• Gujarati News
  • Lifestyle
  • The Boyfriend Proposed To The Girlfriend In Front Of The Father, See How Was Daddy's Reaction?

સો.મીડિયામાં વાઇરલ પ્રપોઝલ:બોયફ્રેન્ડે પિતાની સામે જ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું, જુઓ કેવું હતું ડેડીનું રિએક્શન?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારથી સોશિયલ મીડિયા અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી ઈન્ટરનેટ પર તમને એક થી એક ચડિયાતાં વીડિયો જોવા મળી રહે છે કે જેની તમે કલ્પના પણ કરી ના હોય. બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના અનેક પ્રપોઝલ વીડિયો તમે જોયાં હશે પણ આ વાઈરલ પ્રપોઝલ વીડિયો જોઈને તમે પણ કહી ઉઠશો કે, ‘બોસ છોકરામાં જબરું સાહસ છે.’ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો ફરીથી રિપોસ્ટ કરવામાં આવ્યો છે અને તે લોકોનાં દિલ જીતી રહ્યો છે.

વાસ્તવમાં ટિકટોક પર પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પેજ ‘ગુડ ન્યૂઝ મૂવમેન્ટ’ પર ફરીથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.

આ વીડિયોમાં એક માણસ હાથમાં વીંટી લઈને એક યુવતી તરફ જતો બતાવવામાં આવ્યો છે. તે યુવતીને પ્રપોઝ કરવા માટે તે એક ઘૂંટણ પર નીચે બેસી જાય છે. તે પ્રપોઝ કરવામાં એટલો મગ્ન હોય છે કે, તેનું ધ્યાન જ નથી હોતું કે તે યુવતીની પાછળ તેનાં પિતા બેઠેલાં છે અને તે આ બધુ જ જોઈ રહ્યા છે. હવે રસપ્રદ વાત તો એ છે કે, તેનાં પિતાએ અકળાયા વગર પુત્રીનાં જીવનની આ ખાસ મોમેન્ટને ખુશી-ખુશી માણી અને આસપાસના લોકો સાથે પણ આ મોમેન્ટ શેર કરી. આ વીડિયો પર એક ટેક્સ્ટ પણ છે જેમાં લખ્યું છે, ‘મારા પ્રપોઝલ વીડિયોનો શ્રેષ્ઠ ભાગ મારાં પિતા હતા.’

આ વીડિયો લગભગ 11 કલાક પહેલાં પોસ્ટ કરવામાં આવ્યો છે. શેર થયા પછી આ વીડિયોને 1.2 મિલિયનથી પણ વધુ વ્યૂઝ અને હજુ પણ આ આંકડો વધી રહ્યો છે. આ વીડિયોએ લોકોને જુદી-જુદી પ્રશંસાત્મક ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે પણ પ્રેરિત કર્યા છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કર્યું,‘લવ ધીસ ડેડ.’ બીજાએ કહ્યું, ‘તેણે હા પાડી! તેણે એકબીજાને ખૂબ જ સરસ રીતે પકડી રાખ્યા હતાં.’ ત્રીજાએ કોમેન્ટ કરી,‘બેસ્ટ ડેડ એવોર્ડ!’ ચોથાએ કોમેન્ટ કરી,‘સો પ્યોર.’