• Gujarati News
  • Lifestyle
  • The 60 year old Woman Has Gained Worldwide Popularity In The Last 33 Years By Growing 12 inch Nails

નખને લીધે ફેમસ થઈ:60 વર્ષની આ મહિલાએ છેલ્લા 33 વર્ષમાં 12 ઈંચ નખ વધારી વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1989થી નખ નથી કાપ્યા

છોકરીઓને નખ વધારવા ઘણા ગમે છે. ઘણી છોકરીઓ નખ સ્ટાઇલિશ લાગે એટલે વધારીને લાંબા કરે છે, પરંતુ આપણને ક્યારેક તો આટલા મોટા નખ જોઇને પ્રશ્ન પણ થાય છે કે તે આની સંભાળ કેવી રીતે રાખતી હશે. આટલા લાંબા નખના કારણે છોકરીઓ રોજિંદા કાર્યો કેવી રીતે કરતી હશે એ પણ એક પ્રશ્ન છે. જો કે એક મહિલાને લાંબા નખનો એટલો ગાંડો શોખ છે કે તે દરેક મુશ્કેલીનો સામનો કરવા તૈયાર છે.

કાર્ડેલિયા એડમ્સ નામની મહિલાના નખની લંબાઈ 12 ઈંચ છે અને તેને સુંદર અને લાંબા રાખવા માટે તે સતત પ્રયાસ કરતી રહે છે. તેની આ ખાસિયતના કારણે ટ્વીટર પર તેના લગભગ 8 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે.

1989થી નખ નથી કાપ્યા
62 વર્ષની કાર્ડેલિયા એડમ્સે છેલ્લા 33 વર્ષોથી પોતાના નખ વધારી રહી છે અને હવે તે તેના વ્યક્તિત્વની ઓળખ બની ગયા છે. નાનપણથી તેને પોતાની માતાના લાંબા નખ ખૂબ જ ગમતા હતા, જેના પછી તેણે પોતે પણ નખ વધારવાનો નિર્ણય કર્યો.

વર્ષ 1989થી તેણે પોતાના નખ નથી કાપ્યા. હવે તે આ અજીબોગરીબ લુકના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે અને તે તેને એન્જોય પણ કરે છે.

લોકો પૂછે છે- કેવી રીતે ખાવાનું ખાય છે?
અમેરિકાના ઈન્ડિયાનાની રહેવાસી કાર્ડેલિયાને લોકો હંમેશાં પૂછે છે કે તે ખાવાનું કેવી રીતે ખાય છે અથવા કેવી રીતે સૂવે છે. જો કે, તેને આ સવાલોથી કોઈ ફરક નથી પડતો અને તે પોતાના નખને પેઈન્ટ કરવાનું પસંદ કરે છે.

યુટ્યુબ ચેનલ Trulyમાં Hooked on the Look videoમાં વાત કરતા તેણે જણાવ્યું કે, તે આંગળીઓવાળા કામ પોતાના હાથના ટેરવાથી કરે છે.

વાસણ સાફ કરવા અથવા કોઈ વસ્તુ લેવા માટે તે નખની જગ્યાએ ટેરવા અથવા હાથની ઉપરના ભાગની મદદ લે છે.

16 ઈંચ સુધી નખ વધાર્યા હતા
એક સમયે કાર્ડેલિયા એડમ્સના નખ 16 ઈંચ લાંબા હતા, પછી તેણે નખને 12 ઈંચ સુધી ટ્રિમ કરાવ્યા અને તેના બાદ આ જ લંબાઈ નખની યથાવત રાખી છે. તે પોતાના રોજિંદા કામ આ લાંબા-લાંબા નખની સાથે જ કરે છે.

જો કે, આંગળીઓના ટેરવાથી જે કામ કરવામાં આવે છે, તેણે કરવામાં કાર્ડેલિયાને મુશ્કેલી પડે છે.

સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવી
કાર્ડેલિયા એડમ્સ પોતાના આ અનોખા લુકના કારણે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ ચૂકી છે. લોકોને તેના આ નખની સાથે તેને કામ કરતા જોઈ તેની પ્રશંસા કરે છે.

અન્ય સમાચારો પણ છે...