• Gujarati News
  • Lifestyle
  • The Brazilian Model Married Nine Women In The Same Pavilion, Having Previously Shared Nude Photos Of Their Honeymoon.

ભારે કરી:આ વ્યક્તિ એક પત્નીથી સંતુષ્ટ ન હોવાથી એક જ મંડપમાં નવ મહિલાઓ સાથે લગ્ન કર્યા, હનીમૂનની ન્યૂડ તસ્વીરો શેર કરી હોબાળો મચાવ્યો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવ મહિલાઓ સાથે લગ્ન કરનાર બ્રાઝિલિયન મોડલ આર્થર ઓ ઉર્સો કહે છે કે તેણે 'ફ્રી લવ'ને સેલિબ્રેટ કરવા માટે આવું કર્યું હતું. - Divya Bhaskar
નવ મહિલાઓ સાથે લગ્ન કરનાર બ્રાઝિલિયન મોડલ આર્થર ઓ ઉર્સો કહે છે કે તેણે 'ફ્રી લવ'ને સેલિબ્રેટ કરવા માટે આવું કર્યું હતું.
  • નવ મહિલાઓ સાથે લગ્ન કરનાર બ્રાઝિલિયન મોડલ આર્થર ઓ ઉર્સો કહે છે કે તેણે 'ફ્રી લવ'ને સેલિબ્રેટ કરવા માટે આવું કર્યું હતું
  • તેને પોતાના હનીમૂનની હોટ તસવીરો શેર કરીને ખળભળાટ મચાવી દીધો હતો

ભારતમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. ભારતમાં લગ્નનું પ્લાનિંગ ઘણા સમયથી કરવામાં આવે છે. ભારતમાં હિન્દુ ધર્મમાં એક પત્ની હોય અને બીજા લગ્ન કરે તો તેને ગેરકાયદેસર માનવામાં આવે છે. પરંતુ એક વ્યક્તિએ એક જ મંડપમાં 9 મહિલાઓની સાથે લગ્ન કર્યા છે, જે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

બ્રાઝિલમાં એક વ્યક્તિએ એક-બે નહીં પરંતુ નવ મહિલાઓ સાથે લગ્ન કર્યા છે, તે પણ એક જ મંડપમાં. સાઓ પાઉલો શહેરના કેથોલિક ચર્ચમાં યોજાયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નવ મહિલાઓ સાથે લગ્ન કરનાર બ્રાઝિલિયન મોડલ આર્થર ઓ ઉર્સો કહે છે કે તેણે 'ફ્રી લવ'ને સેલિબ્રેટ કરવા માટે આવું કર્યું હતું.

મોડલ આર્થર પહેલેથી જ પરિણીત છે
'ડેઈલી સ્ટાર'ના રિપોર્ટના અનુસાર મોડલ આર્થર ઓ ઉર્સો પહેલાથી પરિણીત છે અને તેને પોતાના હનીમૂનની હોટ તસવીરો શેર કરીને ખળભળાટ મચાવી દીધો હતો. હવે એક સાથે નવ મહિલા સાથે લગ્ન કરીને તે ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. તેનું કહેવું છે કે તે એક મહિલા સાથે લગ્ન કરવાની પરંપરાની વિરુદ્ધ છે અને તેથી એક જ મંડપમાં નવ મહિલાઓની સાથે લગ્ન કરીને મોનોગેમી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.

હનીમૂનની તસવીરોએ ખળભળાટ મચાવ્યો હતો
બ્રાઝિલિયન મોડલ તેની પહેલી પત્ની સાથે લુઆના કાઝાકી સાથે હનીમૂન માટે ફ્રાન્સ ગયો હતો. ત્યાંથી તેને કેટલીક એવી તસવીર શેર કરી હતી, જેનાથી ખળભળાટ મચી ગયો હતો. બંને ફ્રાન્સના ઘણા શહેરોમાં ન્યૂડ ફરતા હતા. જો કે, તેના માટે તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેનાથી પણ આ કપલને કોઈ ફરક નહોતો પડ્યો.

કોરોના મહામારી દરમિયાન આપવામાં આવી હતી ટિપ્સ
આ કપલે કોરોના મહામારી દરમિયાન લોકોને સેક્સ સાથે સંબંધિત ટિપ્સ આપી હતી જે ચર્ચાનું કારણ બની હતી. બંનેએ કહ્યું હતું, અમે એવા લોકોને સેક્સ માટે પ્રેરિત કર્યા, જેમનું જીવન કોરોનાને કારણે ઘરની ચાર દિવાલની વચ્ચે સીમિત હતું. અમે તેમને અલગ અલગ પોઝિશનથી લઈને દરેક નાની મોટી વાત જણાવી, જેથી તેઓ સારી રીતે ફિઝિકલ રિલેશનનો આનંદ ઉઠાવી શકે.