બ્રાઝિલ:બ્રાઝિલની મોડલે પહેલા પોતાની સાથે જ લગ્ન કર્યા, હવે છોકરો મળી જતા પોતાને છૂટાછેડા આપી રહી છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રિસે જણાવ્યું કે, પોતાની સાથે લગ્ન કરવા માટે 90 દિવસ ઘણા હતા. હવે તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માગે છે. - Divya Bhaskar
ક્રિસે જણાવ્યું કે, પોતાની સાથે લગ્ન કરવા માટે 90 દિવસ ઘણા હતા. હવે તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માગે છે.
  • બ્રાઝિલની મોડલે 3 મહિના પહેલા પોતાની સાથે લગ્ન કર્યા હતા
  • તેના જીવનમાં તે ખાસ વ્યક્તિ આવી, ત્યારથી તે પ્રેમમાં વિશ્વાસ કરવા લાગી છે

બ્રાઝિલની મોડલ ક્રિસ ગેલેરાએ પોતાની સાથે જ લગ્ન કરીને દુનિયામાં ચર્ચાનું કારણ બની હતી. ક્રિસે જણાવ્યું હતું કે, પુરુષો પરથી ભરોસો ઊઠી ગયો છે અને હવે તે પોતાની સાથે બાકીની જીંદગી જીવવા માગે છે. જો કે તેનું સેલ્ફ રિલેશન માત્ર 3 મહિના જ ચાલ્યું. હવે તે પોતાની જાતને છૂટાછેડા આપવા જઈ રહી છે કેમ કે તેના જીવનમાં કોઈ બીજાની એન્ટ્રિ થઈ ગઈ છે. 33 વર્ષની ક્રિસ ગેલેરાએ સપ્ટેમ્બરમાં પોતાની સાથે લગ્ન કર્યા હતા અને હવે તે આ સંબંધથી આઝાદ થવા માગે છે.

તેને લાગે છે કે આ વ્યક્તિ તેનો જીવનસાથી બનવા લાયક છે. ક્રિસે જણાવ્યું કે, પોતાની સાથે લગ્ન કરવા માટે 90 દિવસ ઘણા હતા. હવે તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માગે છે. ક્રિસે જણાવ્યું કે, જ્યારે તેના જીવનમાં તે ખાસ વ્યક્તિ આવી, ત્યારથી તે પ્રેમમાં વિશ્વાસ કરવા લાગી છે. પહેલાની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં જ્યારે ક્રિસે પોતાની સાથે લગ્ન કર્યા હતા ત્યારે તેને કહ્યું હતું કે તે આવું કરીને ઘણું સારું ફીલ કરી રહી છે.

વેડિંગ ડે મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો
ક્રિસે કહ્યું, ‘હું મેચ્યોર અને સ્ટ્રોંગ મહિલા છું. મને પહેલેથી એકલા રહેવાનો ડર લાગતો હતો, પણ સમય જતા મને ખબર પડી કે, તમે જાતે પણ ખુશ રહી શકો છો. એ પછી મેં પોતાના સાથે જ મેરેજ કરવાનું નક્કી કર્યું અને વેડિંગ ડે મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો.

ક્રિસે એકપણ નેગેટિવ કમેન્ટ ના વાંચી
મેરેજના દિવસે ક્રિસે વ્હાઇટ ગાઉન પહેર્યું હતું અને ચર્ચની બહાર ફોટો ક્લિક કરાવ્યા હતા.સોશિયલ મીડિયા પર ક્રિસે તેના વેડિંગના ફોટો ક્લિક કરતા ઘણા લોકોને નવાઈ લાગી હતી તો ઘણા યુઝર્સે નેગેટિવ કમેન્ટ કરી હતી. ક્રિસે પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે તે નેગેટિવ કમેન્ટ વાંચીને પોતાનો મૂડ ઓફ નહીં કરે. ક્રિસને તેના નિર્ણય પર કોઈ અફસોસ નથી.

‘જાતે પણ ખુશ રહી શકો છો’
શરૂઆતમાં ક્રિસને લાગતું હતું કે ખુશ રહેવા અને ખાલીપાને દૂર કરવા માટે પાર્ટનરનું હોવું જરૂરી છે. પણ જ્યારે ક્રિસને પ્રેમમાં દગો મળ્યો ત્યારે તેને યુવકોથી નફરત થવા લાગી. થોડા સમય પછી તેણે જાણ્યું કે તેને ખુશ રહેવા માટે કોઈ બીજાની જરૂર નથી. તે જાતે પણ ખુશ રહી શકે છે.