• Home
  • Lifestyle
  • Health
  • The bones become weak after menopause, women should increase calcium intake in the diet

સલાહ / મેનોપોઝમાં આવ્યા બાદ હાડકાં નબળા થઈ જાય છે, મહિલાઓએ ડાયટમાં કેલ્શિયમની માત્રા વધારવી જોઇએ

The bones become weak after menopause, women should increase calcium intake in the diet

divyabhaskar.com

May 12, 2019, 05:17 PM IST

હેલ્થ ડેસ્કઃ 40ની ઉંમર વટાવી દીધા બાદ ધીમે-ધીમે સ્ત્રીઓમાં પિરિઅડ્સ બંધ થવા લાગે છે, જેને મેનોપોઝ કહેવામાં આવે છે. મેનોપોઝ પછી સ્ત્રીઓનાં હાડકાં નબળા થઈ જાય છે, જે પાછળથી ફ્રેક્ચર અથવા ઓસ્ટિઓપોરોસિસ (હાડકાં નબળા થવા)નું કારણ બની શકે છે. જે સ્ત્રીઓ કેલ્શિયમ ભરપુર માત્રામાં નથી લેતી, તેમનામાં મેનોપોઝ વહેલા આવાનું જોખમ બે ગણું વધી જાય છે. ચાલો જાણીએ કે શરીર માટે કેલ્શિયમ શા માટે આવશ્યક છે અને તેની ઉણપ કેવી રીતે પૂરી કરી શકાય.


મહિલાઓમાં સૌથી વધુ કેલ્શિયમની ઊણપ હોય છે
પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં કેલ્શિયમની અછત વધુ જોવા મળે છે. આવું એટલા માટે કારણ કે પિરિઅડ્સ, પ્રેગ્નન્સી અને મેનોપોઝના સમયે તેમના શરીરમાં કેલ્શિયમનો વપરાશ વધી જાય છે. તેથી પુરુષોની સરખામણીએ મહિલાઓને 30 વર્ષની ઉંમર પછી વધુ કેલ્શિયમની જરૂર પડે છે. ભારતના લોકોમાં કેલ્શિયમની બહુ ઓછાં પ્રમાણમાં લે છે. એમાં પણ ખાસ કરીને મહિલાઓ દૈનિક 400 ગ્રામથી ઓછું કેલ્શિયમ ખાય છે. જ્યારે શરીરને દૈનિક 1200-1500 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર હોય છે.


વધતી ઉંમરમાં કેલ્શિયમ શા માટે જરૂરી છે?
30 વર્ષની ઉંમર સુધી હાડકાં સંપૂર્ણપણે વિકસિત થઈ ગયા હોય છે, પરંતુ શરીરને કેલ્શિયમની જરૂર હંમેશાં રહે છે. તેથી દરેક મહિલાને દરરોજ 1500 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર પડે છે. કેલ્શિયમ નર્વસ સિસ્ટમ દ્વારા સ્નાયુઓને ગતિશીલ બનાવે છે. જો લોહીમાં ચોક્કસ જથ્થામાં કેલ્શિયમ ઉમેરાઈ ગયું છે તો શરીરના કોષો સારી રીતે કાર્ય કરશે. તેનાથી હાડકાં પણ મજબૂત થશે અને સાથે બ્લડ પ્રેશર, કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગોથી પણ શરીર સુરક્ષિત રહેશે. નિષ્ણાતોનું કહેવું છે કે મેનોપોઝ દરમિયાન મહિલાઓએ વધુ કેલ્શિયમ ખાવું જોઇએ. કારણ કે આ સમય દરમિયાન એસ્ટ્રોજન નામનો હોર્મોન શરીરમાં ઓછો થઈ જાય છે. તેનાથી હાડકાં પાતળા થવા લાગે છે, જેથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધી જાય છે.


ફીડિંગ કરાવતી માતાઓ માટે કેલ્શિયમ વધુ જરૂરી
સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પૌષ્ટિક ખોરાક ખાવાની અને કેલ્શિયમનું સેવન કરવાની સૌથી વધુ જરૂર હોય છે. કારણ કે બાળકને માતાના દૂધમાંથી જ સંપૂર્ણ પોષણ મળતું હોય છે, તેથી આ સ્ત્રીઓને અન્ય સ્ત્રીઓ કરતા વધુ કેલ્શિયમયુક્ત ખોરાક ખાવો જોઇએ.

X
The bones become weak after menopause, women should increase calcium intake in the diet
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી