• Gujarati News
  • Lifestyle
  • The 79 year old British Indian Woman Lynette Alfrey's Factory In Bhaura Village In Himachal Pradesh Has A Turnover Of Rs 2 Crore, Producing 850 Bottles Of Jam Every Day.

વૃદ્ધ મહિલાની સક્સેસ સ્ટોરી:હિમાચલ પ્રદેશના ભૌરા ગામમાં 79 વર્ષીય બ્રિટિશ ઈન્ડિયન વુમન લિનેટ અલફ્રેની ફેક્ટરીનું ટર્નઓવર 2 કરોડ છે, અહીં દરરોજ 850 બોટલ જામ તૈયાર થાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિનેટ હિમાચલ પ્રદેશમાં જે જગ્યાએ રહેતી હતી, ત્યાં એપ્રિકોટ, પીચ, સફરજન, અને કીવી ઉગાડવામાં આવે છે
  • 1999માં લિનેટે પોતાની પહેલી જામ ફેક્ટરીની શરૂઆત કરી

હિમાચલ પ્રદેશના ભૌરા ગામમાં 79 વર્ષીય બ્રિટિશ ઈન્ડિયન વુમન લિનેટ અલફ્રે પ્રિઝર્વેટિવ ફ્રી જામ બનાવવાની ફેક્ટરી ચલાવે છે. લિનેટની આ ફેક્ટરીમાં સેંકડો મહિલાઓ કામ કરે છે. આ ફેક્ટરીનું વાર્ષિક ટર્નઓવર 2 કરોડ છે. લિનેટે એક કાશ્મીરી યુવક સાથે લગ્ન કર્યાં હતાં. તે પોતાના પતિની સાથે સૌથી પહેલા બિહાર અને બાદમાં દિલ્હી અને મુંબઈમાં રહેતી હતી. 1992માં તે હિમાચલ પ્રદેશમાં પોતાના એક સંબંધીના ઘરે ગઈ હતી. લિનેટને આ જગ્યાએ એટલી પસંદ આવી ગઈ કે તેને અહીં રહેવાનું નક્કી કર્યું.

લિનેટ હિમાચલ પ્રદેશમાં જે જગ્યાએ રહેતી હતી, ત્યાં એપ્રિકોટ, પીચ, સફરજન, અને કીવી ઉગાડવામાં આવે છે. ઘણી વખત ભારે હવાના કારણે અથવા વાનરો દ્વારા અડધા ફળ ખાવાને કારણે આ ફળ વેસ્ટ થઈ જાય છે. તેને વેસ્ટ થવાથી બચાવવા માટે લિનેટે પોતાની માતા દ્વારા જણાવવામાં આવેલી રેસિપીમાંથી જામ બનાવવાની શરૂઆત કરી. ટૂંક સમયમાં જ તેના દ્વારા બનાવવામાં આવેલું જામ લોકોને પસંદ આવ્યું અને 1999માં લિનેટે પોતાની પહેલી જામ ફેક્ટરીની શરૂઆત કરી.

લિનેટની સામે સૌથી મોટો પડકાર એ હતો કે જામની શેલ્ફ લાઈફ વધારવી કેમ કે આ નાનાં ગામમાં વીજળી કાપ વધારે હોય છે. લિનેટે દરેક પડકારનો સામનો કર્યો. આજે તેની જામ ફેક્ટરીમાં જામની 48 વેરાયટી છે જેને 75 ટન ફ્રૂટમાંથી બનાવવામાં આવે છે. અહીં દરરોજ લગભગ 850 બોટલ જામ તૈયાર થાય છે. જેનું ટર્નઓવર 2 કરોડ છે. તેની ખાસિયત એ છે કે તેને કોઈપણ પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કર્યા વિના તૈયાર કરવામાં આવે છે. પ્રિઝર્વેટિવ તરીકે લિનેટ માત્ર લીંબુનો રસ, સફરજનનો રસ અને ખાંડનો ઉપયોગ કરે છે.

લિનેટ દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનોમાં બ્લેકબેરી જામ, ટામેટાંની ચટણી, સ્ટ્રોબેરી પ્રિઝર્વ, કાશ્મીરી બિછુઆ અને બ્લેકબેરી પ્રિઝર્વ સામેલ છે. આ પ્રોડક્ટ્સની સુગર ફ્રી રેન્જ પણ ઉપલબ્ધ છે, જેમાં સ્ટ્રોબેરી જામ અને માર્મલેડ વગેરે છે.