તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The 97 year old Grandmother, Who Lives Alone, Adopted A 17 year old Dog, Saying, "Jack Is Very Quiet And Keeps Me Happy All Day."

પશુપ્રેમ:એકલા જીવન જીવી રહેલા 97 વર્ષીય દાદીએ 17 વર્ષનો શ્વાન દત્તક લીધો, કહ્યું-જેક એકદમ શાંત છે અને આખો દિવસ મને ખુશ રાખે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષે લોકડાઉનમાં એપ્ટલીના પાલતું શ્વાનનું અવસાન થયું હતું
  • જેક એકદમ શાંત પ્રકૃતિનો શ્વાન છે, તે દાદીની આજુબાજુ ફર્યા કરે છે

નોર્થ કેરોલિનામાં એકલા રહેતા દાદીને નવો ફ્રેન્ડ મળ્યો છે. 97 વર્ષીય એપ્ટલીએ 17 વર્ષનો શ્વાન દત્તક લીધો છે. એપ્ટલીએ નવા મહેમાનનું નામ જેક રાખ્યું છે. ગયા વર્ષે પણ દાદી સાથે એક પાલતું શ્વાન હતું પણ લોકડાઉનમાં તેનું અવસાન થતા તેઓ એકલા પડી ગયા હતા. જેક મળતા દાદી આખો દિવસ ખુશ રહે છે અને જેક પણ એપ્ટલીની આજુબાજુ ફર્યા કરે છે.

પહેલી નજરે જ જેકને દત્તક લેવાનું વિચાર્યું
એપ્ટલી છેલ્લા ઘણા દિવસથી ડોગીની શોધમાં હતા. તેમણે ડોગ્સ ટ્રસ્ટ વેબસાઈટ પર જેક જોયો અને તેને પોતાની ઘરે લઇ આવવાનું નક્કી કરી લીધું. એપ્ટલીએ જેકને નવું ઘર આપ્યું. તેમણે કહ્યું, લોકડાઉન 2020માં મેં મારો ડોગી ગુમાવ્યો. તેના અવસાન પછી મને એકલું લાગતું હતું અને ઘર પણ સુનું થઇ ગયું હતું.

દાદીએ કહ્યું, મારી આખી જિંદગી દરમિયાન હું અનેક ડોગ્સના કોન્ટેક્ટમાં રહી, ઘણા મારા જીવનનો ભાગ બની ગયા. જેકને મેં વેબસાઈટ પર જોયો ત્યારે જ મને ખબર પડી ગઈ કે આ જ મારા ઘરે આવશે. જ્યારે મને જેકની ઉંમર ખબર પડી ત્યારે તેને દત્તક લેવા માટે મેં મનમાં ગાંઠ વાળી લીધી. હું તેને બાકીની લાઈફ સારી રીતે પસાર કરવા ઘર આપવા ઇચ્છતી હતી.

રોજ સાંજે જેક દાદી સાથે ફરવા જાય છે
જેક એકદમ શાંત પ્રકૃતિનો શ્વાન છે. તે દાદીની આજુબાજુ ફર્યા કરે અને તેમને હેરાન પણ કરતો નથી કે તેમનું કામ પણ વધારતો નથી. દાદી રોજ સાંજે જેક સાથે લટાર મારવા નીકળે છે. નવા મિત્ર સાથે ભેટો થવાથી એપ્ટલી બહુ જ ખુશ છે. એપ્ટલીએ કહ્યું, હું અન્ય લોકોને પણ ઉંમરલાયક શ્વાનને દત્તક લેવા વિનંતી કરું છું. તેઓ શાંત અને આરામથી નવા ઘરમાં સેટ થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...