તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The 37 year old Woman Wore A Sari And Did Such An Exercise In The Gym That Everyone Was Amazed

સો. મીડિયા પર વાઈરલ:સાડી પહેરીલી 37 વર્ષીય મહિલાનો જિમમાં જબરદસ્ત અંદાજમાં કસરત કરતો વીડિયો વાઇરલ

3 મહિનો પહેલા
37 વર્ષીય ડૉ. શર્વરીએ સાડીમાં પુશ-અપ્સ અને વેટ લિફ્ટ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
  • પુણેમાં રહેતી 37 વર્ષીય ડૉ. શર્વરી ઈનામદાર આયુર્વેદની ડૉક્ટર છે
  • આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 10 હજારથી વધુ લોકોએ જોયો છે

સાડીને ભારતીય મહિલાઓનું પરિધાન માનવામાં આવે છે. ઘણી મહિલાઓ સાડીમાં આશ્ચર્યજનક પરાક્રમ કરે છે. ઘણી મહિલાઓ સાડી પહેરીને દોડમાં ભાગ લેતી હોય છે. સામાન્ય રીતે સાડીને સંભાળવી થોડી મુશ્કેલ હોય છે. પરંતુ ડૉ. શર્વરીનો વાઈરલ વીડિયો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

સાડી પહેરીને જિમમાં વર્કઆઉટ કર્યું
સામાન્ય રીતે જિમમાં જતા લોકો ટ્રેક સૂટ અથવા એક્સર્સાઈઝવાળા આરામદાયક કપડાં ખરીદે છે. પરંતુ પુણેની ડો. શર્વરી જિમમાં સાડી પહેરીને જાય છે. સૌથી ખાસ વાત એ છે કે સાડી પહેરીને એક્સર્સાઈઝ કરે છે. તે સાડીમાં પુશ-અપ્સ કરે છે અને વેટ લિફ્ટ પણ કરે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

સાડીમાં હેવી વર્કઆઉટ કર્યું
પુણેમાં રહેતી 37 વર્ષીય ડૉ. શર્વરી ઈનામદાર આયુર્વેદની ડૉક્ટર છે. તે પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. છેલ્લા કેટલાય વર્ષોથી તેણે પોતાની એક્સર્સાઈઝ અને ડાયટનું ખાસ રૂટિન નક્કી કર્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર ડૉ.શર્વરીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સાડી પહેરીને પુશ-અપ્સ અને વેટ લિફ્ટિંગ કરતી જોવા મળી રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે તે સાડીમાં પણ આ કસરતો સરળતાથી કરી શકે છે.

10 હજારથી વધુ લોકોએ વીડિયો જોયો
આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 10 હજારથી વધુ લોકોએ જોયો છે. ડૉ. શર્વરી મહિલાઓ માટે પ્રેરણા બની ગઈ છે. દરેક તેની પ્રશંસા કરી રહ્યા છે.

વેટ ટ્રેનિંગ અને પુશ અપ્સનો વીડિયો બનાવ્યો
શર્વરી જણાવે છે કે, મહિલાઓ ફિટનેસ માટે સજાગ તો છે પરંતુ તેમને એ ખબર નથી કે કયા પ્રકારની એક્સર્સાઈઝ કરવાથી શરીરને ફિટ રાખી શકાય છે. ડૉ. શર્વરીના જણાવ્યા પ્રમાણે, મોટાભાગની મહિલાઓ મોર્નિંગ વોક, યોગા કરવાની સાથે ડાયટ પણ ફોલો કરે છે પરંતુ વેટ ટ્રેનિંગ વગર પોતાની જાતને સુપરફિટ નથી કરી શકાતી. આ વાત બધા સુધી પહોંચાડવા માટે તેને સાડી પહેરીને જિમમાં વેટ ટ્રેનિંગ અને પુશ અપ્સનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો.​

ડૉ. શર્વરીના જણાવ્યા પ્રમાણે, વધતી ઉંમરની સાથે મહિલાઓના હાડકાં કમજોર થઈ જાય છે. તેમજ મહિલાઓને મેનોપોઝ બાદ હાડકાંમાં દુખાવો અને કમજોરીની ફરિયાદ પણ રહે છે. આવી સ્થિતિમાં મહિલાઓ માટે વેટ ટ્રેનિંગ ઘણી ઉપયોગી સાબિત થાય છે.

4 વર્ષ પહેલા તે પોતાની ફિટનેસ માટે વોકિંગ, રનિંગ, યોગ કરતી હતી

ડૉ. શર્વરીના જણાવ્યા અનુસાર, 4 વર્ષ પહેલા તે પોતાની ફિટનેસ માટે વોકિંગ, રનિંગ, યોગ કરતી હતી. ડૉ. શર્વરીનો પતિ પણ આયુર્વેદિક ડૉક્ટર છે. પતિએ જ શર્વરીને વેટ ટ્રેનિંગ અને જિમ જોઈન કરવા માટે પ્રોત્સાહિત કરીને પુશ-અપ્સ, પુલ-અપ્સ અને વેટ લીફટિંગમાં ટ્રેનિંગ લીધી. ડૉ. શર્વરીના પરિવારમાં પતિ અને બે દીકરા છે. મોટા દીકારની ઉંમર 17 વર્ષની છે અને નાના દીકરાની ઉંમર 14 વર્ષની છે.