તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The 2600 Year Old Mummy Was Murdered Not With A Knife, But With A Sharp Edged Ax, Used By Egyptian Soldiers

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચ:2600 વર્ષ જૂની મમીની હત્યા ચપ્પાથી નહિ પણ ધારદાર કુહાડીથી થઇ હતી, તેનો ઉપયોગ ઇજીપ્તના સૈનિકો કરતા હતા

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

2600 વર્ષ જૂના ચર્ચિત તાકાબૂતી મમી વિશે વૈજ્ઞાનિકોએ નવો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ મહિલા મમીની હત્યા પીઠ પર કુહાડી મારવાને લીધે થઇ હતી. આની પહેલાં રિસર્ચમાં હત્યાનું કારણ ચપ્પુ જણાવ્યું હતું. આ રિસર્ચ મેનચેસ્ટર યુનિવર્સીટીના પ્રોફેસર રોસેલી ડેવિડે અને ક્વીન યુનિવર્સીટીના પ્રોફેસર એલિન મર્ફીએ સાથે મળીને કર્યું છે.

વાળની પણ તપાસ કરી
સંશોધકોએ કહ્યું કે, જે મહિલાનું મૃત્યુ થયું હતું તેઓ ઉચ્ચ વર્ગના હતા અને પ્રાચીન ઇજીપ્તમાં રહેતી હતી. તેના મૃત્યુનું કારણ હંમેશાં એક રહસ્ય રહ્યું. મમીનાં મૃત્યુ પરથી પડદો ઉઠાવવા તેને 1834માં આયર્લેન્ડમાં લાવવામાં આવી હતી.

રિસર્ચરે કહ્યું, મોતમો કોયડો ઉકેલવા માટે DNA એનાલિસિસ, એક્સ-રે, સીટી-સ્કેન, વાળની તપાસ ઉપરાંત મમીને જે રીતે મટિરિયલથી પેક કરવામાં આવ્યું હતું, તેની પણ વિસ્તારથી તપાસ કરી.

ભાગતી વખતે હત્યારાએ હુમલો કર્યો હતો
રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે કુહાડીથી હત્યા કરવામાં આવી હતી તે સૈનિકની હતી. હત્યા સમયે મહિલા હત્યારાથી દૂર હતી. જ્યારે મહિલા પોતાને બચાવવા માટે ભાગી ત્યારે હત્યારાએ તેની પીઠ પર કુલાડી મારી હતી. આ હત્યારો મહિલાની ફેમિલીમાંથી પણ હોય શકે છે.

20થી 30 વર્ષની ઉંમરે હત્યા થઇ હતી
આ આખા રિસર્ચ પર એક બુક લખવામાં આવી છે, તેનું નામ છે, ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ તાકાબૂતી ઇન એન્શિયન્ટ ઈજીપ્ત: ઈન્વેસ્ટિગ ધ બેલફાસ્ટ મમી. રિસર્ચ પ્રમાણે, જે કુહાડીથી હત્યા કરવામાં આવી હતી તેનો ઉપયોગ ઇજીપ્ત અને સીરિયાના સૈનિક કરતા હતા. મમીના સીટી સ્કેનના રિપોર્ટ પ્રમાણે, મહિલાની હત્યા 20થી 30 વર્ષની ઉંમર વચ્ચે થઇ હતી.

મહિલાને કોઈ બીમારી નહોતી
પ્રોટિયોમિક્સ મેથડની તપાસમાં ખબર પડી કે, મહિલા એકદમ સ્વસ્થ હતી. મમીના કફન પર લખેલા શબ્દો પરથી કહી શકાય કે તેના લગ્ન થઇ ગયા હતા. મમીનાં સામાન પરથી ખબર પડી કે તેનો પરિવાર તેને ઘણો પ્રેમ કરતો હતો. તેના હેર વ્યવસ્થિત કાપેલા અને કર્લી હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો