તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિદેશી ઓફિસરનો હિન્દી પ્રેમ:મુંબઈના અમેરિકન વાણિજ્ય દૂતાવાસે એક રમુજી વીડિયો શેર કર્યો, રાજદૂત હિન્દીની કહેવતોને અંગ્રેજીમાં સમજીને તેમનું જ્ઞાન પારખી રહ્યા છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ સ્થિત વાણિજ્ય દૂતાવાસમાં રાજદૂત એડમ હોલે જણાવ્યું કે, તેઓ 4 વર્ષથી હિન્દી શીખી રહ્યા છે
  • એડમ 'મુખ મેં રામ બગલ મેં છુરી', 'ખાલી દિમાગ શૈતાન કા ઘર', 'જિસકી લાઠી ઉસકી ભેંસ' જેવી કહેવત સમજી ગયા, પરંતુ ચોર-ચોર માસેરા ભાઈ પર અટકી ગયા

આજે હિન્દી દિવસ છે. આ પ્રસંગે ભારત અને અમેરિકાની મિત્રતા બતાવવા માટે મુંબઈ સ્થિત અમેરિકન વાણિજ્ય દૂતાવાસે એક અનોખો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હિન્દીની કહેવતોને અંગ્રેજીમાં સમજવાનો પ્રયાસ કર્યો છે. તેમાં વાણિજ્ય દૂતાવાસમાં અમેરિકાના રાજદૂત એડમ હોલ હિન્દીની કહેવતોને લઈને તેમને હિન્દીનું કેટલું જ્ઞાન છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ચોર-ચોર માસેરા ભાઈ પર અટકી ગયા હોલ
હિન્દી દિવસ પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં એડમે 'મુખ મેં રામ બગલ મેં છુરી', 'ખાલી દિમાગ શૈતાન કા ઘર', 'જિસકી લાઠી ઉસકી ભેંસ' જેવી પ્રખ્યાત કહેવતોને અંગ્રેજીમાં સમજવાનો પ્રયાસ કર્યો પરંતુ ચોર-ચોર માસેરા ભાઈ પર તેઓ અટકી ગયા. એડમના જણાવ્યા પ્રમાણે, તેમને હિન્દી પસંદ છે અને તેઓ છેલ્લા ચાર વર્ષથી આ ભાષા શીખી રહ્યા છે.

હિન્દીને લઈને પહેલી વખત પ્રયોગ
વાઈરલ વીડિયોમાં હિન્દીની પ્રખ્યાત કહેવતોને એક અમેરિકાના રાજદૂત દ્વારા અંગ્રેજીમાં સમજવાનો કદાચ આ પહેલો વીડિયો છે. વીડિયોમાં હિન્દીની કહેવતોની સાથે અંગ્રેજીમાં પણ આ જ શૈલી અને અભિવ્યક્તિમાં કહેવતો કહેવામાં આવી છે. આ વીડિયોને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રેમ પલક્કડે કહ્યું, ઘણા ભારતીયો આ કહેવતોને નથી સમજી શકતા. અમે તમારી મહેનતની પ્રશંસા કરીએ છીએ. અન્ય એક યુઝર નિતીના કાતકરે એડમને કહ્યું, માસેરાનો અર્થ કઝીન બ્રધર થયા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો