તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • The 28 year old Girl Fell In Love With A Man Her Grandfather's Age, The Couple Is Currently In A Live in relationship

અજબ પ્રેમ કહાની:28 વર્ષની છોકરીને પોતાના દાદાની ઉંમરની વ્યક્તિની સાથે પ્રેમ થયો, આ કપલ હાલમાં લિવ-ઇન-રિલેશનશિપમાં છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
28 વર્ષની કેલ્સી હોપફુલ અને 76 વર્ષનો બોનગિયોવેન્ની. - Divya Bhaskar
28 વર્ષની કેલ્સી હોપફુલ અને 76 વર્ષનો બોનગિયોવેન્ની.

કહેવાય છે કે પ્રેમમાં ઉંમરનું કોઈ મહત્ત્વ નથી હોતું. અમેરિકાની 28 વર્ષની કેલ્સી હોપફુલે આ વાતને સાચી સાબિત કરી છે. કેલ્સી પોતાના દાદાની ઉંમરની વ્યક્તિને ડેટ કરી રહી છે અને તેનાથી તેને કોઈ ફરક નથી પડતો કે લોકો તેના વિશે શું વિચારે છે. કેલ્સીની મુલાકાત 76 વર્ષના બોનગિયોવેન્ની સાથે એક યોગ ક્લાસમાં થઈ હતી. ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવી ગયા અને તેમને પ્રેમ થઈ ગયો.

‘પહેલી નજમાં એક્ટર હોય તેવું લાગ્યું’
‘ધ સન’ના રિપોર્ટ અનુસારા, કેલ્સી હોપફુલ સૈન ડિએગોની રહેવાસી છે અને બોનગિયોવેન્ની અલાસ્કાનો રહેવાસી છે. પોતાની પત્નીના નિધન બાદ બોનગિયોવેન્નીએ એક યોગ ક્લાસ જોઈન કર્યા હતા, જ્યાં તેની મુલાકાત કેલ્સી સાથે થઈ હતી. પહેલા જ દિવસે બંનેની વચ્ચે લાંબી વાતચીત થઈ અને ત્યારબાદ તેમની વચ્ચે નીકટતા વધવા લાગી. કેલ્સીના જણાવ્યા પ્રમાણે, તે કંઈક અલગ કરવા માગતી હતી, તેથી તેણે યોગ ક્લાસ જવાનો નિર્ણય કર્યો. જ્યારે તેની નજર બોનગિયોવેન્ની પર ગઈ તો તેણે લાગ્યું કે તે એક્ટર જ્યોર્જ કાર્લિન છે.

આ રીતે વાતચીત શરૂ થઈ
કેલ્સીના જણાવ્યા પ્રમાણે, મને લાગ્યું કે મારા ક્લાસમાં જ્યોર્જ કાર્લિન પણ છે, તેથી મેં મારી યોગા મેટ લીધી અને તેમની નજીક ગઈ. બાદમાં ખબર પડી કે જેણે હું અભિનેતા સમજી રહી છું, તેનું નામ બોનગિયોવેન્ની છે. અહીંથી જ અમારી વાતચીત શરૂ થઈ. તેણે આગળ કહ્યું કે, ક્લાસ પૂરો થયા બાદ બોનગિયોવેન્નીએ મારી સામે મિત્રતાનો પ્રસ્તાવ મૂક્યો, જેને મેં સ્વીકાર્યો. ​​​​​

લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે
કેલ્સી હોપફુલને બોનગિયોવેન્નીનો દમદાર અવાજ અને તેની વાત કરવાની શૈલી પસંદ છે. તેણે કહ્યું કે, ‘બોનગિયોવેન્ની જ્યારે વાત કરે છે તો લાગે છે કે બસ તેને જ સાંભળતી રહું.’ આ કપલ અત્યારે લિવ-ઇન-રિલેશનમાં છે અને તેને લોકોની ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે. હંમેશાં લોકો તેમને પિતા અને દીકરી સમજી લે છે. કેલ્સીના અનુસાર, તેના માટે સૌથી મુશ્કેલ કામ હતું કે પોતાની દાદીને તેમના સંબંધ વિશે જણાવવું કે, કેમ કે બોનગિયોવેન્નીએની ઉંમર પણ કેલ્સીના દાદી જેટલી હતી.

લોકોએ વિચિત્ર પ્રતિક્રિયા આપી
કેલ્સી હોપફુલની દાદીએ પણ તેના કરતા મોટી ઉંમરની વ્યક્તિની સાથે લગ્ન કર્યા હતા, તેથી તેમણે પોતાની પૌત્રીની લાગણી સમજવામાં વધારે મુશ્કેલી ન થઈ. જો કે, નજીકમાં રહેતા લોકો આ સંબંધને સ્વીકારી શક્યા નથી. તેઓ સમજી શકતા નથી કે કેલ્સી તેના કરતા 48 વર્ષ મોટી વ્યક્તિને કેવી રીતે પ્રેમ કરી શકે છે. કદાચ આ ડરથી, કેલ્સી બોનગિયોવેન્ની સાથે પોતાના સંબંધને થોડા સમય માટે સિક્રેટ રાખ્યો હતો, પરંતુ હવે તેને કોઈ ફરક નથી પડતો કે લોકો શું વિચારે છે.

અન્ય સમાચારો પણ છે...