તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હવામાં રેકોર્ડ બનાવ્યો:11 દિવસમાં 12 હજાર કિમી ઊડીને વર્લ્ડ રેકોર્ડ બનાવનાર પક્ષી, વૈજ્ઞાનિકોનો દાવો; લડાકુ વિમાન જેવો તેનો આકાર અને લાંબી-ધારદાર પાંખો તેને હવામાં ઝડપથી ઊડવાની ક્ષમતા આપે છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માઈગ્રેશન પર રિસર્ચ કરનાર વૈજ્ઞાનિકે પક્ષીના પાછળના ભાગમાં સેટેલાઈટ ટેગ લગાવીને ટ્રેક કર્યું
  • વૈજ્ઞાનિકોનો દાવો, ઊડતી વખતે પક્ષીએ ન તો કઈ ખાંધુ હતું અને ન પાણી પીધું હતું, તે સતત ઊડતું હતું

બાર-ટેઇલ્ડ ગોડવિટ નામના પક્ષીએ રોકાયા વિના 12 હજાર કિલોમીટરનું અંતર 11 દિવસમાં પૂરું કર્યું. આ પક્ષીએ આ અંતર અલાસ્કા અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાપ્યું અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેને ન તોઈ કઈં ખાધું અને ન તો પાણી પીધું.

સેટેલાઈટ ટેગથી ટ્રેક કરવામાં આવ્યું
પક્ષીને ટ્રેક કરવા માટે વૈજ્ઞાનિકોએ તેના શરીરના પાછળના ભાગ પર સેટેલાઈટ ટેગ લગાવ્યો હતો. માઈગ્રેશન પર રિસર્ચ કરનારા વૈજ્ઞાનિક ડો. જેસી કોન્કલિનના જણાવ્યા પ્રમાણે, ગોડવિટનું શરીર ફાઇટર પ્લેન જેવું હોય છે અને લાંબી-ધારદાર પાંખો તેને હવામાં ઝડપથી ઊડવાની ક્ષમતા આપે છે.

ઊડતા પહેલા બે મહિના સુધી જંતુઓ અને રોટલી ખાય છે
ડો. જેસીના જણાવ્યા પ્રમાણે, ગોડવિટ પક્ષીએ 16 સપ્ટેમ્બરે ઉડાન ભરી હતી. ઊડતા પહેલા તેને બે મહિના સુધી જંતુઓ અને રોટલી ખાધી હતી. મુસાફરી દરમિયાન 88 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પક્ષી ઉડ્યું અને ન્યુઝિલેન્ડના ઓકલેન્ડ પહોંચ્યું.

ઊડતી વખતે અંગોને સંકોચીને શરીર નાનું કરી લે છે
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, જ્યારે આ પક્ષી ઉડે છે ત્યારે તે તેના શારીરિક અંગોને સંકોચીને શરીર નાનું કરી લે છે, તેના કારણે જમીનની સરખામણીએ હવામાં તેનું શરીર નાનું થઈ જાય છે. તેની આ ખૂબી ઊડતી વખતે કામમાં આવે છે.

અગાઉનો રેકોર્ડ તોડ્યો
અગાઉ અલાસ્કા અને ન્યુઝિલેન્ડની વચ્ચે 11,498 કિલોમીટરનું અંતર ફીમેલ શોરબર્ડે 2007માં પૂર્ણ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. તાજેતરમાં જ બનેલા રેકોર્ડ માટે 20માંથી 4 ગોડવિટ પક્ષીની પસંદગી કરવામાં આવી હતી.

230થી 450 ગ્રામ તેનું વજન હોય છે
ગોડવિટનું વજન 230થી 450 ગ્રામની વચ્ચે હોય છે. તેના પાંખોની પહોંળાઈ 70થી 80 સેન્ટિમીટર હોય છે. એક વયસ્ક ગોડવિટની લંબાઈ 37થી 39 સેન્ટિમીટરની વચ્ચે હોય છે. પક્ષીઓની આ પ્રજાતિ સામાન્ય રીતે અલાસ્કામાં જોવા મળે છે પરંતુ માઈગ્રેશન માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ તરફ જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો