ક્રિસ્ટોફર નોલન જેવા દિગ્ગજ ડાયરેક્ટર સાથે સુપરહિટ ફિલ્મ ઇન્સેપ્શનમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ એલન પેજ ટ્રાન્સજેન્ડર સર્જરી કરાવીને હવે પુરુષ બની ચૂકી છે. હવે તે ઇલિયટ પેજના નામથી ઓળખાશે. ઇલિયટ હવે પોતાની ફિટનેસ પર ફોકસ કરી રહ્યો છે અને તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના 6 પેક્સ એબ્સની સાથે તસવીર શેર કરી છે.
વર્ષ 2018માં લગ્ન કર્યા હતા
34 વર્ષની લવ લાઈફ અને અંગત લાઈફ ઘણી રસપ્રદ રહી છે. ટ્રાન્સજેન્ડરની વાતનો સ્વીકાર કરતાં પહેલાં ઇલિયટે કહ્યું હતું કે, તે લેસ્બિયન છે અને તેણે પોતાની પાર્ટનર એમ્માની સાથે વર્ષ 2018માં સજાતીય લગ્ન પણ કર્યાં હતાં. ત્યારબાદ વર્ષ 2020માં મે મહિના દરમિયાન બંને અલગ થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા. તેના સાતેક મહિના બાદ ડિસેમ્બર 2020માં પેજે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી કે તે ટ્રાન્સજેન્ડર છે.પેજના આ સોશિયલ મીડિયા પોસ્ટને એમ્માએ સપોર્ટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ટ્રાન્સજેન્ડર અને LGBTQ સમુદાયના લોકોની રિસ્પેક્ટ કરવી જોઈએ અને આ લોકો દુનિયા માટે ગિફ્ટ છે. જો કે, સમર્થનના થોડા સમય બાદ પેજ અને એમ્માએ એન્ટરટેનમેન્ટ વેબસાઇટ ‘હોલિવૂડ રિપોર્ટર’ને જાન્યુઆરી 2011માં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે બંને છૂટાછેડા લઈ રહ્યાં છે.
એક્ટિંગને લઈને ઘણી ઉત્સાહિત
બંનેએ જણાવ્યું હતું કે આજે પણ તેઓ સારા મિત્રો છે અને મિત્રો જ બની રહેશે. જોકે, પર્સનલ લાઈફમાં ઉત્તર-ચઢાવ જોયા બાદ પણ ઇલિયટ પેજ પોતાના કેરિયરને લઈને ઘણી પોઝિટિવ છે અને તે હવે એક અભિનેતા તરીકે પોતાની કરિયર શરૂ કરવા માગે છે. તેણે પોતાના એક પ્રોફાઈલ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હવે તે પોતાની બોડીને લઈને સંપૂર્ણરીતે સહજ છે.
પેજે આગળ કહ્યું કે તે એક્ટિંગને લઈને ઘણી ઉત્સાહિત છે. ભલે મારા માટે છેલ્લાં કેટલાંક વર્ષો પડકારજનક રહ્યાં હોય અને મુશ્કેલીથી ભર્યાં કેમ ન હોય, પરંતુ હવે હું અંદરથી પોઝિટિવ ફીલ કરી રહી છું અને તેથી હું બહારના પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છું.
સર્જરી બાદ પહેલીવાર એક એક્ટર તરીકે જોવા મળશે
પેજ હાલ નેટફ્લિક્સના હિટ ‘સુપરહીરો શો ‘ધ અમ્બ્રેલા એકેડમી’ની ત્રીજી સીઝનમાં કામ કરી રહ્યો છે. તે પોતાની ટ્રાન્સજેન્ડર સર્જરી બાદ પહેલીવાર એક એક્ટર તરીકે જોવા મળશે. ‘ટાઈમ’ મેગેઝીન સાથેની વાતચીતમાં પેજે કહ્યું હતું કે, તેણે એ ખબર હતી કે કેટલાક લોકો તેના આ નિર્ણયને સપોર્ટ કરશે અને કેટલાક લોકોની ટ્રાન્સફોબિયા અને નફરતનો સામનો પણ કરવો પડશે. પેજે આગળ જણાવ્યું કે, મને નહોતી ખબર તે આ દુનિયામાં મોટા ન્યૂઝ બની જશે. ઉલ્લેખનીય છે કે, પેજની જાહેરાત બાદ તે 2020થી વધારે દેશોમાં ટ્રેન્ડ થવા લાગી હતી અને તેના ઈન્સ્ટાગ્રામ પર એક દિવસમાં લગભગ 4 લાખ ફોલોઅર્સ વધી ગયા હતા. તે અત્યારે દુનિયાનો સૌથી પોપ્યુલર ટ્રાન્સજેન્ડર એક્ટર તરીકે પ્રસિદ્ધ થઇ ગયો છે.
ઓપ્રા વિન્ફ્રે સાથેના એક ઈન્ટરવ્યુમાં ઇલિયટે જણાવ્યું હતું કે તેનું બાળપણ સામાન્ય હતું, પરંતુ કિશોરવયના તબક્કા દરમિયાન જ્યારે તેણે તેના શરીરમાં બદલાવ જોયો ત્યારે તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવવા લાગી. એલ્ટ તે સમયે એક ટોમબોયની જેમ જીવતી હતી, પરંતુ તેની કારકિર્દી હોલિવૂડમાં ધમધમતી હોવાથી તે પોતાની પર્સનલ લાઈફમાં વધુને વધુ અસ્વસ્થ થતો ગયો અને આખરે તેને સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.