• Gujarati News
  • Lifestyle
  • The American Bodybuilder Broke The Guinness World Record By Crushing Three Watermelons In 7.5 Seconds.

ટેલેન્ટ:અમેરિકાની બોડી બિલ્ડરે 7.5 સેકન્ડમાં પોતાના સાથળથી ત્રણ તરબૂચ ક્રશ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આની પહેલાંનો રેકોર્ડ યુક્રેનની બોડીબિલ્ડર ઓલ્ગા લિઆશચુકના નામે હતો
  • કોર્ટનીએ રેકોર્ડ બનાવ્યા પહેલાં આઠ અઠવાડિયાંનો વોટરમેલન ક્રશિંગ કોર્સ કર્યો હતો

અમેરિકાની બોડી બિલ્ડર કોર્ટની ઓલ્સને માત્ર 7.5 સેકન્ડમાં પોતાના સાથળથી 3 તરબૂચ ક્રશ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. કોર્ટનીની આવડત જોઇને ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આની પહેલાંનો રેકોર્ડ યુક્રેનની બોડીબિલ્ડર ઓલ્ગા લિઆશચુકના નામે હતો. તેણે વર્ષ 2014માં આ કામ 14.65 સેકન્ડમાં કર્યું હતું.કોર્ટનીએ મેલ રેકોર્ડ પણ તોડ્યો છે. 10.88 સેકન્ડમાં ઈરાનનાં એથ્લેટ રોહોલ્લાહ દોશમનઝિરિએ ત્રણ તરબૂચ પોતાની જાંઘથી ક્રશ કર્યા હતા. કોર્ટનીએ નવો રેકોર્ડ 4 જૂનનાં રોજ બનાવ્યો છે.

નેશનલ વોટરમેલન ડે પર નવો રેકોર્ડ બનાવશે
પોતાના આ રેકોર્ડ વિશે કોર્ટનીએ કહ્યું, હું મારી વોટરમેલન ક્રશિંગ સ્ટોરી દુનિયાની બાકીની યંગ છોકરીઓ સાથે શેર કરવા ઇચ્છતી હતી. આની પ્રેક્ટિસ કરવા માટે ટાઈમ કીપર્સ જરૂરી છે.
કોર્ટનીએ આ રેકોર્ડ બનાવ્યા પહેલાં આઠ અઠવાડિયાંનો વોટરમેલન ક્રશિંગ કોર્સ કર્યો હતો. નેશનલ વોટરમેલન ડે પર પણ કોર્ટની નવો રેકોર્ડ બનાવવા ઈચ્છે છે.

કોર્ટનીએ કહ્યું, હું ઈચ્છું છું કે 3 ઓગસ્ટ એટલે કે નેશનલ વોટરમેલન ડેના દિવસે ઘણી બધી મહિલાઓ મારી સાથે સ્પર્ધામાં હોય.

અહીં વીડિયો જુઓ:

અન્ય સમાચારો પણ છે...