રિસર્ચ / ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જવાનો બેસ્ટ ટાઇમ સવારે 8 વાગ્યાનો છે

The best time to go to a doctor for a checkup is at 8 o'clock in the morning

divyabhaskar.com

May 14, 2019, 12:24 PM IST

હેલ્થ ડેસ્કઃ અમેરિકાના ફિલાડેલ્ફિયાના સંશોધકોના એક નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે કે ડોક્ટર પાસે જઇને સારવાર કરાવવાનો શ્રેષ્ઠ સમય સવારના 8 વાગ્યાનો છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સવારના સમયે આ વાતની શક્યતા વધુ રહે છે કે ડોક્ટર દર્દીને ટેસ્ટ સ્ક્રીનિંગ કરાવવા માટે કહે. જ્યારે બપોરે અથવા સાંજના સમયે ડોક્ટર પાસે જવા પર જોખમી રોગો હોવા છતાં પણ ડોક્ટર દ્વારા ટેસ્ટ અથવા સ્ક્રીનિંગ કરાવવાની સલાહ આપવાના ચાન્સિસ ઘટી જાય છે.


આ અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોનો સમાવેશ થાય છે, જેમણે 19,254 સ્ત્રી દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. આ બધા એવા દર્દીઓ હતા જેમને સ્તન અથવા કોલોરેક્ટલ કેન્સર થવાની શક્યતા હતી અને તેમને કેન્સર સ્ક્રીનીંગની જરૂર હતી. આ સંશોધનનો ઉદ્દેશ એ જાણવાનો હતો કે શું નિર્ણયો લેતી વખતે થાકનો અસર તબીબી તપાસનું એક પરિબળ બની શકે છે કે નહીં.


તેને સરળ શબ્દોમાં સમજીએ તો જેમ-જેમ દિવસ આગળ વધતો જાય છે, તેમ-તેમ ડોક્ટર પર દર્દીઓને ચેક કરવાનું પ્રેશર વધવા લાગે છે. એટલે કદાચ આ જ કારણ છે કે દિવસ પૂરો થતા જ આ વાતની શક્યતા વધી જાય છે કે ડોક્ટર દર્દીને જરૂર હોવા છતાં તે દર્દીને કોઈ પ્રકારની એડિશનલ સ્ક્રીનિંગ કરાવવા માટે ન કહે. આ અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે ડોક્ટર્સ દ્વારા સૌથી વધુ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવાની સલાહ સવારે 8 વાગ્યે જ આપવામાં આવી હતી, જ્યારે સૌથી ઓછી દિવસમાં સવારે 11 વાગ્યે અને પછી સાંજે 5 વાગ્યે આપવામાં આવી હતી. કોલોરેક્ટલ કેન્સર સ્ક્રીનીંગના પરિણામો પણ સમાન હતા.


નિર્ણય લેતી વખતે થાકનો અનુભવ થવાની અસર વર્તાઈ
'ડિસીઝન ફટીગ' એટલે કે નિર્ણય લેતી વખતે થાકનો અનુભવ થવાની અસર બપોરે અથવા સાંજના સમયે ડોક્ટરની ક્લિનિક અપોઇન્ટમેન્ટ લેતા દર્દીઓમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ઈન્ફલ્યુએન્ઝા વેક્સિનેશન રેટ જેની શરૂઆત સવારના સમયે 44 ટકા સાથે થઈ હતા, તે દિવસ પૂરો થતા 32 ટકા પર આવી ગયો. અભ્યાસના પુરાવા અને પરિણામો એ વાત તરફ પણ ઈશરો કરે છે કે દિવસ પૂરો થતા સમયે જો કોઈ દર્દી ડોક્ટર પાસે જાય છે તો ડોક્ટર દ્વારા અયોગ્ય અને બિનજરૂરી દવાઓ લેવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત, હોસ્પિટલની શિફ્ટ પૂરી થતા સમયે ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા યોગ્ય રીતે હાથ પણ સાફ કરવામાં આવતા નથી. આ અભ્યાસમાં એ વાત પર વધારે ભાર આપવામાં આવ્યો કે અંતિમ નિર્ણય લેવામાં થાકનો અસર ડાયગ્નોસ્ટિક્સ અને હેલ્થ કેર પર શું અને કેવો થાય છે.

X
The best time to go to a doctor for a checkup is at 8 o'clock in the morning
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી