તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાન ફ્રાન્સિસ્કો:139 વર્ષ જૂનું ઘર રસ્તામાં 'ચાલતું' જોવા મળ્યું, કોરોનાને ભૂલીને લોકો જોવા ટોળે વળ્યા

6 દિવસ પહેલા

કોઈનું ઘર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી શકાય છે? તમને એવું લાગશે આવું કેવી રીતે થઈ શકે છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ શકે છે પરંતુ ઘર કેવી રીતે શિફ્ટ થઈ શકે છે. હા, આ એકદમ સાચું છે. સાન ફ્રાન્સિસ્કોમાં રવિવારે વિચિત્ર ઘટના જોવા મળી. ઘરને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું. ક્રેન અને ટ્રકની મદદથી તેને ધક્કો મારવામાં આવ્યો, ત્યારે ત્યાં લોકોની ભીડ ઉમટી પડી અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. 139 વર્ષ જૂના વિક્ટોરિયન ઘરને ઉઠાવવામાં આવ્યું અને ફ્રેકલિન સ્ટ્રીટથી ફૂલ્ટન સ્ટ્રીટ પર લઈ જવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

આ ઘરની નજીક રહેતા વાંડા રામોસે કહ્યું કે, '6 બેડરૂમવાળા ઘરને ફરતું જોઇને ખરેખર લોકોને આશ્ચર્ય થયું'. જે જગ્યા પર ઘરને શિફ્ટ કરવામાં આવ્યું, ત્યાંના રહેવાસી કેરી કાર્ટરે કહ્યું, 'ખરેખર આ એક મોટું ઘર છે'.

ઈન્ટરનેટ પર વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો અને લોકોના વિચિત્ર રિએક્શન પણ જોવા જેવા હતા. ઘણા લોકોએ વિવિધ એન્ગલથી ઘરને શિફ્ટ થતો વીડિયો રેકોર્ડ કર્યો. કોઈએ ફિલ્મી સીન ગણાવીને વીડિયોને શાનદાર ગણાવ્યો છે. આ ઘરને ઈંગ્લેન્ડર હાઉસના નામથી ઓળખવામાં આવે છે. તેને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં 6 કલાક જેટલો સમય લાગ્યો હતો. શિફ્ટ કરવા માટે 15 વિવિધ એજન્સીઓની મંજૂરી લેવામાં આવી હતી. ત્યારબાદ 1.61 કિલોમીટરની સ્પીડથી ડ્રાઈવર કરીને ઘરને તેના નિશ્ચિત સ્થાને શિફ્ટ કરવામાં આવ્યું.

સાન ફ્રાન્સિસ્કો હિસ્ટોરિકલ સોસાયટીના લાના કૉસ્ટાન્ટિનીના જણાવ્યા પ્રમાણે, રસ્તામાં કેટલીક સમસ્યાઓ થઈ હતી. રસ્તામાં ઘણા વૃક્ષો હતા. સ્ટોપ સાઈન, લાઈટ્સ અને સાઈન હતી. તેને જોનાર એડી રામોસે કહ્યું, 'શિફ્ટ કરતી વખતે ઘરની એક લાઈટ પોલ સાથે ટકરાઈ હતી અને ઘણા વૃક્ષો સાથે પણ અથડાયું હતું.'

પરંતુ કોઈને જાનહાનિ કે ઈજા નહોતી થઈ. પોલીસે રસ્તો બંધ કરાવી દીધો હતો અને ક્રૂએ પણ આખી રાત કામ કર્યું હતું. આ 5.170 ચોરસ ફૂટના ઘરને તેના મૂળ સરનામા 807 ફ્રેકલિનથી 635 ફૂલ્ટન સેન્ટ પર શિફ્ટ કરવામાં આવ્યુ છે, જે થોડા જ અંતરે હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો