાવવાની જવાબદારી વરરાજાએ લીધી. વરરાજાએ પોતાની નવેલી દુલ્હનને ખભા પર ઉંચકી અને નદી પાર કરી. તેને પોતાની દુલ્હનને નદી પાર કરાવવામાં કોઈ ખચકાટ નહોતો થયો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.