તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશની સૌથી નાની કોરોના વોરિયર:10 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ 1 મહિનાની નવજાત બાળકીએ કોરોનાને હરાવ્યો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભુવનેશ્વરની એક હોસ્પિટલમાં દાખલ નવજાત બાળકીએ 10 દિવસની અંદર કોરોનાને હરાવી દીધો. - Divya Bhaskar
ભુવનેશ્વરની એક હોસ્પિટલમાં દાખલ નવજાત બાળકીએ 10 દિવસની અંદર કોરોનાને હરાવી દીધો.
  • મળતી માહિતી પ્રમાણે આ બાળકી કોરોનાવાઈરસને હરાવીને દેશની સૌથી નાની કોરોના વોરિયર બની

દેશમાં વધતા કોરોના સંક્રમણની વચ્ચે હૃદયને સ્પર્શી જાય એવા સમાચાર સામે આવ્યા છે. એક તરફ જ્યાં કેટલાક લોકો જીંદગીની જંગ હારી રહ્યા છે તો બીજી તરફ સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં ઓરિસ્સામાંથી પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. ઓરિસ્સામાં કોરોનાવાઈરસ સંક્રમણનો સામનો કરી રહેલી એક મહિનાની નવજાત બાળકીએ લોકોના ચહેરા પર હાસ્ય લાવી દીધું છે.

માસૂમ બાળકીએ કોરોનાને માત આપી
ભુવનેશ્વરની એક હોસ્પિટલમાં દાખલ નવજાત બાળકીએ 10 દિવસની અંદર કોરોનાને હરાવી દીધો. આ માસૂમ બાળકીને 10 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ બાળકી કોરોનાવાઈરસને હરાવીને દેશની સૌથી નાની કોરોના વોરિયર બની છે. બાળકીને જન્મના બે અઠવાડિયા પછી કોરોનાવાઈરસ થયો હતો. ત્યારબાદ તેને કાલાહાંડીથી ભુવનેશ્વરની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અહીં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં નવજાત બાળકીને 10 દિવસ સુધી ICU વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

3 અઠવાડિયા સુધી બાળકીની સારવાર ચાલી
બાળકીની સારવાર કરી રહેલા ડૉ. અરિજીત મહાપાત્રાના જણાવ્યા પ્રમાણે, બાળકીને રેમડેસિવિર, સ્ટેરોઈડ, અને વિવિધ પ્રકારની એન્ટિબાયોટિક આપીને તેની સારવાર કરવામાં આવી હતી. લગભગ ત્રણ સપ્તાહ સુધી આ જ પ્રકારની સારવાર કરવામાં આવી હતી. હવે બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે અને તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ડૉક્ટરે આગળ કહ્યું કે, આ કોઈ ચમત્કારથી ઓછું નથી.