તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The 65 Year Old Couple, Along With Her Friend, Took A Trip From Chandigarh To Andaman, Advising Senior Citizens To Visit Them If They Are In Good Health

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારી દરમિયાન યાદગાર પ્રવાસ:65 વર્ષીય કપલે તેમની મિત્ર સાથે ચંડીગઢથી આંદામાનનો સફર કર્યો, હેલ્થ સારી રહેતી હોય તેવા સિનિયર સિટીઝનને ફરવાની સલાહ આપી

એક મહિનો પહેલા
ત્રણેયે 4500 કિમીનો સફર કર્યો
  • અમૃતા નકાઈ 65 વર્ષનાં છે અને તેમના પતિ રોબિન નકાઈ 68 વર્ષના છે
  • અમૃતા હજુ પણ આંદામાનના વખાણ કરતા થાકતા નથી

કોરોના મહામારીમાં કંટાળી ચૂકેલાં એક કપલે તેની મિત્ર સાથે એડવેન્ચર ટ્રિપ પ્લાન કરી. આ ત્રણેયની ઉંમર 60 વર્ષથી વધારે છે. અમૃતા નકાઈ 65 વર્ષનાં છે અને તેમના પતિ રોબિન નકાઈ 68 વર્ષના છે. તેમની મિત્ર ઉષા હુડાની ઉંમર 65 વર્ષ છે. સફર માટે ચંડીગઢથી આંદામાન ગયા અને 4500 કિમી ટ્રાવેલ કર્યું. રોબિને કહ્યું કે, મહામારી દરમિયાન ઘરમાં રહીને કંટાળી ગયા હતા. મેં અને મારી પત્નીએ એક એડવેન્ચરટ્રિપ પ્લાન કરી. અમારી મિત્ર ઉષા પણ જોડાઈ. ટ્રિપની શરૂઆત ચંડીગઢથી કરી. એ પછી ઉદયપુર, મુંબઈ, હમ્પી, બેંગલુરૂ અને ચેન્નાઈ ગયા. પછી ત્યાં આંદામાન જવા માટે ફ્લાઈટ પકડી.

ટ્રિપને ફુલ એન્જોય કરવા માટે તેઓ રસ્તામાં ઘણી બધી જગ્યાએ રોકાયા અને આજુબાજુની વસ્તુઓની મજા માણી. મહારાષ્ટ્રના દરિયાકિનારે ચાલ્યા અને હમ્પીના મંદિરોમાં દર્શન પણ કર્યા. આ ટ્રિપ દરમિયાન ભોજન માટે પણ કોઈ તકલીફ ના પડી. રસ્તામાં જે મળ્યું તે ખાઈ લીધું. અમૃતા હજુ પણ આંદામાનના વખાણ કરતા થાકી રહ્યા નથી. આ જગ્યાને તેઓ સ્વર્ગ કહે છે. ત્યાંનો સમુદ્ર કિનારો અને કોરલ રીફ્સ તમને રીલેક્સ કરે છે. આંદમાનથી પરત આવતી વખતે પોંડિચેરી રોકાયા અને ફ્રેંચ ક્વાર્ટરની આજુબાજુ ફર્યા. ટૂર દરમિયાન તેઓ જંગલો પણ ફર્યા.

રોબિને જણાવ્યું કે, અમે ત્રણેય સિનિયર સિટીઝન છીએ.અમને ક્યારેય 60 વર્ષની ઉંમરે ફરવાનો પસ્તાવો થયો નથી. જો તમારી હેલ્થ સારી હોય તો આ ઉંમરે પણ હરતા-ફરતા રહેવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો