તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The 33 year old Woman Thought She Would Give Birth To Twins, But Gave Birth To A Baby Weighing 5.14 Kg, Doctors Were Also Surprised

ઇંગ્લેન્ડ:33 વર્ષની મહિલાને લાગ્યું કે તે જોડિયા બાળકોને જન્મ આપશે, પણ તેને 5.14 કિલોના બાળકને જન્મ આપ્યો, ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
33 વર્ષીય જેડ બાયરને ગ 5.15 કિલોના બાળકને જન્મ આપ્યો. પ્રેગ્નન્સી વખતે બેબી બમ્પ એટલું બધું બહાર આવી ગયું કે બધાને લાગ્યું કે તે જોડિયા બાળકોને જન્મ આપશે. - Divya Bhaskar
33 વર્ષીય જેડ બાયરને ગ 5.15 કિલોના બાળકને જન્મ આપ્યો. પ્રેગ્નન્સી વખતે બેબી બમ્પ એટલું બધું બહાર આવી ગયું કે બધાને લાગ્યું કે તે જોડિયા બાળકોને જન્મ આપશે.
  • બ્રિટનની એક મહિલાએ 5.15 કિલોગ્રામ બાળકને જન્મ આપીને રેકોર્ડ બનાવ્યો
  • 1879માં સૌથી વધુ વજનવાળા બાળકનો જન્મ થયો હતો અને તેનું વજન લગભગ 9.98 કિલોગ્રામ હતું.
  • મહિલાનું પેટ એટલું બધું બહાર આવી ગયું હતું કે બધાને લાગ્યું કે તે જોડિયા બાળકોને જન્મ આપશે

બ્રિટનની એક મહિલાએ 5.15 કિલોગ્રામ બાળકને જન્મ આપીને રેકોર્ડ બનાવ્યો. પ્રેગ્નન્સી દરમિયાન 33 વર્ષીય મહિલાનું પેટ એટલું બધું બહાર આવી ગયું હતું કે તેને જોડિયાના બાળકો થવાની અપેક્ષા હતી, પરંતુ બાળકના જન્મ પછી બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

1879માં સૌથી વધુ વજનવાળા બાળકનો જન્મ થયો હતો
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અનુસાર, અત્યાર સુધી સૌથી વધુ વજનવાળા બાળકનો જન્મ 19 જાન્યુઆરી 1899માં ઓહિયોના સેવિલેમાં થયો હતો, જેનું વજન 22lb એટલે કે લગભગ 9.98 કિલોગ્રામ હતું. તેની ઉંચાઈ 71.12 સેન્ટિમીટર એટલે કે 28 ઈંચ હતી. જો કે, જન્મના 11 કલાક બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

પ્રેગ્નન્સીમાં પેટ વધારે બહાર આવી ગયું
ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે, બ્રિટનની વોર્સેસ્ટરશાયરની રહેવાસી 33 વર્ષીય જેડ બાયરને પ્રેગ્નન્સી દરમિયાન પેટ એટલું બહાર આવી ગયું હતું કે તેને લાગ્યું હતું કે જોડિયા બાળકો થશે, કેમ કે, અગાઉ પણ તેને જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જો કે, હવે તેને માત્ર એક બાળકને જન્મ આપ્યો છે.

બાળકનું વજન 5.15 કિલો
રિપોર્ટના અનુસાર, જેડ બાયરે 5 એપ્રિલના રોજ વોર્સેસ્ટરશાયર રોયલ હોસ્પિટલમાં દીકરા રોની-જે ફ્યુટ્રેલને જન્મ આપ્યો હતો, જેનું વજન લગભગ 5.15 કિલોગ્રામ હતું. બાળકને જોઈને બાયર ઉપરાંત ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

નાના બાળકોના કપડાં નહોતા થતા
જેડ બાયરે જણાવ્યું કે, 'તેનો પુત્ર રોની-જે ફ્યુટ્રેલ એટલો મોટો છે તેને નવજાત શિશુઓના કપડા નથી થતા. જન્મના સમયે તેને ત્રણથી છ મહિનાના બાળકના કપડા પહેરાવામાં આવ્યા હતા.

16 કલાક સુધી લેબર પેઈન સહન કર્યું
અત્યારે માતા અને બાળક બંને સ્વસ્થ છે. બાયરે કહ્યું કે,મેં 16 કલાક લેબર પેઈન સહન કર્યું, ત્યારબાદ હું સી-સેક્શન ઈચ્છતી હતી કેમ કે આટલા લાંબા સમય સુધી લેબર પેઈન સહન કર્યા બાદ હું ઘણી થાકી ગઈ હતી. ત્યારબાદ ડૉક્ટરોએ મને એપિડ્યુરલનો પ્રયાસ કરવા કહ્યું. ત્યારબાદ મેં તે કર્યું અને લગભગ અડધા કલાક પછી રોનીનો જન્મ થયો.

અન્ય સમાચારો પણ છે...