• Gujarati News
  • Lifestyle
  • The 33 year old Has Been Defecating In The Urethra For 2 Years, Suffering From A Strange Disease Called 'rectal Ejaculation'.

રેરેસ્ટ ઓફ રેર:33 વર્ષની આ વ્યક્તિ 2 વર્ષથી મૂત્રમાર્ગમાંથી શૌચક્રિયા કરે છે, 'રેક્ટલ એજાક્યુલેશન' નામની વિચિત્ર બીમારીથી પીડિત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુદામાર્ગ અને મૂત્રમાર્ગની વચ્ચે ગેસથી ભરાયેલું સ્ટ્રક્ચર બનતાં આ બીમારી થઈ
  • આ વ્યક્તિ 3 અઠવાડિયાં માાટે કોમામાં હતી અને ત્યારબાદ તેનામાં આવા લક્ષણો દેખાયાં

33 વર્ષીય એક વ્યક્તિને એક એવી વિચિત્ર બીમારી છે કે તે તેના મૂત્રમાર્ગથી શૌચક્રિયા કરવા મજબૂર થયો છે. આ વ્યક્તિ 'રેક્ટલ એજાક્યુલેશન' નામની વિચિત્ર બીમારીથી પીડિત છે. 2 વર્ષથી તેને આ બીમારી છે. તેને કારણે તે કુદરતની ગોઠવણ વિરુદ્ધના કામ કરી રહ્યો છે.

આ વ્યક્તિને 2 વર્ષ અગાઉ તેના મૂત્ર માર્ગમાં કેટલીક તકલીફો થતી હતી. તે સમયે ડૉકટર પાસે ગયો અને તેની આ વિચિત્ર બીમારીનો ઘટસ્ફોટ થયો. આ બીમારીની તકલીફોના કારણે તે મૂત્રમાર્ગમાંથી શૌચક્રિયા કરે છે અને તેના ગુદામાર્ગમાંથી સ્પર્મ છૂટે છે. આ વિચિત્ર બીમારીનો કેસ મેડિકલ જર્નલ 'ક્યુરેસ'માં જાહેર થયો છે.

આ સ્ટ્રક્ચરને કારણે વિચિત્ર બીમારી
આ સ્ટ્રક્ચરને કારણે વિચિત્ર બીમારી

ગુદામાર્ગમાંથી સ્પર્મ બહાર છૂટે છે

મેડિકલ જર્નલમાં જાહેર થયેલા કેસ પ્રમાણે, તેનાં CT સ્કેનના સામે આવ્યું કે આ વ્યક્તિના ગુદામાર્ગ અને મૂત્રમાર્ગની વચ્ચે એક ગેસથી ભરાયેલું સ્ટ્રક્ચર ઉપસી આવેલું છે. આ સ્ટ્રક્ચરને કારણે જ આ વ્યક્તિ ગુદામાર્ગમાંથી સ્પર્મ બહાર કાઢે છે અને મૂત્રમાર્ગમાંથી શૌચક્રિયા કરે છે.

ડ્રગ્સનો બંધાણી આ વ્યક્તિ કોમામાં હતો

આ વ્યક્તિની કોઈ પેટની સર્જરી પણ નહોતી થઈ કે ન તો તેના ગુદામાર્ગમાં કોઈ ઈજા થઈ હતી. ડૉક્ટર્સની તપાસમાં સામે આવ્યું કે આ વ્યક્તિ ડ્રગ્સનો બંધાણી હતો. તેની આ કુટેવને કારણે તે 2 વર્ષ અગાઉ 3 અઠવાડિયાં માટે કોમામાં હતો. તે સમયે જ તેને આ વિચિત્ર બીમારીનાં લક્ષણો શરૂ થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...