પાકિસ્તાનમાં તાજેતરમાં એક રૂંવાડા ઊભા કરી દે દેવી હત્યા અંગે લોકોમાં રોષ વધી રહ્યો છે. રવિવારે એટલે કે 8 જાન્યુઆરીનાં રોજ 23 વર્ષીય એક વેટરનરી નર્સનો મૃતદેહ કરાચીનાં દરિયાકિનારે મળ્યો. પહેલા તેને આપઘાત માનવામાં આવ્યો પરંતુ, પ્રાથમિક તપાસમાં મોટા ખુલાસા થયા. તેના પછીથી મીડિયામાં આ ‘સી વ્યૂ’ મર્ડરની ચર્ચા વાયુવેગે ફેલાઈ ગઈ.
હોસ્પિટલનાં સ્ટાફ વચ્ચે ગૂંચવણ ભરેલા સંબંધો હતા
પોલીસ હવે મર્ડર એન્ગલથી કેસની તપાસ કરી રહી છે. વેટરનરી હોસ્પિટલનાં ડૉક્ટર અને એક નર્સને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલનો સ્ટાફ એકબીજા સાથે રિલેશનશિપમાં હતો. આ ગૂંચવણ ભરેલા સંબંધોનાં કારણે 23 વર્ષીય સારા મલિકની હત્યા થઈ છે.
પિતાએ મિસિંગનો રિપોર્ટ નોંધાવ્યો હતો
પાકિસ્તાનનાં સમાચાર પેપર ‘ધ ડોન’નાં એક અહેવાલ મુજબ સારા મલિક કરાચીનાં એક વેટરનરી હોસ્પિટલમાં નર્સનું કામ કરતી હતી. શુક્રવારનાં રોજ સારા હોસ્પિટલ પહોંચી હતી પરંતુ, ઘરે પરત ન ફરી. સારાનાં પિતાએ પોલીસમાં મિસિંગનો રિપોર્ટ નોંધાવ્યો હતો.
મિસિંગ થયાનાં 2 દિવસ પછી સારાનો મૃતદેહ ‘સી વ્યૂ’ બીચ પર મળ્યો. તેનાથી થોડે જ દૂર તેની બેગ, શૂઝ, મોજા અને કેટલાક કપડાં મળ્યા, જેની મદદથી મૃતદેહની ઓળખ થઈ.
મોઢા અને નાક પર ઈજાનાં નિશાન મળ્યા હતા
પોલીસ રિપોર્ટ મુજબ સારાનાં મોઢા અને નાક પર હળવી ઈજાનાં નિશાન હતા. શરૂઆતમાં તેને આપઘાત માનવામાં આવ્યો હતો પરંતુ, સારાનાં પિતાએ હોસ્પિટલનાં ડૉક્ટર અને સારા સાથે કામ કરતી નર્સ પર આરોપ લગાવ્યા. તેના પછી આરોપી ડૉક્ટર અને હોસ્પિટલનાં માલિક શાન સલીમને કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે. હોસ્પિટલનાં અન્ય સ્ટાફ સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ વચ્ચે સારા સાથે કામ કરતી નર્સ બિસ્મા અન્ડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી. પોલીસે તેને હત્યા અને ‘લવ અફેર્સ’નાં એન્ગલથી તપાસને આગળ ધપાવી છે.
‘હોસ્પિટલમાં ખોટા કામ થતાં હતાં, શિસ્તનો અભાવ હતો’ - તપાસ અધિકારી
મીડિયા દ્વારા દેશમાં આ કેસની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તે પછી તપાસ અધિકારી SSP જાહિદા પરવીને પ્રેસ કોન્ફરન્સ કરી મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું કે, ‘શાન સલીમનાં એનિમલ હોસ્પિટલમાં ખોટું કામ થતું હતું’, અહીં કોઈ જ પ્રકારનું શિસ્ત ન હતું. આટલું જ નહીં સ્ટાફ અને ડૉક્ટર વચ્ચે આડા સંબંધ પણ હતા. મૃતક સારા અને આરોપી શાન સલીમ વચ્ચે પણ આડા સંબંધ હતા. સારા સાથે કામ કરતી નર્સ બિસ્માને તેની જાણકારી હતી.
પાક. મીડિયામાં દાવો કરવામાં આવ્યો, ‘મર્ડર પહેલાં સેક્સ્યુઅલ એસોલ્ટ થયો હતો’
આ મર્ડર કેસ વિશે પાકિસ્તાની મીડિયામાં અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ‘મર્ડર પહેલાં સારાની સાથે શારીરિક હિંસા થઈ હતી. સારાની સાથી નર્સ અને ડૉક્ટર બિસ્મા તેમાં સામેલ હતી.’ પોલીસ જ્યારે હોસ્પિટલનાં CCTV ફૂટેજ જોવા પહોંચી તો તે પહેલાથી જ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. તેનાથી તેઓની શંકા વધી.
નર્સ હોસ્પિટલ ચલાવતી હતી , બે વર્ષમાં અનેક પ્રમોશન થયા
SSP જાહિદા પરવીને પ્રેસ કૉન્ફ્રન્સમાં વધુ જણાવ્યું હતું કે, સારા મલિક બે વર્ષથી આ હોસ્પિટલમાં કામ કરતી હતી. તેઓએ અહીં નર્સ તરીકે જોઈન કર્યું હતું. અહીં તેઓને પશુઓને ખવડાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ, ડૉક્ટર શાને બે વર્ષની અંદર તેને હોસ્પિટલની ‘એડમિનિસ્ટ્રેટર’ બનાવી દીધી. જે થોડા સમય પહેલા આવેલી નર્સ બિસ્માને જરાપણ ગમ્યું નહી. તે ડૉક્ટર શાન અને સારાનાં સંબંધો વિશે પણ જાણતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.