તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The Beard Began To Grow On This Woman's Face, Instead Of Being Frustrated, She Turned Illness Into A Weapon.

અમેરિકા:આ મહિલાના ચહેરા પર ઊગવા લાગી દાઢી, હતાશ થવાની જગ્યાએ તેણે બીમારીને હથિયાર બનાવ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમના કારણે જીન રોબિન્સનના ચહેરા પર દાઢી ઊગે છે. તે હિંમત હાર્યા વગર આ બીમારીનો સામનો કરે છે. - Divya Bhaskar
પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમના કારણે જીન રોબિન્સનના ચહેરા પર દાઢી ઊગે છે. તે હિંમત હાર્યા વગર આ બીમારીનો સામનો કરે છે.
  • 35 વર્ષની જીન રોબિન્સનને પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ છે, જેના કારણે તેના ચહેરા પર દાઢી ઊગે છે
  • તે પોતાના ફોલોઅર્સની સાથે વાળને રિમૂવ કરવાની નવી અને સરળ રીત પણ શેર કરે છે અને સોશિયલ મીડિયા દ્વારા પૈસા કમાય છે

ખરાબમાં ખરાબ સમયમાં પણ માથું ઉંચું રાખીને અને કોઈ ચિંતા કર્યા વિના આનંદમાં રહેવું એ મનુષ્ય માટે સૌથી મોટી બહાદુરીનું કામ હોય છે. આવી જ બહાદુરી અમેરિકાના ફ્લોરિડામાં રહેતી મહિલામાં જોવા મળી છે. આ મહિલાના ચહેરા પર દાઢી ઉગે છે. પરંતુ હવે તેને તેનાથી કોઈ સમસ્યા નથી થતી, પરંતુ તેને પોતાના લુકથી પ્રેમ થઈ ગયો છે.

મહિલાના ચહેરા પર દાઢી ઉગે છે
ધ સનમાં પ્રકાશિત રિપોર્ટના અનુસાર, જીન રોબિન્સનની ઉંમર 35 વર્ષની છે, તે અમેરિકાના ફ્લોરિડામાં એક ફાઈનાન્શિયલ એનાલિસ્ટ તરીકે કામ કરે છે. જ્યારે તે 20 વર્ષની હતી, ત્યારે તેને પહેલી વખત ખબર પડી કે તેની બોડીમાં હોર્મોનલ અસંતુલન છે. તેના કારણે જીનનાં ચહેરા પર કાળા વાળ ઉગવા લાગ્યા.

શરીરના અન્ય ભાગ પર વધુ પડતી રુંવાટી
જીને જણાવ્યું કે, વાળ માત્ર તેના ચહેરા પર જ નહીં પરંતુ છાતી અને શરીરના અન્ય અંગો પર પણ ઉગે છે. તેનાથી તે ઘણી હતાશ હતી. જીનને પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ છે, જેના કારણે તેને દાઢી આવે છે.

મહિલાને પોતાની જાત સાથે પ્રેમ થઈ ગયો
જીને જણાવ્યું કે, શરીર પર વધુ પડતી રુંવાટીના કારણે હવે તે વધારે હતાશ નથી થતી. હવે તેને પોતાની જાત સાથે પ્રેમ થઈ ગયો છે. તે પોતાના ફોલોઅર્સની સાથે વાળને રિમૂવ કરવાની નવી અને સરળ રીત પણ શેર કરે છે અને સોશિયલ મીડિયા દ્વારા પૈસા કમાય છે.

પહેલા દરરોજ શેવિંગ કરતી હતી મહિલા
મહિલાએ જણાવ્યું કે, પહેલા તે પોતાના વાળને છૂપાવવાનો પ્રયાસ કરતી હતી. દરરોજ દાઢી કરતી હતી. તે મિત્રોની સાથે પાર્ટી અથવા બીચ પર જવાનું પસંદ નથી કરતી. તેને પોતાની જાતને જોઈને દુઃખ થતું હતું.

દાઢીના કારણે કોઈ બોયફ્રેન્ડ નથી બનતું
જીને જણાવ્યું કે, ચહેરા પર દાઢી ઉગવાને કારણે અત્યાર સુધી તેનો કોઈ બોયફ્રેન્ડ નથી બન્યો. તેની સાથે ઓછા લોગો મિત્રતા કરે છે.